ફરિયાદ:અમદાવાદમાં પિતાનું ડેબિડ કાર્ડ ચોરી પુત્રી પ્રેમી સાથે ભાગી, 3 લાખ ઉપાડી લીધા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • પિતાને ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવતા ભાંડો ફૂટ્યો
  • અન્ય સામગ્રી પણ લઈ ગઈ, સરખેજ પોલીસ સ્ટેશનમાં પુત્રી, તેના પ્રેમી સામે પિતાની ફરિયાદ

સરખેજમાં રહેતી યુવતીને તેના જ વિસ્તારમાં રહેતા યુવક સાથે પ્રેમ થતાં લગ્ન કરવા માટે ઘરેથી પિતાનું એટીએમ કાર્ડ લઈને ભાગી હતી અને કુલ રૂ.2.86 લાખ ઉપાડ્યા હતા. આ અંગે યુવતીના પિતાએ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સરખેજમાં ઈશ્વરભાઈ ઠાકોર, પત્ની, બે દીકરા અને નાની દીકરી હેતલ સાથે રહે છે અને છૂટક કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરી હેતલના છૂટાછેડા થયા હોવાથી તે પિયેરમાં જ રહેતી હતી. થોડા દિવસ પહેલાં સરખેજમાં રહેતા વેનિસ ઉર્ફે મોન્ટુ ઠાકોર સાથે હેતલને પ્રેમ થતાં બંને લગ્ન કરવાનું નક્કી કરી ઘરેથી ભાગી ગયા હતા. ઘરેથી ભાગતી વખતે હેતલ થોડો સામાન પણ લઇ ગઈ હતી, જેની જાણ ઈશ્વરભાઈએ સરખેજ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

થોડા દિવસ પછી ઈશ્વરભાઈના એટીએમ કાર્ડમાંથી અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી રૂ.2.86 લાખ ઉપડી ગયાનું જણાતા તેમણે તપાસ કરી તો ઘરમાં એટીએમ કાર્ડ નહોતું, જેથી દીકરી હેતલ લગ્ન કરવા ભાગી ત્યારે કાર્ડ લઈને ભાગી ગઈ અને કાર્ડમાંથી પૈસા ઉપાડી લીધાની જાણ ઈશ્વરભાઈને થતા તેમણે હેલત અને વેનિસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને વિરુદ્ધ ચોરી સહિતનો ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...