આસ્થાને ઠેસ:અમદાવાદમાં દશામાની મૂર્તિઓને મેદાનમાં જ મૂકી દેવામાં આવી, AMCએ વિસર્જન કુંડની વ્યવસ્થા ન કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પવિત્ર શ્રાવણ માસમાં દશામાના વ્રતની ઉજવણી કરવામાં આવે છે. દસ દિવસ સુધી વ્રતની ઉજવણી કર્યા બાદ છેલ્લા દિવસે માતાજીને નદીમાં પધરાવવા ન હોય છે. પરંતુ અમદાવાદમાં સાબરમતી નદીમાં મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ છે. ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ગણપતિ વિસર્જનની જેમ દશામાની મૂર્તિના વિસર્જન માટેના કુંડ બનાવવામાં આવ્યા ન હતા. જેના કારણે લોકોએ રિવરફ્રન્ટ પર ખુલ્લા મેદાનમાં જ માતાજીને મૂકી દીધા હતા.

મોટી સંખ્યામાં મૂર્તિઓ ત્યાં ખુલ્લામાં પડી રહી હતી, ત્યારબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેસીબીથી મૂર્તિઓ ટ્રકમાં ભરી અને ડમ્પિંગ સાઇટ પર લઈ જવામાં આવી હતી. મૂર્તિઓનું પાણીમાં વિસર્જન કરવાનું હોય છે, પરંતુ તેને ખુલ્લામાં મુકી દેવાય છે. ત્યારબાદ તેને ડમ્પિંગ સાઈટ ઉપર લઈ જવાથી લોકોની આસ્થા ઠેસ પહોંચે છે

ગઈકાલે શનિવારે દશામાનું વ્રત પૂર્ણ થતું હોવાથી રાતથી આજે સવાર સુધી વિસર્જનનો સમય હતો. રાતથી જ લોકો મૂર્તિના વિસર્જન માટે સાબરમતી રિવરફ્રન્ટ પર સુભાષબ્રિજ કેશવનગર નજીક પહોંચ્યા હતા. પરંતુ કોર્પોરેશનના સત્તાધીશો તરફથી મૂર્તિ વિસર્જનના કુંડ કે બીજી કોઈ વ્યવસ્થા કરવામાં ન આવતાં લોકો રિવરફ્રન્ટના મેદાનમાં જ મૂર્તિઓ મૂકીને જતા રહ્યા. લોકોએ તો બેદરકારી દાખવી, પરંતુ તંત્રએ તેનાથી પણ મોટી બેદરકારી દાખવી છે. સાંજ સુધીમાં તમામ મૂર્તિઓને ટ્રકમાં ભરી અને ગ્યાસપુર ખાતે ડમ્પિંગ સાઈડમાં લઇ જવામાં આવી હોવાનું ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...