તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર ડેટાગેમ રમે છે?:અમદાવાદની અસારવા સિવિલમાં નવા વર્ષે 141 તો સોલા સિવિલમાં 17મીએ 81 દાખલ, AMCની બેઠકમાં સંક્રમણ વધ્યું હોવાનો સ્વીકાર પણ આરોગ્ય વિભાગ નથી માનતું!

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળી તહેવારોમાં બેખૌફ થઈને ફરનારા લોકો હવે કોરોના કેરિયર બની ચૂક્યા છે. દિવાળીના દિવસથી જ અમદાવાદ શહેરમાં કોરોનાના કેસો વધવા લાગ્યા છે. જો કે આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતા આંકડાઓ અને હોસ્પિટલોમાં દાખલ થઈ રહેલા દર્દીઓના આંકડાઓમાં ઘણો તફાવત છે. આ આંકડાઓ કરતા દાખલ થયેલા દર્દીઓની વાસ્તવિકતા કંઈક જુદી જ છે.

જેને કારણે સૌ કોઈને એક જ સવાલ છે કે, ખરેખર અમદાવાદ શહેરની કોરોનાની સ્થિતિ શું છે અને સરકાર શું ડેટાગેમ રમી રહી છે? માત્ર એટલું જ નહીં, બે દિવસ પહેલા આરોગ્ય વિભાગે 10 હજાર જેટલા ટેસ્ટ પણ ઘટાડ્યા હતા. હાલ લોકોમાં પણ ભયનો માહોલ છે અને સોશિયલ મીડિયા પર અફવાઓનું બજાર ગરમ છે ત્યારે વાસ્તવિકતા સામે આવે તે બેહદ જરૂરી છે.

દિવાળીના દિવસે અસારવા સિવિલમાં 91- નવા વર્ષે 140 દર્દી એડમિટ થયા દિવાળીના દિવસે અસારવા સિવિલમાં 91 અને નવા વર્ષે 140 દર્દી દાખલ થયા હતા. આમ બે દિવસમાં જ સિવિલમાં 231 દર્દી વધી ગયા. જ્યારે આરોગ્ય વિભાગ મુજબ 11 નવેમ્બરે 186 કેસ આવ્યા હતા, જે 17 નવેમ્બરે 218 કેસ થયા છે. આમ 30-32 કેસ જ વધ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી હોય તેમ લાગે છે, કારણ કે અસારવા સિવિલ, સોલા સિવિલ અને SVPમાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. આરોગ્ય વિભાગના આંકડામાં 32 જ કેસ વધ્યા પણ ખાલી અસારવા સિવિલમાં જ બે દિવસમાં 231 કેસ વધ્યા તો બીજા 200 કેસ ક્યાં ગયા?

નવા વર્ષે જ અસારવા સિવિલમાં જ 141 દર્દી દાખલ થયા
વાસ્તવમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા એ હદે વધી છે કે,16 નવેમ્બરે ખુદ આરોગ્ય મંત્રી નીતિન પટેલ દોડી આવ્યા હતા.સિવિલ સંકુલની તમામ હોસ્પિટલના તબીબો સાથે બેઠક કર્યા બાદ નીતિન પટેલે સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટેની ઉપલબ્ધ સુવિધાઓનો ચિતાર આપતા કહ્યું કે, અમદાવાદ સિવિલ સંકુલની કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં હાલ 581 દર્દીઓ સારવાર હેઠળ છે.

જો કે નીતિન પટેલની બેઠક બાદ 16 નવેમ્બર બાદ 17મીએ એટલે કે નવા વર્ષે સિવિલ સંકુલની ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં 141 દર્દીઓ દાખલ થયા હતા. આ સાથે જ સિવિલિમાં સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 625 થઈ હતી. જેમાંથી 475 દર્દીઓને ઓક્સિજન પર મુકવામાં આવ્યા હતા.

સોલા સિવિલમાં 100 બેડનો વોર્ડ ઉભો કર્યો, તમામ ICU વોર્ડ હાઉસફૂલ
નીતિન પટેલે રજૂ કરેલા આંકડા મુજબ,16 નવેમ્બરે અમદાવાદ પશ્ચિમમાં આવેલી સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની 450 પથારીઓની વ્યવસ્થા હતી, જેમાંથી 188 દર્દીઓ સારવાર હેઠળ હતા. પરંતુ 17 નવેમ્બરની રાત સુધીમાં સોલા સિવિલમાં કોરોનાના 81 દર્દી દાખલ થયા હતા. જેને કારણે સારવાર હેઠળના દર્દીની સંખ્યા વધીને 279 દર્દી થયા છે. તેમાં પણ 18મીએ સોલા સિવિલ હોસ્પિટલના તમામ ICU બેડ ભરાઈ ગયા છે. સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધતાં 100 બેડની વ્યવસ્થા સાથે એક વોર્ડ ઊભો કર્યો છે.

દિવાળીથી લઈ 17 નવેમ્બર સુધીના નવા કેસ, ડિસ્ચાર્જ અને મોતની વિગતો

દિવસકેસમોતડિસ્ચાર્જ
14 નવેમ્બર1982174
15 નવેમ્બર2023199
16 નવેમ્બર2103201
17 નવેમ્બર2183203
કુલ82811777

બે દિવસમાં 12 જ એક્ટિવ કેસ વધ્યા
જ્યારે આરોગ્ય વિભાગે દિવાળી એટલે કે 14 નવેમ્બરથી લઈ 17 નવેમ્બર સુધીના આપેલા આંકડાઓ જોઈએ તો આ 4 દિવસ દરમિયાન શહેરમાં 828 નવા દર્દી નોંધાયા છે. આમ સરેરાશ 207 દર્દીઓ નોંધાયા છે. જે દિવાળી તહેવારો પહેલા 180થી 190ની આસપાસ રહેતા હતા. આમ આરોગ્ય વિભાગ મુજબ માત્ર 15-17 કેસ વધ્યા છે. પરંતુ હોસ્પિટલોમાં દર્દી અને બેડની સંખ્યાને જોતા દરરોજ 15-17 કેસ વધી રહ્યા તે શક્ય નથી.

છેલ્લા બે દિવસની વાત કરીએ તો કોર્પોરેશનની યાદી મુજબ 16 નવેમ્બરે 2,829 એક્ટિવ કેસ હતા. જે 17 નવેમ્બરે 218 કેસો નોંધાતા અને તેની સામે 203 દર્દી ડિસ્ચાર્જ અને 3 મોત થતા 12 એક્ટિવ કેસ વધ્યા હતા. આ સાથે એક્ટિવ કેસ 2941 થયા છે. જો આ જ વાસ્તવિકતા હોય ત્યારે સવાલ એ થાય કે, સોલા સિવિલમાં 100 બેડનો નવો વોર્ડ કેમ ઉભો કર્યો અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ કેમ તાત્કાલિક બેઠકો કરવી પડી?

શહેરમાં કોવિડના કુલ સરકારી-ખાનગી મળીને 7279 બેડમાંથી હાલમાં 2848 બેડ ખાલી
હાલમાં શહેરમાં 7 સરકારી હોસ્પિટલો તેમજ 76 કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે કુલ 7279 બેડ ઉપલબ્ધ છે, તે પૈકી હાલમાં 2848 બેડ ખાલી છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં 2347 અને ખાનગી હોસ્પિટલોમાં 510 બેડ ખાલી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી તેમજ પડોશી રાજ્યો જેવા કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાંથી 500 કરતા વધુ કોરોના દર્દીઓ શહેરમાં સારવાર લઈ રહ્યા છે.

ટ્રાવેલિંગ અને સામાજિક મેળાવડાથી સંક્રમણ વધ્યું
શહેરમાં કોવિડ-19ની સ્થિતિને લઈ ખાસ ફરજ પરના અધિકારી ડો.રાજીવ ગુપ્તા અને મ્યુનિ.કમિશનર મુકેશ કુમાર સહિત અલગ-અલગ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરોની બેઠક મળી હતી. આ બેઠકમાં થયેલી ચર્ચા અનુસાર,તહેવારોના દિવસોમાં શહેરમાં કોરોના સંક્રમણનું પ્રમાણ ખુબજ વધુ હોવાનો સ્વીકાર કર્યો છે. બજારોમાં લોકો માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ વગર ફરતા જોવા મળ્યા છે. તેમજ અન્ય કોઇ ગામ જનાર અને અન્ય કોઇ જગ્યાએથી અમદાવાદ આવનાર સગા-સંબંધિયોના કારણે સંક્રમણનું પ્રમાણ વધ્યું છે.

ખાનગી હોસ્પિટલોમાં માત્ર 16 વેન્ટીલેટર બેડ સહિત 171 બેડ જ ખાલી, કોર્પોરેશન કહે છે 510 બેડ ઉપલબ્ધ
આ બેઠક બાદ AMCએ બેડની આપેલી વિગતો મુજબ, હાલમાં શહેરમાં 7 સરકારી હોસ્પિટલો તેમજ 76 કોવિડ ડેઝીગ્નેટેડ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર માટે કુલ 7279 બેડ ઉપલબ્ધ છે, તે પૈકી હાલમાં 2848 બેડ ખાલી છે. જ્યારે સરકારી હોસ્પિટલોમાં 2347 અને ખાનગી હોસ્પિટલોમાં 510 બેડ ખાલી છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી તેમજ પડોશી રાજ્યો જેવા કે, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર વગેરેમાંથી 500 કરતા વધુ કોરોના દર્દીઓ શહેરમાં સારવાર લઈ રહ્યા છે.

જો કે AMCએ ખાનગી હોસ્પિટલોમાં AMCના ક્વોટાના ખાલી બેડ 510 દર્શાવ્યા છે. જ્યારે અમદાવાદ હોસ્પિટલ્સ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિયેશન(AHNA) મુજબ,18 નવેમ્બરની સવારના સાડા નવ વાગ્યાની સ્થિતિ AMC ક્વોટાની 72 ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશનના 89, HDU 46, વેન્ટિલેટર વિના ICU બેડ 20 અને વેન્ટીલેટર સાથેના ICU બેડ 16 મળીને 171 બેડ જ ખાલી છે.

ખાનગી હોસ્પિટલોમાં AMC ક્વોટાના ખાલી બેડની વિગતો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો