તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB ઈમ્પેક્ટ:અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની ‘લૂંટ’ અટકી, અદાણી ગ્રુપે ફ્રી પીકઅપ-ડ્રોપનો સમય 5 મિનિટથી વધારીને 10 મિનિટ કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • બદલેલા નિયમનો આજ મધરાતથી જ અમલ કરાશે
  • ઓછી મોબિલિટી ધરાવતા પેસેન્જર્સ, બાળકો સાથેની માતાઓ અને સગર્ભાઓ માટે સ્પેશિયલ ડ્રોપ ઝોનની વ્યવસ્થા કરશે
  • વાહનોની અવર જવર સરળ બને તે હેતુથી પાર્કિંગ ફીની સાથે પાર્કિંગ ઝોન્સની વ્યવસ્થામાં પણ સુધારા કર્યા

અદાણી ગ્રુપ સંચાલિત અમદાવાદ એરપોર્ટ પર 1 એપ્રિલથી ફ્રી પિકઅપ-ડ્રોપનો ગાળો 10 મિનિટથી ઘટાડીને 5 મિનિટ કરવામાં આવ્યો હતો. જેને પગલે DivyaBhaskar ન્યૂઝ એપની ટીમે ખરેખર 5 મિનિટમાં સમાન ઉતારીને બહાર જઇ શકાય કે નહીં એ અંગેનું રિયાલિટી ચેક કર્યું હતું. આ રિયાલિટી ચેકમાં સામે આવ્યું હતું કે 500 મીટરના રોડ પર 1 સ્પીડબ્રેકર, 3 વળાંક પિક-અપ ડ્રોપ પોઈન્ટ પરનો ટ્રાફિક અને મુસાફરનો સામાન વગેરે અવરોધરૂપ બની શકે છે. ઇકો હોય કે ઓડી, કોઈપણ વાહન માટે આટલા સમયમાં બહાર નીકળવું અસંભવ હોવાનું સામે આવ્યું હતું.

આ અહેવાલ પ્રકાશિત થયાના 24 કલાકમાં જ અદાણી ગ્રુપે ફ્રી પિકઅપ-ડ્રોપનો ગાળો ફરી વધારીને 10 મિનિટનો કર્યો છે. જે આજ મધરાતથી લાગુ થઈ જશે.

DivyaBhaskarએ કરેલા રિયાલિટી ચેકનો સંપૂર્ણ અહેવાલ અહીં વાંચો

મુસાફરો વાહનો પાર્કિંગ એરિયામાં જ પાર્ક કરવા માટે સહકાર આપે
આ અંગે અદાણી એરપોર્ટે જારી કરેલી પ્રેસ રીલિઝમાં જણાવ્યું હતું કે, અમે શ્રેષ્ઠ એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આપવા માટે પ્રતિબદ્ધ છીએ. આ ફેરફાર સાથે અમે પેસેન્જર્સ અને મુલાકાતીઓને વિનંતિ કરીએ છીએ કે, જો તેઓ એરપોર્ટ પ્રિમાઈસિસમાં લાંબો સમય રોકાવા માગતા હોય તો પોતાના વાહનો પાર્કિંગ એરિયામાં જ પાર્ક કરવા માટે સહકાર આપે. જેનાથી પિક અને ડ્રોપ એરિયામાં એકસૂત્રતા જળવાશે.

મુસાફરોએ ચૂકવેલા વધારાના પાર્કિંગ ચાર્જનો DB ફર્સ્ટ પર્સન અહેવાલ અહીં વાંચો

પાર્કીંગ ફીની સાથે સાથે પાર્કિંગ ઝોન્સની વ્યવસ્થામાં પણ સુધારા કર્યા
AAIAL(અદાણી એરપોર્ટ અમદાવાદ લિમિટેડ) મેનેજમેન્ટે પિક અને ડ્રોપ નો ગાળો 5 મિનિટથી વધારીને 10 મિનિટ કરવાનો નિર્ણય કર્યો છે. જેનો આજ મધરાતથી અમલ કરવામાં આવશે. આગામી સમયમાં અમે ઓછી મોબિલિટી ધરાવતા પેસેન્જર્સ, બાળકો સાથેની માતાઓ અને સગર્ભાઓ માટે સ્પેશિયલ ડ્રોપ ઝોનની વ્યવસ્થા કરીશું. તેમજ એરપોર્ટ સંકુલમાં વાહનોની અવર જવર સરળ બને તે હેતુથી અમે પાર્કીિગ ફીની સાથે સાથે પાર્કિંગ ઝોન્સની વ્યવસ્થામાં પણ સુધારા કર્યા છે.

મુસાફરોને પડતી હાલાકી અંગે દિવ્યભાસ્કરે રિયાલિટી ચેક કર્યું ત્યારની તસવીર.
મુસાફરોને પડતી હાલાકી અંગે દિવ્યભાસ્કરે રિયાલિટી ચેક કર્યું ત્યારની તસવીર.

વર્ષે 1 કરોડ જેટલા મુસાફરોની અવર જવર
અમદાવાદ એરપોર્ટ પર વર્ષ 2018-2019માં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મળીને 1.1 કરોડ પ્રવાસીઓનો ટ્રાફિક રહ્યો હતો. 2017-18માં આ સંખ્યા 91 લાખ જેટલી હતી.

1 એપ્રિલે DivyaBhaskarએ કરેલું રિયાલિટી ચેક

સ્ટેપ-1: પાર્કિંગ પોઈન્ટ પર એન્ટ્રી
એરપોર્ટના પીકઅપ અને ડ્રોપનો પાર્કિંગનો ચાર્જ લેવાય છે તે રસ્તાનું અંતર 500 મીટર છે. આ રસ્તા પર જ્યારે કોઈ વ્યક્તિ ટુ વ્હીલર કે ફોર વ્હીલર લઈને આવે ત્યારે તેને પાર્કિંગ પોઇન્ટ પર રોકવામાં આવે છે અને તેને એક પાર્કિંગની સ્લીપ આપવામાં આવે છે. જેમાં પાર્કિંગમાં પ્રવેશતી વખતનો સમય અને તેમના વાહનનો નંબર નોંધવામાં આવે છે. ત્યારબાદ 5 મિનિટનો સમય શરૂ થઈ જાય છે. જો આ દરમિયાન એ રસ્તા પર વાહનોની લાઇન હોય તો 1 મિનિટ જેટલો સમય ટિકિટ લીધા પછી પણ લાગી શકે છે.

સ્ટેપ-2: 20 મીટરના અંતરે ઉંચુ સ્પીડ બ્રેકર અને એક વળાંક
પાર્કિગ સ્લીપ લીધા પછી 20 મીટરના અંતરે સ્પીડ બ્રેકર આવે છે આ સ્પીડ બ્રેકર ઊંચું હોવાથી કોઈ પણ વાહન 10થી વધારેની સ્પીડથી તેને કૂદાવે તો તેના વાહનને નુકસાન પહોંચી શકે છે. આ સ્પીડ બ્રેકર પછી તુરંત જ એક વળાંક આવે છે. જ્યાં લોકોની ગાડી પહેલેથી જ ઉભી હોય છે, જેથી તેઓ જ્યાં સુધી આગળ ન વધે ત્યાં સુધી વળાંક આગળ જ ગાડી ને ઉભું રહેવું પડે છે. આ તમામ ગતિવિધિ પુરી થાય ત્યાં સુધીમાં તો 3 મિનિટનો સમય વીતી ગયો હોય છે.

સ્ટેપ-3: પેસેન્જર અને સામાનને ઉતારવાની પ્રક્રિયા
પીક-અપ ડ્રોપ પોઈન્ટ પર પહેલા વાહન ઉભું રહે છે. ત્યાર પછી પેસેન્જર નીચે ઉતરે અને સામાન પણ ઉતારે છે. ત્યારબાદ તેઓ તેમની હેન્ડબેગ અને લગેજ ચેક કરે છે. આ કામ પુરું થાય ત્યાં તેમને મુકવા આવેલા તેમના રિલેટિવને આવજો કહે તેમાં લગભગ બીજી 3 મિનિટ જેટલો સમય લાગે છે. એટલે હજી ગાડી બહાર નીકળી નથી અને તેને 6 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આમ વાહન ચાલકને 90 રૂપિયા તો ભરવા જ પડશે.

સ્ટેપ-4: મુસાફરોને છોડીને બહાર નીકળતા બે વળાંકહવે મુસાફરને છોડી ગાડી લઈને તેમના રિલેટિવ બહાર તરફ જાય છે, જ્યાં તેઓને નીકળતા વચ્ચે બીજા બે વળાંક આવે છે. આ સમયે તેમની પાસે ગમે તેવી સુપરકાર હોય તો પણ તેઓ ઝડપથી નીકળી ન શકે. બહાર નીકળતી વખતે પાર્કિગ પોઈન્ટ પર આ પાર્કિંગ સ્લીપ બતાવવી પડે છે. જેમાં તેઓ સમય જોઈને ચાર્જ વસુલે છે.

સ્ટેપ-5: પાર્કિંગ પોઈન્ટના કાઉન્ટર લાઈન હોય તો?
જોકે આમાં પણ પાર્કિગ પોઇન્ટના કાઉન્ટર પર લાઇન હોય તો તેમનો 1-2 મિનિટ જેટલો સમય નીકળી જાય છે. જેમાં નવા નિયમને કારણે જો કોઈ પાર્કિંગ કર્મી સાથે ઘર્ષણ કરે તો પાછળ ઉભેલી કાર ભલે 4 મિનિટમાં બહાર આવી હોય પણ તેઓનો નંબર જ્યાં સુધી પાર્કિંગ પોઇન્ટ પર ન આવે ત્યાં સુધી તેમની 5 મિનિટનું કાઉન્ટડાઉન ચાલુ જ હોય છે .આ પાર્કિંગ ચાર્જની મોટી રકમ જોઈને તો રીક્ષા ચાલક એરપોર્ટ બહારથી જ મુસાફરોને ડ્રોપ કરીને જતા રહે છે.

સ્ટેપ-6: CISFનું ચેકિંગ
DivyaBhaskarના રિયાલિટી ચેકમાં એક બાબત સામે આવી કે આ 5 મિનિટના સમયમાં કોઈ મુસાફરના રિલેટિવ ઝડપથી બહાર ન નીકળી શકે, કારણે તેમાં એને ઘણા અવરોધ આવે છે. જેમાં 1 સ્પીડ બ્રેકર, 3 વળાંક પીક-અપ ડ્રોપ પોઈન્ટ પરનો ટ્રાફિક અને મુસાફરનો સામાન વગેરે અવરોધરૂપ બની શકે છે. સાથે સાથે એરપોર્ટ પર CISFના જવાનોનું સતત પેટ્રોલિંગ થતું હોય છે. જેમાં કેટલાક મુસાફરો પીક-અપ ડ્રોપ પોઈન્ટ આગળ લગેજ કે કોઈ વાંધાજનક વસ્તુ છોડી જતા હોય છે.

CISFને દિવસ દરમિયાન આવી 5-6 લાવારીસ વસ્તુ મળી આવે છે, પરંતુ પહેલા તેને દૂરથી ચેક કરવામાં આવે છે અને મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવે છે. આ દરમિયાન પ્રોટોકોલ મુજબ તમામ લોકોને રોકી રસ્તો બંધ કરી દેવામાં આવે છે. જેમાં 5-10 મિનિટ જેટલો સમય લાગે છે આજે પણ આવી ઘટના બની હતી. જેના કારણે 10થી 12 લોકોને રોકાવું પડ્યું અને તેઓએ 90-90 રૂપિયા જેટલો ચાર્જ ચૂકવ્યો હતો. જોકે ઇકોથી લઈને ઓડી કોઈ પણ ગાડી હોય એ 5 મિનિટમાં એરપોર્ટ માં પીકઅપ ડ્રોપ કરીને ન જઇ શકે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો