અમદાવાદ નવરાત્રિ:કોઈ કહેજો કાનુડાને જઈ...આઠમા નોરતે 1 હજાર દીવડાના સ્વસ્તિક અનોખી આરતી, દેશી ગોરીઓની સેલ્ફી સાથે ગરબાની રમઝટ

અમદાવાદ12 દિવસ પહેલા

આજે નવરાત્રિનું આઠમું નોરતું છે. નવરાત્રિના માત્ર બે દિવસ બાકી રહેલા ખેલૈયાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. આજે શહેરના નરોડા, જીવરાજ પાર્ક, શાહપુર તેમજ નવા વાસણા સહિતની સોસાયટીઓમાં શેરી ગરબાની રમઝટ ચાલી રહી છે. દેશી ગોરીઓ ટ્રેડિશનલ ડ્રેસ પહેલી સેલ્ફીની મજામાણતી જોવા મળી હતી તો નાના બાળકો ગરબા ગ્રાઉન્ડ પર મસ્તી કરતા નજરે પડ્યા હતા. આજે આઠમ હોવાથી અનેક જગ્યાઓ પર વિષેશ પૂજાનું પણ આયોજન કરાયું હતું. તેમજ નાસ્તો તેમજ લાણીની પણ વ્યવસ્થાઓ જોવા મળી હતી. અમદાવાદના સુરધારા સર્કલ પાસે 1000 દીવડાનો સ્વસ્તિક બનાવી અનોખી આરતી કરવામાં આવી હતી.

તારક મહેતા...ની અંજલી પર્લ બંગલો, ઘુમા
તારક મહેતા...ની અંજલી પર્લ બંગલો, ઘુમા

નવરાત્રિના 8મા નોરતે શહેરની સોસાયટી, શેરીઓ, ફાર્મ હાઉસોમાં ગરબાની રમઝટ જામી
આસોની રઢિયાળી રાતો આજીવન યાદ રહે એવી કેટકેટલી સોગાતો લઈ આવે છે. ગરબે હાથ સાથે હાથની મળતી તાળીઓ નવાં નોરતાંની સાખે મન-ઉમંગમાં કેવાં કેવાં ઓરતાનાં અજવાળાં પાથરે છે, એ તો જેણે રંગતાળીનો રણકાર માણ્યો હોય એ જ જાણે. આ વખતે કોરોનાને કારણે શેરી, સોસાયટીઓમાં ગરબાની રમઝટ જામી છે. નવરાત્રિના આઠમા નોરતે શહેરની સોસાયટી, શેરીઓ, ફાર્મ હાઉસોમાં ગરબાની રમઝટ જામી હતી. ઘુમા પાસે આવેલા એક ફાર્મમાં આઠમા નોરતે મોટી સંખ્યામાં લોકોએ માની ગરબારૂપી આરાધના કરી હતી.

ફાર્મ હાઉસોમાં ગરબાની રમઝટ જામી.
ફાર્મ હાઉસોમાં ગરબાની રમઝટ જામી.

મંગળવારે યંગસ્ટરો ઝૂમ્યાં ગરબાના તાલે
આ વર્ષે અમદાવાદમાં અલગ જ પ્રકારની નવરાત્રિનું આયોજન કરાયું છે. પાર્ટી પ્લોટ તેમજ ક્લબો બંધ રહેતાં માત્ર શેરી ગરબાથી જ ખેલૈયાઓ નવરાત્રિની મજા માણી રહ્યા છે. ગઈકાલે નવરાત્રિનું સાતમું નોરતું હતું. શહેરના વેજલપુર, સરસપુર, નારણપુરા, સાબરમતી, સેટેલાઈટ, બોપલ, સરખેજ, બાપુનગર, નરોડા, રાણીપ, ગોતા, ચાંદખેડા, બોપલ, ઘાટલોડિયા, થલતેજમાં ગરબાનાં આયોજન કરાયું હતું, જેમાં નાનાં બાળકોથી લઈને યંગસ્ટરો ગરબાના તાલે ઝૂમી રહ્યાં હતા. ઘોડાસરના સાર્થક ટેનામેન્ટમાં પણ ગરબાની રમઝટ બોલાવી હતી.

નાનાચીલોડામાં ખેલૈયાઓ અલગ-અલગ વેશભૂષામાં ગરબા રમતા નજરે પડ્યાં
નાનાચીલોડામાં ખેલૈયાઓ અલગ-અલગ વેશભૂષામાં ગરબા રમતા નજરે પડ્યાં

સોમવારે શેરીઓમાં જામી હતી ખેલૈયાઓની રમઝટ
સોમવારે છઠ્ઠા નોરતે ખેલૈયામાં થનગનાટ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં વિવિધ સોસાયટીઓ અને ફ્લેટ ખાતે શેરી ગરબાના આયોજન કરાયા છે. ગઈકાલે મોર્ડન સ્ટાઈલથી ગરબાની રમઝટ બોલાવી રહ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે શેરી ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં કર્મચારીઓએ ગરબા રમ્યાં હતા. જ્યારે સાણંદના કલ્હાર બંગલો ખાતે ગરબા રમતી મહિલાઓએ ઠુમકાં પણ કર્યા હતા. દરમિયાન મર્યાદિત સંખ્યામાં શેરી ગરબાના આયોજન કરાયા હોવાથી લોકો પોતાની સોસાયટી અને ફ્લેટના કોમન પ્લોટમાં ગરબા રમી રહ્યાં હતા.

ઇસ્કોન ગ્રીન સોસાયટી, ઘુમા
ઇસ્કોન ગ્રીન સોસાયટી, ઘુમા

રવિવારે ગરબાની રમઝટ બોલાવી
અમદાવાદ શહેરમાં વિવિધ સોસાયટીઓમાં પણ ગરબાની ધૂમ મચી છે. શહેરના વેજલપુર વિસ્તારના સમ્યક એપાર્ટમેન્ટમાં ગરબાની સાથે સાથે ટીમલી ડાન્સ પણ ખેલૈયાઓ માણ્યા હતા. તો બીજી તરફ સેટેલાઇટ વિસ્તારમાં શરણમ-6માં પણ સ્થાનિક રહીશોએ એક વર્ષ બાદ તહેવારની ઉજવણી માટે મળેલી તકને ઝડપીને ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. બોપલ વિસ્તારમાં આવેલી હરીઓમ રેસીડેન્સીમાં ખેલૈયા ગરબા રમ્યાં હતાં. મોટેરાની સાંઈ શ્રધ્ધા રેસિડેન્સી ખાતે ગરબા કરાયા હતા. જ્યારે નિકોલની શિવપાર્ક સોસાયટીમાં ગામઠીસ્ટાઈલમાં રંગબેરંગી લાઈટિંગ વચ્ચે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.

દેવ 181 સોસાયટી, બોપલ
દેવ 181 સોસાયટી, બોપલ

શનિવારે બાળકોથી લઈ મોટેરા ટીમલીસ્ટાઈલ ગરબા રમ્યા
ત્રીજા અને ચોથા નોરતે અમદાવાદની વિવિધ સોસાયટીઓ, શેરીઓ અને પોળોમાં લોકોએ ઉત્સાહથી ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રિમાં આ વર્ષે શેરી ગરબાની જ છૂટ છે ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં શેરી ગરબાના આયોજન કરાયા છે. જ્યાં ખેલૈયાઓ પરંપરાગત અને મોર્ડન સ્ટાઈલમાં ગરબા રમ્યાં હતાં. તો શાહીબાગ વિસ્તારમાં બાળકોથી લઈ મોટેરા ટીમલી સ્ટાઈલમાં ગરબા રમતાં જોવા મળ્યા હતા. યુવાઓમાં ટીમલી રમવાનો અનેરો ઉત્સાહ હતો. ગોદરેજ ગાર્ડન સિટી પાસે આવેલી શુભવાસ્તુ હાઈટ્સમાં પણ ખેલૈયાઓએ પરંપરાગત રીતે ગરબાની રમઝટ બોલાવી હતી.

શ્રી સદન ફ્લેટ, નવા વાસણા
શ્રી સદન ફ્લેટ, નવા વાસણા

શુક્રવારે બીજા નોરતે વિવિધ વિસ્તારોમાં ખેલૈયા ગરબા રમ્યા
સાઉથ બોપલ ઘુમા રોડ પરની ફ્લોરા એક્સોરાના ગરબાની રમઝટ બોલાવી હતી. તો નવા વાડજમાં ક્રિષ્ના ગરબા એકેડેમી ગ્રુપના એક સરખા પરિધાનોમાં મટકી સાથેના ગરબાની રમઝટ બોલાવી હતી. જ્યારે હાથીજણની ધર્મ વાટિકા ટાઉનશીપમાં શેરી ગરબામાં ખેલૈયાઓએ ગરબા રમ્યાં હતાં. શહેર જ નહીં જિલ્લામાં વિવિધ તાલુકા મથકો સહિત ગામ તળમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. બીજા નોરતે વિવિધ આયોજકોએ શુભ મુહૂર્તમાં મા જગદંબાનું સોસાયટી, શેરી, મહોલ્લામાં સ્થાપન કર્યું છે. બીજા નોરતે ખેલૈયાઓ મન મૂકીને રાસની રમઝટ બોલાવી હતી.

જીવન કમલસીની પોળ, શાહપુર દરવાજા
જીવન કમલસીની પોળ, શાહપુર દરવાજા

પહેલા નોરતે ખાસ ઉત્સાહ જોવા ન મળ્યો
અમદાવાદમાં નવરાત્રિ પર્વની ખેલૈયાઓ આતુરતાથી રાહ જોતાં હતા. ત્યારે બીજા નોરતે શેરી ગરબાના આયોજન થયા છે. ત્યારે શહેરની વિવિધ સોસાયટીઓ, પોળો અને શેરીઓમાં સ્થાનિકો દ્વારા મા જગદંબાની છબી, મૂર્તિની સ્થાપન કરી આરતી ઉતારી છે.

સાંઈ શ્રધ્ધા રેસીડેન્સી, સાબરમતી
સાંઈ શ્રધ્ધા રેસીડેન્સી, સાબરમતી
નંદદીપ સોસાયટી, બોપલ
નંદદીપ સોસાયટી, બોપલ
રામતીર્થ સોસાયટી, જીવરાજ પાર્ક
રામતીર્થ સોસાયટી, જીવરાજ પાર્ક
આરવી-156, સાઉથ બોપલ.
આરવી-156, સાઉથ બોપલ.
અન્ય સમાચારો પણ છે...