હાઈકોર્ટની ટકોર:હોમિયોપથી કોલેજોની માન્યતા રદ કરતાં HCએ કહ્યું - ‘તમારા-કોલેજોના ઝઘડાને લીધે વિદ્યાર્થીઓને સહન કરવું પડે છે’

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
હાઇકોર્ટ - ફાઇલ તસવીર - Divya Bhaskar
હાઇકોર્ટ - ફાઇલ તસવીર
  • પૂરતી ફેકલ્ટી ન હોવાથી કેન્દ્રીય રેટિંગ બોર્ડે કોલેજોની માન્યતા રદ કરી છે

હોમિયોપથી કોલેજો નવા શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી નહીં હોવાથી તેમની માન્યતા રદ કરવાનો કેન્દ્ર સરકારના રેટિંગ બોર્ડે નિર્ણય લીધો છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, તમારા અને કોલેજોના ઝઘડામાં વિદ્યાર્થીઓને સહન કરવાનું આવે છે. દર વર્ષે આ ઝઘડા આવે છે પણ તેનો કાયમી ઉકેલ કેમ આવતો નથી?

કેન્દ્ર સરકારના મેડિકલ એસેસમેન્ટ ઓથોરિટીએ એવી રજૂઆત કરી હતી કે, સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હોમિયોપથીએ પણ આ કોલેજોને નેગેટિવ માર્કિંગ આપ્યું છે. કોલેજોમાં પૂરતા પ્રમાણમાં ફેકલ્ટી નથી. અને હીયરિંગ કમિટીએ તેમને સાંભળ્યા હતા પરતું કોઇ યોગ્ય જવાબ નહીં મળતા માન્યતા રદ કરી છે. આ અંગે કોલેજોએ હાઈકોર્ટમાં સિંગલ જજ સામે અરજી હતી.

સિંગલ જજે પણ કેન્દ્રના નિર્ણયને અયોગ્ય ઠેરવ્યો હતો. સિંગલ જજના ચુકાદાને મેડિકલ એસેસમેન્ટ ઓથોરિટીએ ખંડપીઠમાં પડકાર્યો હતો. તેમાં રજૂઆત કરી હતી કે, કોલેજો બદઇરાદાપૂર્વક વિદ્યાર્થીઓને પ્રવેશ આપતી નથી. હોમિયોપથી કોલેજો દ્વારા દલીલ કરાઇ હતી કે, અમે વર્ષ 2020માં અરજી કરી હતી. અમે ઓનલાઇન ભણાવવા મંજૂરી માંગી હતી,પણ તે ફગાવી દેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...