તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB ઈમ્પેક્ટ:એશિયાની સૌથી મોટી હોસ્પિટલમાં દર્દીઓ અને સ્વજનો રામ ભરોસે હોવાના અહેવાલ બાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટે જવાબદારો પાસે જવાબ માંગ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્ટ્રેચર સ્વજનો ખેંચાવવા સામે રાજદીપના આઉટસોર્સિંગ સ્ટાફ અને વ્યવસ્થા કરતા વ્યક્તિ પાસે રિપોર્ટ મંગાશે સિવિલમાં આઈએએસ અધિકારીની રહેમનઝર હેઠળ ચાલતી સલામતી વિભાગના મુખ્ય અધિકારીને નોટિસ

એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં મોડી રાતે દર્દીઓ ભગવાન ભરોસે અને દર્દીઓના સગાને જાતે સ્ટ્રેચરમાં તેમના દર્દીને લઈ જવા પડે છે, વોર્ડમાં કૂતરાઓ અને દર્દીઓ બહાર તે અંગે Divyabhaskarએ સ્ટિંગ ઓપરેશન કર્યું હતું. DBના આ સ્ટિંગ ઓપરેશનની ગંભીર નોંધ સિવિલ હોસ્પિટલના તંત્રએ લીધી છે. સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ દ્વારા મુખ્ય સલામતી અધિકારી અને સેનેટરી ઇન્સ્પેક્ટર પાસે ખુલાસો માગ્યો છે. સ્ટિંગ ઓપરેશનનો વીડિયો જોવા માટે આ લિંક ક્લિક કરો

DB સ્ટિંગના આધારે સલામતી અધિકારી અને ઈન્સ્પેક્ટર પાસે ખુલાસો મંગાયો
હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે ખુલાસો માંગ્યો છે કે, 30 માર્ચના રોજ રાતે વિભાગના કર્મચારીઓ કઈ કઈ જગ્યાએ કેટલા હાજર હતા. તેઓને ક્યાં પ્રકારની કામગીરીની સૂચના આપવામાં આવી હતી. તેઓએ ક્યાં પ્રકારની કામગીરી કરી હતી તે સેનેટરી સુપરવાઈઝરના નિવેદનો સાથે મોકલી આપવામાં આવે. સલામતી વિભાગના ટ્રોમા સેન્ટર અને સિવિલ હોસ્પિટલમાં સલામતી શાખાના ક્યાં ક્યાં કર્મચારીઓએ માસ્ક પહેર્યા હતા. શું કામગીરી કરી હતી અને સુપરવાઈઝરે લીધેલા રાઉન્ડની વિગત આધાર પૂરાવા સાથે એક દિવસમાં હેવાલ મોકલી આપવો તેમ કહેવામાં આવ્યું છે.

Divyabhaskarએ અસારવા સિવિલની સ્થિતિ ચકાસી હતી
ગુજરાતમાં હાલ કોરોનાનો કહેર છે. ત્યારે કોરોનાના નિયમોની ગાઈડલાઈન્સ દરેકને પાલન કરવી પડે છે. રાતે 9 વાગે શહેરમાં કર્ફ્યૂ લાગી જાય છે, ત્યારે પણ હોસ્પિટલમાં દર્દીઓની અવરજવર સતત ચાલુ રહે છે. અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં રાતે શું સ્થિતિ હતી એ જાણવા દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો હતો. જેમાં રાતે 9.45 વાગે સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં જતાં ઘણી ભીડ હતી. નાઈટનો સ્ટાફ કામ કરી રહ્યો હતો. એવા સમયે એક સ્ટેચરને એક મહિલા અને એક પુરુષ ધક્કો મારી રહ્યાં હતાં. આ કોઈ સ્ટાફ કે સર્વન્ટ ન હતા, પણ દર્દીનાં સ્વજન જ હતાં. તેમણે કહ્યું હતું કે, અહીં અમને સ્ટ્રેચર પર દર્દીને સુવડાવીને જવા માટે કહ્યું હતું, અમને કોઈ સ્ટ્રેચર ખસેડવા મદદ કરતું નથી. એટલું જ નહીં, આ સ્ટ્રેચર પર એક માસૂમ બાળક પણ હતું. આ સ્ટ્રેચર ખસેડવા માટે ખૂબ મોટો કોન્ટ્રેક્ટ આઉટસોર્સિંગથી આપવામાં આવ્યો છે, પણ તેઓ ક્યાંય દેખાતા નથી અને દર્દી તથા તેમનાં સ્વજન ભગવાન ભરોસે જ હતાં.

હોસ્પિટલમાં કૂતરાઓનો ત્રાસ
હોસ્પિટલમાં આગળ જતાં મોટી સંખ્યામાં દર્દીનાં સગાં રસ્તા પર બેઠાં હતાં, તેમાં કેટલાક દર્દી હોસ્પિટલમાં દાખલ હોવાની જગ્યાએ નીચે સૂતા હતા. આવાં અનેક દૃશ્યો ત્યાં જોવા મળ્યાં હતાં. બીજી તરફ રાતે હોસ્પિટલમાં રખડતા કૂતરાનો ખૂબ ત્રાસ જોવા મળ્યો હતો, જેને કારણે દર્દીનાં સગાં પણ ચિંતિત હતાં. રાતે સિક્યોરિટી ગાર્ડ કૂતરા ભસતા હતા.

સ્વજનો ખેંચતા સ્ટ્રેચર પર એક માસૂમ બાળક પણ હતું
સ્વજનો ખેંચતા સ્ટ્રેચર પર એક માસૂમ બાળક પણ હતું

માસ્ક સિક્યોરિટી ગાર્ડના મોઢા કરતાં વધારે હાથમાં
આ હોસ્પિટલમાં આગળ જતાં કેટલાય સિક્યોરિટી ગાર્ડ એવા જોવા મળ્યા કે જેમના હાથમાં માસ્ક હતું, પણ તેમણે પહેરવાની તસદી પણ લીધી ન હતી. આ પ્રકારે કઈ રીતે કોરોના પર કાબૂ મેળવશે એ એક પ્રશ્નાર્થ છે. આ જ સમયે હોસ્પિટલમાં બીજા એવા લોકો જોવા મળ્યા, જેઓ પોતાનાં સ્વજનના સ્ટ્રેચરને જાતે ધક્કા મારવા મજબૂર હતા. કારણ કે આઉટસોર્સિંગનો સ્ટાફ ક્યાંય દેખાતો ન હતો.

કોન્ટ્રેક્ટ છતાં સ્વજનોએ સ્ટ્રેચરને ધક્કા માર્યા
આ સમયે ત્યાંથી એક સ્ટ્રેચર પર 10.30 વાગે ડેડબોડી સ્ટ્રેચર પર લઈ જવાઇ રહી હતી, જેને મૃતકનાં સ્વજનો જ ધક્કો મારતાં હતાં. આ બધાની સાથે હોસ્પિટલમાં વોર્ડની બહાર અને પાર્કિગમાં જે સિક્યોરિટી ગાર્ડ હાજર હતા તેઓ એકદમ નિષ્ક્રિય જોવા મળ્યા હતા, જાણે અહીં આવતા લોકો દર્દીઓ ભગવાન ભરોસે હોય. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હાલ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સનો કોન્ટ્રેક્ટ રાજદીપ નામની કંપનીને આપવામાં આવ્યો છે, જેનું કામ દર્દીનાં સ્વજનોની જગ્યાએ સ્ટ્રેચર લઈ જવાનું તેમજ અન્ય વ્યવસ્થાનું છે. જ્યારે સિક્યોરિટીમાં પણ મળતિયાને કોન્ટ્રેક્ટ આપવામાં આવ્યો છે, પણ આ બધાની વચ્ચે દર્દીની અને તેમનાં સ્વજનની સ્થિતિ વધુ ખરાબ છે.

રાત્રે દર્દીઓ અને તેમનાં સ્વજનની સ્થિતિ ખરાબ હતી
રાત્રે દર્દીઓ અને તેમનાં સ્વજનની સ્થિતિ ખરાબ હતી

DB સ્ટિંગમાં સામે આવેલા સિવિલ હોસ્પિટલનો સમગ્ર ઘટનાક્રમ
9.30: ટ્રોમા સેન્ટરની બહાર સિક્યોરિટી ગપાટા મારતા હતા
9.45: ટ્રોમા સેન્ટરમાં ભીડ જોવા મળી, ક્યાંય કોવિડ ગાઈડલાઈન્સ પાલન ન જોવા મળ્યું
9.50: હોસ્પિટલમાં સ્ટ્રેચર પર દર્દીને લઈ જવાતો, પણ કોઈ સર્વન્ટ ન હતો; માત્ર સગાના ભરોસે
10.30: જનરલ લિફ્ટમાં ભીડ, કોઈ સોશિયલ ડિસ્ટન્સ નહીં
10.40: ત્રીજા માળે લોબીમાં કૂતરા ફરતા હતા અને સિક્યોરિટી ભગાડતો હતો
10.55: ગ્રાઉન્ડ ફ્લોર પર મૃતકને સ્ટ્રેચર પર લઈ જઈ રહેલાં સ્વજનો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો