સગી દીકરી પર જ હુમલો:'તે તારી માને અહીંથી ભગાડી દીધી' એમ કહીં પિતાએ દીકરીને ગંદી ગાળો બોલી ચાનું થરમસ છુટ્ટુ માર્યું, છરી લઈ મારવા દોડતા પતિએ બચાવી

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • માતા નોકરી અર્થે ઓમાન જતા દીકરી પિતા અને ભાઈને પોતાના સાસરિયે લાવી હતી
  • દીકરીએ કંટાળી પોતાના પિતા વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સામાન્ય રીતે સાસરિયા દ્વારા પરિણીતા પર ત્રાસ અપાતા હોવાના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે ગઈકાલે શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં અજીબ કેસ નોંધાયો છે. જેમા દીકરીએ તેના પિતા સામે જ ફરિયાદ નોંધાવી છે. માતા નોકરી અર્થે વિદેશમાં જતા દીકારી પિતા અને તેના ભાઈને સાસરિયે લાવી હતી. જોકે તેના પિતા અવાર-નવાર દીકરીને ગંદી ગાળો બોલતા અને બેવાર હુમલો પણ કર્યો હતો. દીકરીએ અંતે કંટાળી વેજલપુર પોલીસ સ્ટેશને પહોંચી હતી.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

દીકરીના વાળ પકડી જમીન પર પટકી
પ્રાપ્ત માહિતી અનુસાર, પરિણીતા પોતાના પતિ અને દીકરા સાથે જુહાપુરા વિસ્તારમાં રહે છે. પરિણીતાની માતા અને તેનો મોટૉ ભાઈ કામ અર્થે ઓમાન ગયેલા હોવાથી તેના પિતા મોહંમદ શબ્બીર અને ભાઈ મોહંમદ ઝૈદ તેના ઘરે આવીને રહે છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી તેના પિતા નાની નાની બાબતે ગુસ્સે થતા હતા. દીકરી ચા-નાસ્તો આપવા ગઈ તો 'તે તારી માને અહીંથી ભગાડી દીધી છે અને મારી જમવાનું તેમજ ચા-નાસ્તા વિશે કોઈ પુછતા નહીં' એમ કહીં ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. વાત એટલી બગડી ગઈ કે પિતાએ પાસે પડેલો ચાનો થરમોસ દીકરીને છુટ્ટો મારી દીધો હતો. ત્યારબાદ દીકરીના વાળ પકડી તેને જમીન પર પટકી હતી. જો તેનો ભાઈ વચ્ચે પડતા તેણે તેના પિતાને રોક્યા હતા.

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

સસોડાંમાં હતી ત્યારે છરી લઈ આવી પહોંચ્યા હતા
ગઈકાલે સમગ્ર પરિવાર ઘરે હાજર હતો. તે સમય પતિ અને તેનો ભાઈ ટીવી જોતા હતા અને પરિણીતા સસોડામાં જવાનું બનાવી રહી હતી. તે સમયે તેના પિતા અચાનક હાથમાં છરી લઈને આવ્યા અને દીકરીને ગંદી ગાળો બોલવા લાગ્યા હતા. તે સમયે પતિ અને તેના ભાઈએ પિતાને નીચે બેસાડી શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસ પણ પરિણીતાના ઘરે પહોંચી હતી અને ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...