તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગુજરાતભરમાં કોલેજોના પ્રથમ વર્ષનું શૈક્ષણિક કાર્ય આજથી શરૂ થયું છે, તો બીજી તરફ, યુવાઓનો સૌથી મોટો ફેવરિટ વેલેન્ટાઈન ડે પણ નજીક આવી રહ્યો છે, ત્યારે પ્રથમ વર્ષમાં કોલેજનું પ્રથમ વખત પગથિયું ચઢનારા વિદ્યાર્થીઓમાં કોરોનાના ફિયર કરતાં પણ વધુ વેલેન્ટાઈન ડે અને મિત્રો સાથેની મુલાકાતનું ચિયર વધુ જોવા મળ્યું હતું. વિદ્યાર્થીઓનું કહેવું છે કે ઓફલાઈન કોલેજ શરૂ થતા અભ્યાસ પર ધ્યાન વધુ આપીશું, સાથે સાથે મિત્રો સાથે ફરી એકવાર હરીફરી શકીશું. જ્યારે કોલેજોનું કહેવું છે કે કોરોનાને કારણે અમે સંપૂર્ણ એસઓપીના પાલન સાથે શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું છે. દિવ્ય ભાસ્કરે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાની કોલેજોમાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો, જેમાં વિદ્યાર્થીઓમાં ફિયર કરતાં વધુ ચિયર જોવા મળ્યું હતું.
અમદાવાદ: ઓનલાઇન કરતાં ઓફલાઈન અભ્યાસમાં વધુ જાણવા મળશે: વિદ્યાર્થી
કોરોનાકાળમાં કોલેજો બંધ રહ્યા બાદ સરકાર દ્વારા તબક્કાવાર સ્કૂલો અને કોલેજો શરૂ કરવામાં આવી છે. ત્રીજા અને બીજા વર્ષ બાદ અમદાવાદમાં B.A, B.COM. સહિતના પહેલા વર્ષના વિદ્યાર્થીઓ આજથી કોલેજ શરૂ થતાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. કોરોનાના ફિયર અને વેલેન્ટાઈનના ઉત્સાહ વચ્ચે કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે કોલેજ આવી રહ્યા છે. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે આજથી કોલેજ ચાલુ થતાં નવા મિત્રો મળશે અને નવું જાણવા મળશે. વેલેન્ટાઈન ડે તો આવે જ છે, સાથે ભણવા પર ધ્યાન આપીશું. જોકે આજે શરૂ થયેલી કોલેજોમાં પહેલા વર્ષના વિદ્યાર્થીઓ ખૂબ ઓછા આવેલા જોવા મળ્યા હતા. વસ્ત્રાપુરની આર.જે. ટીબ્રેવાલ કોલેજની વિદ્યાર્થિની કાનન ગજ્જરે જણાવ્યું હતું કે નવું કેમ્પસ, નવી જગ્યા પર પહેલા દિવસે ખૂબ જ ખુશી થાય છે. નવા મિત્રો મળ્યા અને નવી શરૂઆત છે. ઓનલાઇન કરતાં ઓફલાઈન અભ્યાસમાં વધુ જાણવા મળે છે. ઘડતર અને સારો અભ્યાસ ઓફલાઈનમાં થાય છે.
રાજકોટ: 7 મહિનાથી ઓનલાઈન ભણ્યા બાદ આજે 200 વિદ્યાર્થીઓનું કોલેજમાં સ્વાગત
રાજકોટમાં આજથી કોલેજનો પ્રારંભ થઈ ગયો છે. વિદ્યાર્થીઓ એક વર્ષ બાદ કોલેજમાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત ચાલતી કોલેજોમાં આજથી ફર્સ્ટ યરનો અભ્યાસક્રમ શરૂ થઈ ગયો છે. બી.એ., બી.કોમ. અને BCA સહિતના પહેલા વર્ષનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે કોરોનાના ફિયર અને વેલેન્ટાઈનના ઉત્સાહ વચ્ચે કોલેજના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે કોલેજ આવી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે વેલેન્ટાઈન ડે કરતાં અભ્યાસ પર વધુ ધ્યાન આપીશું. કણસાગરા કોલેજના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનું છેલ્લા 6-7 મહિનાથી ઓનલાઈન શિક્ષણ ચાલુ હતું. આજે કોલેજમાં 200 વિદ્યાર્થી છે, એટલે હવે ડરનું વાતાવરણ ઓછું થયું છે. આ સરકારની SOP મુજબ તૈયારી કરી છે. તમામ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું છે. કોલેજ દ્વારા એક કિટ આપવામાં આવી છે. આજે વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને આવ્યા છે અને આગામી દિવસોમાં વધુ વિદ્યાર્થીઓ આવશે એવું લાગી રહ્યું છે.
સુરત: ઘણા સમયથી આ પળની રાહ જોતા હતા કે ક્યારે કોલેજ શરૂ થાય: વિદ્યાર્થી
આજથી સુરતની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ શરૂઆત કરી હતી. સુરતની જાણીતી ફેશન ડિઝાઇનિંગ કોલેજના વિદ્યાર્થીઓએ આજે કોલેજમાં પ્રવેશ કર્યો હતો. એક વર્ષ કરતાં લાંબા અંતરાલ બાદ વિદ્યાર્થીઓએ ખૂબ જ (ચિયરફુલ) ઉત્સાહભેર વાતાવરણમાં શાળાની પહેલાં કોલેજના પહેલા દિવસે પ્રવેશ કર્યો હતો. ચારેય તરફ ભયના માહોલથી જાણે મુક્ત હોય એ રીતે પહેલી વખત વિદ્યાર્થીઓના ચહેરા પર ઉત્સાહ અને આનંદ છવાયેલો જોવા મળ્યો હતો. વિદ્યાર્થિની આયુષી પટેલે જણાવ્યું હતું કે લાંબા સમય બાદ કોલેજ આવવાનો ઉત્સાહ અલગ છે, ઘણા સમયથી રાહ જોતા હતા કે સરકાર ક્યારે કોલેજ શરૂ કરવાની મંજૂરી આપે; આખરે સરકારે ખૂબ જ સારો નિર્ણય લીધો છે અને કોલેજો શરૂ કરવા માટેની મંજૂરી આપી છે. અમે તમામ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણ ન થાય એને ધ્યાનમાં રાખીને એકસાથે કોલેજમાં પ્રવેશ મેળવી રહ્યા છે અને સરકારે જે ગાઈડલાઈન્સ આપી છે એનું પાલન કરી રહ્યા છે.
વડોદરામાં વિદ્યાર્થીઓમાં ફિયર, એકપણ વિદ્યાર્થી ન આવ્યાો, કેમ્પસ ખાલી
પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ કોલેજમાં ન આવ્યા. વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટી, ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટી અને લૉ ફેકલ્ટી સહિતની તમામ ફેકલ્ટીઓમાં દિવ્ય ભાસ્કરે તપાસ કરતાં પહેલા વર્ષનો એક પણ વિદ્યાર્થી જોવા મળ્યો નહોતો. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષની પરીક્ષા ચાલી રહી છે, તો ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષની પરીક્ષા ચાલી રહી છે. પરીક્ષાઓ ચાલતી હોવાથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ પહેલા દિવસે કોલેજ કેમ્પસમાં આવ્યા નહોતા અને કેમ્પસ ખાલીખમ જોવા મળ્યું હતું. ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન પ્રો. અરુણ પ્રતાપે જણાવ્યું હતું કે ફર્સ્ટ યરના ક્લાસ શરૂ કરવાની પરવાનગી આપી છે, પરંતુ, કોરોના ગયો નથી. ફર્સ્ટ યરના 700થી વધુ વિદ્યાર્થીઓ આવવા ઉત્સુક છે, પરંતુ બને એટલું ઓનલાઇન ભણાવાશે. પ્રેક્ટિકલના ડેમો રેકોર્ડ કરીને શિખવાડીએ છીએ. જે ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલની જરૂર હશે તેમને કોલેજ બોલાવીશું.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.