અમદાવાદમાં ‘ભૂવા’રાજ:મણિનગરની દક્ષિણી સોસાયટી પાસે કાર સમાઈ જાય તેટલો ભૂવો, એક જ દિવસમાં પાંચ જગ્યાએ ભૂવા પડ્યા

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

શુક્રવારે બપોરના સમયે મણિનગર દક્ષિણી સોસાયટી પાસે અચાનક 12 ફૂટ જેટલો મોટો ભૂવો પડ્યો હતો. નજીકમાં ચા પી રહેલા નાગરિકોનો તેમાંથી બચાવ થયો હતો. બીજી તરફ અખબારનગર સહિત અન્ય 4 સ્થળે ભૂવા પડ્યા છે. જેમાં એક જગ્યાએ રોડ બેસી જવાની ઘટના નોંધાઇ છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરમાં ગઇકાલે રાત્રે પડેલા વરસાદ બાદ મધ્ય ઝોનમાં એક તથા પશ્ચિમ ઝોનમાં 2 ભૂવા પડ્યા છે. જ્યારે દક્ષિણઝોનમાં મણિનગર ખાતે વધુ એક સ્થળે ભૂવો પડ્યો હતો. આ સાથે ગુુરુવારે રાત્રિ દરમિયાન પૂર્વ ઝોનમાં 0.38 ઇંચ, પશ્ચિમ ઝોનમાં 0.24 ઇંચ, ઉ.પશ્ચિમઝોનમાં 0.54 ઇંચ, દ.પશ્ચિમઝોનમાં 0.69 ઇંચ, મધ્ય ઝોનમાં 0.12 ઇંચ, ઉત્તરઝોનમાં 0.83 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

મણિનગરમાં મ્યુનિ. ડ્રેનેજ લાઇન ચોકઅપ ક્લીયર કરતી હતી ત્યારે વિશાળ ભૂવો પડ્યો
એક તરફ દક્ષિણી પાસેથી પસાર થતી ડ્રેનેજ લાઇન આગળથી ચોકઅપ હતી. આ સમયે આ ચોકઅપ દૂર કરીને પ્રવાહને પૂર્વવત્ કરવા માટે મ્યુનિ. દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા. બીજી તરફ 45 વર્ષ જૂની આ લાઇનમાં પાણી દૂર કરવા માટે ચોકઅપ દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે જ અચાનક મેનહોલ બેસી ગયો હતો. મ્યુનિ. દ્વારા તત્કાલ આ સ્થળે ડિવોટરિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેથી ત્યાં પાણી ખાલી થાય તો ભૂવાના રિપેરિંગની કામગીરી થઇ શકે. મ્યુનિ. સત્તાવાર સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ ભૂવો 12 ફૂટ જેટલો ઉંડો છે.

અન્ય સમાચારો પણ છે...