તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રથયાત્રામાં ફરી ભાસ્કર અગ્રેસર:ફરીવાર DBનો અહેવાલ સચોટ ઠર્યો, 30મી જૂને લખ્યું હતું કે રથયાત્રા નીકળશે જ અને 12 વાગ્યા પહેલા ત્રણેય રથ નિજ મંદિરે પહોંચશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૃહ વિભાગના સૂત્રોના આધારે રથયાત્રાનો બિગ બ્રેકિંગ અહેવાલ આપ્યો હતો

કોરોના મહામારીની ત્રીજી લહેરની દહેશત વચ્ચે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા પૂર્ણ થઈ ગઈ છે. રાજ્ય સરકારે સરકારે રૂટ પર કર્ફ્યૂ લાદી રથયાત્રા યોજવાનો નિર્ણય લીધો હતો. ત્યાર બાદ આજે 23 હજાર પોલીસ કર્મીઓ વચ્ચે રથયાત્રા નીકળી હતી. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથ નિજ મંદિરે પહોંચી ગયા છે.

DivyaBhaskarએ 30મી જૂને લખ્યું હતું રથયાત્રા નીકળશે જ અને 12 વાગ્યા પહેલા ભગવાનના રથ નિજ મંદિર પહોંચશે, જે આજે સચોટ ઠર્યો છે. DivyaBhaskarએ સૌથી પહેલા ગૃહ વિભાગના સૂત્રોના આધારે રથયાત્રાનો બિગ બ્રેકિંગ અહેવાલ આપ્યો હતો. જે આજે અક્ષરશઃ સાચો પડ્યો છે.

આ પહેલા DivyaBhaskarએ 18 જૂને લખ્યું હતું કે પૂરા મોડલથી રથયાત્રા યોજાઈ શકે છે. જે પુરી મોડલથી એટલે કે રૂટ પર કર્ફ્યૂ સાથે રથયાત્રા નીકળી હતી.

વાંચો 18 જૂને આપેલો સંપૂર્ણ અહેવાલ

30 જૂને ગૃહ ખાતાના સત્તાવાર સૂત્રોએ ભાસ્કરને સાચી માહિતી આપી
ત્યાર બાદ DivyaBhaskarની ટીમે રથયાત્રા પર થતી એક-એક મૂવમેન્ટ પર નજર રાખી હતી. આ સમયે સરકારથી લઈ મંદિર અને મીડિયામાં રથયાત્રા યોજવા અંગે અવઢવ ચાલી રહી હતી, પરંતુ DivyaBhaskarએ સૂત્રોને કામે લગાડીને સત્તાવાર રીતે અંદરની માહિતીમાંથી બિટવીન ધ લાઈન્સ પકડીને 30મી જૂને રથયાત્રા નીકળશે જ એવો અહેવાલ આપીને બિગ બ્રેકિંગ કર્યું હતું.

અનેકવાર એક્સક્લૂઝિવ, ઈન્વેસ્ટિગેટિવ અને DB ફર્સ્ટ અહેવાલો રજૂ કર્યા
​​​​​​​
રથયાત્રાના બિગ બ્રેકિંગ પહેલાં પણ DivyaBhaskarએ અનેકવાર એક્સક્લૂઝિવ, ઈન્વેસ્ટિગેટિવ અને DB ફર્સ્ટ ટેગ સાથે અહેવાલો રજૂ કર્યા હતા. આ અહેવાલોને કારણે અનેક નિર્ણયો પાછા લેવા પડ્યા હતા તો અનેક અહેવાલો અક્ષરશઃ સાચા સાબિત થયા હતા. આમ DivyaBhaskar એક્સક્લૂઝિવ અને ઈન્વેસ્ટિગેટિવ અહેવાલોમાં અગ્રેસર રહ્યું છે.

DBએ સિવિલનો 'મોતનો ખેલ' ઉઘાડો પાડ્યો
કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરમાં મૃતદેહોના ઢગલા થયા હતા. આ ભયાવહતાને ગુજરાતના લોકો વર્ષો સુધી ભૂલી નહીં શકે. જોકે ગુજરાત સરકારે કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવ્યા એ પણ હકીકત છે. ફક્ત અમદાવાદ 1200 બેડની સિવિલ કોવિડ હોસ્પિટલમાં જ રોજ જેટલાં મૃત્યુ થતાં હતાં એ આંકડો ઘણીવાર આખા ગુજરાતના સત્તાવાર મૃત્યુઆંક કરતાં પણ વધી જતો હતો.

વાંચો સંપૂર્ણ અહેવાલ

અમદાવાદ એરપોર્ટ પર પિક-ડ્રોપ ચાર્જના નામે થતી ‘લૂંટ’ અટકાવી
​​​​​​​​​​​​​​​​​​​​​અદાણી ગ્રુપ સંચાલિત અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલથી ફ્રી પિક-અપ ડ્રોપનો ગાળો 10 મિનિટથી ઘટાડીને 5 મિનિટ કરવામાં આવ્યો હતો, જેને પગલે DivyaBhaskar ન્યૂઝ એપની ટીમે ખરેખર 5 મિનિટમાં સામાન ઉતારીને બહાર જઈ શકાય કે નહીં એ અંગેનું રિયાલિટી ચેક કર્યું હતું. આ રિયાલિટી ચેકમાં સામે આવ્યું હતું કે 500 મીટરના રોડ પર 1 સ્પીડબ્રેકર, 3 વળાંક પિક-અપ ડ્રોપ પોઈન્ટ પરનો ટ્રાફિક અને મુસાફરનો સામાન વગેરે અવરોધરૂપ બની શકે છે. ઇકો હોય કે ઓડી, કોઈપણ વાહન માટે આટલા સમયમાં બહાર નીકળવું અસંભવ હોવાનું સામે આવ્યું હતું.

વાંચો સંપૂર્ણ અહેવાલ

તંત્રએ ઝૂંપડાં પર બુલડોઝર ફેરવ્યું તો DB બન્યું ગરીબોનો અવાજગુજરાતના રાજકારણીઓ હોય કે કાયદો સંભાળનાર પોલીસ, પ્રજાના પ્રશ્નો હોય કે સમસ્યા, 24 કલાક ન્યાય અને માત્ર ન્યાય માટેના હેતુસર DivyaBhaskarમાં સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવે છે, જેની વધુ એક અનુભૂતિ આજે જોવા મળી હતી. શાહપુરમાં તંત્રએ દબાણ હટાવતાં અનેક પરિવારો બેઘર બની ગયા હતા અને બાળકો સાથે ફૂટપાથ પર કાતિલ ઠંડીમાં રહેતાં હતાં. આ અંગે DivyaBhaskarએ ગરીબોનો અવાજ બની માસૂમોની પોકાર સાથે સ્પેશિયલ સ્ટોરી કરી હતી. માત્ર એટલું જ નહીં, જ્યારથી તંત્રએ ગરીબોનાં ઝૂંપડાં પર બુલડોઝર ફેરવ્યું છે ત્યારથી લઈ સતત 4 જેટલા અહેવાલો પ્રકાશિત કરી ગરીબોનો અવાજ ઉઠાવ્યો હતો.

વાંચો સંપૂર્ણ અહેવાલ