તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:નવરંગપુરામાં દીકરાના ઘરે રહેવા આવેલાં સાસુને પુત્રવધૂએ વાળ ખેંચીને લાફા માર્યા

અમદાવાદ15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પુત્રવધૂના ત્રાસથી કંટાળીને દીકરાને નવો ફ્લેટ અપાવી જુદાે રહેવા મોકલી દીધાે હતાે

નવરંગપુરામાં દીકરાના ઘરે માતા રહેવા આવતાં પુત્રવધૂને ન ગમતા તેણે સાસુને વાળ ખેંચી લાફા માર્યા હતા. આ અંગે દીકરાએ તેની પત્ની સામે નવરંગપુરામાં ફરિયાદ કરી છે.

નવરંગપુરા પંજાબી હોલની સામે અષ્ટકૃપા એવન્યુમાં રહેતા સ્વપ્નીલ કીર્તિભાઈ દોશી(47) સેટેલાઈટમાં સાંઈ ઝેરોક્ષ નામની દુકાન ધરાવે છે. સ્વપ્નીલભાઈએ 2011માં ઉંઝાના રહેવાસી મિલનબહેન(41) સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ સ્વપ્નીલભાઈની માતા રસીલાબહેન સાથે મિલનબેનને અવાર નવાર ઝઘડા થતાં હતાં. આથી સ્વપ્નીલભાઈના પિતાએ સ્વપ્નીલને જુદો ફલેટ અપાવ્યો હતો. જ્યાં સ્વપ્નીલભાઈ, મિલનબહેન દીકરા સુપન(8) સાથે રહેતાં હતાં. જોકે ત્યાં ગયા પછી મિલનબહેને પતિ અને દીકરા માટે જમવાનું ન બનાવતા રસીલાબેનને દીકરાના ઘરે રહેવા જવાની ફરજ પડી હતી. જે વાત મિલનબેનને ન ગમતા તેમણે 30 મે, 2020 ના રોજ રસીલાબહેન સાથે ઝઘડો કરી વાળ ખેંચીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે 4 ફેબ્રુ.એ મિલનબહેને રસીલાબેન સાથે ઝઘડો કરી લાફા માર્યા હતાં. આ અંગે સ્વપ્નીલભાઈએ પત્ની સામે નવરંગપુરામાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો