અમદાવાદનું મોબાઇલ માર્કેટ:રોજ 2.5 કરોડથી વધારે નવા મોબાઈલ ફોનનું વેચાણ; અમદાવાદીઓનું મોબાઇલ ખરીદવાનું એવરેજ બજેટ 5000 રૂપિયા વધ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજથી 4 વર્ષ પહેલાં નવો ફોન લેવા માટે લોકોનું અંદાજે એવરેજ બજેટ 7,500 હતું. જ્યારે હાલ નવા ફોન ખરીદવા માટે ફાઈનાન્સ સરળ થઈ જતાં અમદાવાદીઓનું એવરેજ બજેટ રૂ. 15,000 થઇ ગયું છે. અમદાવાદીઓના બદલાયેલા બિહેવિયરને લઇને સિટી ભાસ્કરે સિટીના મોબાઇલ ઓનર્સ સાથે વાત કરતા જાણવા મળ્યું કે અમદાવાદમાં એક જ દિવસમાં અંદાજે રૂ. 2.5 કરોડથી વધુનાં ફોનનું વેચાણ થાય છે. સાથે જ રિસેલ માર્કેટમાં પણ ફોનની ડિમાન્ડ 20-25 ટકા વધી છે.

એક સ્ટોર પર અંદાજે રોજ 3,000 લોકો મુલાકાત લે છે
શહેરનાં કોઈપણ એક મોબાઈલ સ્ટોરમાં એવરેજ 3,000થી વધુ લોકોની અવરજવર જોવા મળે છે. જેમાંથી 30 ટકાથી વધુ લોકો ફોન અને બાકીના લોકો મોબાઇલ એક્સેસરીઝ અને રિપેરિંગ માટે આવતા હોય છે.

65થી વધુ સ્ટોરમાં રોજના 600 નવા ફોન વેચાય છે
અમદાવાદમાં અમારા 65થી વધુ સ્ટોર છે. જેમાં એક દિવસમાં એવરેજ 600થી વધુ ફોન વેચાય છે. જેમાં એક ફોનની એવરેજ કિંમત 15,000 હોય છે. તેથી માત્ર અમારા જ 65થી વધુ સ્ટોરમાં આશરે 90 લાખ રૂપિયાનાં મોબાઈલ ફોનનું વેચાણ થાય છે. - ચંદ્રેશ સ્વામી, ફોનવાલે

દરરોજ અંદાજે 64 લાખના ફોન વેચાય છે
અમદાવાદમાં અમારા 35થી વધુ સ્ટોર છે જેમાં અંદાજે રોજના 400 ફોનનું વેચાણ થાય છે. જેની એવરેજ કિંમત 16,000 હોવાથી રોજનો અંદાજે 64 લાખનો બિઝનેસ નવા ફોન વેચીને થાય છે. - રાહિલ પૂજારા, પૂજારા ટેલિકોમ

મોબાઈલ ફોનની વધતી ડિમાન્ડને લીધે રિપેર અને રિસેલ માર્કેટ પણ ગ્રો થયું છે
યુવાનો માર્કેટમાં જ મોબાઈલ રિપેરિગ પણ શીખે છે
મોબાઈલ રિપેર માર્કેટમાં હવે યંગસ્ટર્સ લાઈવ હેન્ડ્સઓન મોબાઈલ રિપેરિંગ શીખવા માટે પણ જાય છે. મૂર્તિમંત કોમ્પ્લેક્સમાં અમદાવાદની આસપાસના ગામ અને શહેરના યુવાનો પણ મોબાઈલ રિપેરિંગ શીખવા માટે આવે છે.

મોબાઈલ માર્કેટમાં રોજના અંદાજે 1,000 ફોન રિપેર થાય છે
રિલીફ રોડ પર આવેલ મૂર્તિમંત મોબાઈલ માર્કેટમાં રોજના અંદાજે 1,000થી વધુ ફોન રિપેર થાય છે. ગીતા મંદિરનું એસટી માર્કેટ મોબાઈલ એક્સેસરીઝનું મોટું હોલસેલ માર્કેટ છે. જ્યારે મોબાઈલ રિસેલનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે. જેમાં આઈફોનની ડિમાન્ડ સૌથી વધારે જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...