સમસ્યા:બે કંપનીના વિવાદમાં 30 હજાર લાઇસન્સનો ડેટા ગાયબ થયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ટ્રાક્ટ રદ થયા પછી જૂની કંપનીએ ડેટા ન આપ્યાનો આક્ષેપ

વાહનના લાઇસન્સની બે કંપનીઓના વિવાદમાં ગત મેથી જૂન દરમિયાન ત્રણ મહિનાના લાઇસન્સના ડેટા વાહનવ્યવહાર વિભાગ પાસે નથી. આરટીઓના અધિકારીઓ વિગતો છુપાવીને રૂબરૂ આવતા અરજદારના પ્રશ્નનો નિકાલ કરે છે. અંદાજે 30 હજારથી વધુ વાહન લાઇસન્સના ડેટા જ ગાયબ થઈ ગયો છે. ઇન્સ્પેકટરોએ કહ્યું કે, ફિઝિકલ લાઇસન્સ મળે નહીં તો ઓનલાઇન માન્ય છે.

નવી કંપનીએ ગત પહેલી ઓગસ્ટથી કોન્ટ્રાક્ટ મેળવ્યો ત્યારે મે, જૂન, જુલાઈના લાઈસન્સના પ્રશ્નને લઇને વિવાદ સર્જાયો હતો. પરંતુ કંપનીના અગ્રણીઓે કહ્યું હતું કે, ટૂંક સમયમાં નિકાલ થઇ જશે. આજે પાંચ મહિના થયા પછી પણ કોઇ ઉકેલ આવ્યો નથી. આરટીઓમાં રૂબરૂમાં આવીને વાહન ચાલક પુરાવા રજૂ કરે તો ઇન્સ્પેકટર ફોટા પાડી કંપનીને મોકલી આપે છે. કંપનીના કર્મચારી તેના પરથી સ્માર્ટકાર્ડ બનાવી ડિસ્પેચ કરે છે.

ફી લેવા છતાં સ્માર્ટ કાર્ડ અપાતું નથી
વાહનવ્યવહાર વિભાગ અને આરટીઓના અધિકારીઓ ફિઝિકલ લાઇસન્સ ના મળે તો ઓનલાઇન માન્ય હોવાની વાતો કરે છે. લાઇસન્સ ધારકોનું કહેવું છે કે, સરકાર શું કામ લાઇસન્સના સ્માર્ટકાર્ડની ફી લઈ રહી છે ? બધાને ડાઉનલોડ કરીને જાતે જ ઓનલાઇન લાઇસન્સ મેળવી લેવાની સૂચના આપે તો સારું.

અન્ય સમાચારો પણ છે...