તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંઘપ્રદેશ દાનહની લોકસભાની વર્ષ 2019માં યોજાયેલી ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરીને સાંસદ મોહન ડેલકર બે ટર્મ પછી વિજેતા બન્યા હતાં. સોમવારે બપોરે સાંસદ ડેલકરનો મૃતદેહ મુંબઈની એક હોટેલમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. સાંસદ ડેલકરે આપઘાત કર્યો હોવાની આશંકાને લઈને મુંબઈ પોલીસે જરૂરી તપાસ શરૂ કરી છે. જો કે સ્થાનિક પ્રશાસન દ્વારા સતત તેમની અવગણના અને કામો ન થવાને લઇ વ્યથિત હોવાનું તેમના મીડિયા પ્રવક્તા દિપક પટેલે જણાવ્યું હતું. બાહુબલી નેતા તરીકેની છાપ ધરાવતા અને મિજાજ માટે જાણીતા મોહન ડેલકરે આત્મહત્યા કરતાં સંઘ પ્રદેશમાં શોકનું મોજું ફળી વળ્યું છે.
લ્લા 1 વર્ષથી અવગણના કરતા હોવાનો આક્ષેપ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પોતે સાંસદ હોવા છતાં પણ સરકારી કાર્યક્રમોમાં તેમને પ્રાધાન્ય આપવામાં આવતુ ન હતું અને સતત અવગણના અને તિરસ્કાર ભર્યુ વલણ અપનાવામાં આવતું હતું. આ મુદે તેમણે ગૃહમંત્રી અમિત શાહ અને લોકસભાના સ્પીકર ઓમ બિરલાને પણ લેખિતમાં રજૂઆત કરી હતી. બીજી તરફ સ્થાનિક પ્રશાસન દ્વારા તેમના કાર્યકરો અને સમર્થકોની સામે પણ દ્વેષ ભાવના રાખીને પોલીસ કેસ કરાવ્યાં હોવાનો આક્ષેપ સાંસદ મોહન ડેલકરે લગાવ્યો હતો. આમ છેલ્લા 1 વર્ષથી સતત અવગણના અને પ્રશાસનિક તરફથી જોઇએ તેવો સહયોગ ન મળતાં નારાજગી હતી. જેને લઈને સાંસદે આપઘાત કર્યો હોવાની આશંકા હોવાનું પણ દિપક પટેલે જણાવ્યું હતું.
તપાસ બાદ મોતનું સાચું કારણ સામે આવશે
બપોરે ઘટનાની જાણ થતાં પુત્ર અભિનવ ડેલકર અને અગ્રણી કાર્યકરો મુંબઇ પહોંચી ગયા હતાં. આપઘાત પૂર્વે મોહન ડેલકરે લખેલી 6 પાનાની સ્યુસાઇટ નોટ મુંબઈ પોલીસે કબજે લઈ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે. જોકે તપાસ બાદ આપઘાતનું કે મોતનું સાચુ કારણ બહાર આવશે.
પ્રશાસનની કામગીરીથી ખુબ જ દુ:ખી હતા
છેલ્લે તેમની વાડીવાળા ફાર્મહાઉસમાં સાથે હતા, પરંતુ તેઓ ખુખ જ દુ:ખી હતા. તેમનાથી હવે સહન થતુ ન હતું. પ્રશાસનની કામગીરીથી તેઓ નારાજ હતાં. અવગણનાથી વ્યથિત હતાં. તનાવમાં રહેતા હતાં. પોતાના નજીકના લોકો સામે ખોટા કેસો બાબતે દુ:ખી હતાં. તેમની સામે પ્રશાસનનું વલણ યોગ્ય ન હતું. જેથી વાર-વાર તેઓ હતાશામાં આવી જતા હતાં.> દિપક પટેલ, સાંસદના મીડિયા પ્રવક્તા,દાનહ
આપઘાતથી સેલવાસમાં પોલીસ એલર્ટ
સાંસદ કરેલા આપઘાતની જાણ થયા બાદ તેમના દાનહ નિવાસ્થાને લોકો આવવાનું શરૂ થયુ હતુ, પરંતુ ઘરના પરિવારજનો ન હોવાથી લોકો પરત ગયા હતાં. બીજી તરફ મહારાષ્ટ્ર પોલીસે સાંસદે કરેલા આપઘાત અંગેની જાણ કરાતાં સેલવાસ પોલીસ પણ એલર્ટ બની હતી. ઠેર-ઠેર પોલીસ કાફલો માર્ગો પર જોવા મળ્યો હતો. ઘટના સોસિયલ મીડિયા ઉપર ખુબ વાઈરલ થઈ હતી. અને અનેક ચર્ચા ચાલી હતી.
જે મૃતદેહ સેલવાસ લાવવામાં આવશે
મુંબઈની હોટેલમાંથી લાશ મળ્યા બાદ જેજે હોસ્પિટલમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. જેમાં પોસ્ટમોર્ટમ થયા બાદ મંગળવારે બપોર સુધીમાં સાંસદના મૃતદેહને સેલવાસ લાવવામાં આવશે.
સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો
59 વર્ષીય મોહન ડેલકર દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ છે. 1989માં મોહન ડેલકર પહેલીવાર સાંસદ બન્યા હતા. તેઓ 7 ટર્મથી ચૂંટાતા હતા. 1989થી વર્ષ 2004 સુધી મોહન ડેલકરે અપક્ષ, ભાજપ અને કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી સતત 6 વખત વિજય મેળવી ઈતિહાસ સર્જી દીધો હતો.
ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સલ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું
ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સલ્ટેટિવ કમિટીમાં સ્થાન મળ્યું હતું. સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરને ગૃહ મંત્રાલયની પરામર્શ કન્સલ્ટેટિવ કમિટીમાં નિમણૂક કરવામા આવી હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બનાવવામાં આવેલી આ કમિટીમાં લોકસભા અને રાજ્યસભા મળી કુલ 28 જેટલા સાંસદોને સ્થાન આપવામાં આવ્યું હતું. લોકસભાના 15 સિનિયર સાંસદોને આપવામાં આવેલાં સ્થાનમાંથી મોહન ડેલકરને બીજા નંબરે સ્થાન આપવામા આવ્યું હતું.
ટ્રેડ યુનિયનના નેતા તરીકે રાજકીય કરિયરની શરૂઆત
મોહન ડેલકરનો જન્મ 1962માં થયો હતો. ડેલકરે સેલવાસમાં ટ્રેડ યુનિયનના નેતા તરીકે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તે અલગ-અલગ ફેક્ટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે લડતા હતા. ત્યાર બાદ 1995માં તેમણે આદિવાસી વિકાસ સંગઠન શરૂ કર્યું અને 1989માં તેઓ દાદરા નગર હવેલી મતવિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નવમી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ 1991 અને 1996માં પણ તેઓ આ જ મતવિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.
Dadra and Nagar Haveli MP Mohan Delkar allegedly died by suicide at a hotel in South Mumbai. His body has been sent for postmortem. Further investigation is underway. More details awaited. pic.twitter.com/JRuMFTDUoe
— ANI (@ANI) February 22, 2021
1998માં ભાજપમાંથી સાંસદ બન્યા
ત્યાર બાદ 1998માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા. ભાજપમાંથી ચૂંટણી લડ્યા બાદ 1999 અને 2004માં તેઓ અપક્ષ અને ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યાર બાદ તેઓ 4 ફેબ્રુઆરી 2009ના રોજ ફરીથી કોંગ્રેસમાં જોડાયા અને વર્ષ 2019માં તેમણે કોંગ્રેસ માટે રાજીનામું આપીને ફરીથી તેઓ અપક્ષ લોકસભાની ચૂંટણી લડી અને સાંસદ બન્યા. ત્યાર બાદ ડેલકર JDUમાં જોડાયા હતા.
સુસાઈડ નોટ અંગે આજે મુંબઈ પોલીસ માહિતી આપશે
દરમિયાન નાંગરે- પાટીલને સુસાઈડ નોટ વિશે પુછાતાં તે વિશે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કર્યો હતો. સુસાઈડ નોટ ગુજરાતીમાં છે અને તેની તપાસ ચાલી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. ચર્ચા એવી છે કે સુસાઈડ નોટમાં અમુક મોટાં નામો છે. જોકે પોલીસે હાલમાં આ અંગે ચુપકીદી સેવી છે. મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ પીએમ કામગીરી પૂર્ણ થયા બાદ સાંસદ ડેલકરે લખેલી સ્યુસાઈડ નોટ અંગે મીડિયાને માહિતી અપાશે. જોકે સમગ્ર ઘટનાને લઈ સેલવાસમાં પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આખુ શહેર પોલીસ છાવણીમાં તબદિલ દેખાયું હતું, બીજી તરફ સરકારી કચેરી અને અધિકારીઓના આવાસની બહાર પણ પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી.
પ્રશાસનની કામગીરીથી ખુબ જ દુ:ખી હતા
છેલ્લે તેમની વાડીવાળા ફાર્મહાઉસમાં સાથે હતા, પરંતુ તેઓ ખુખ જ દુ:ખી હતા. તેમનાથી હવે સહન થતુ ન હતું. પ્રશાસનની કામગીરીથી તેઓ નારાજ હતાં. અવગણનાથી વ્યથિત હતાં. તનાવમાં રહેતા હતાં. પોતાના નજીકના લોકો સામે ખોટા કેસો બાબતે દુ:ખી હતાં. તેમની સામે પ્રશાસનનું વલણ યોગ્ય ન હતું. જેથી વાર-વાર તેઓ હતાશામાં આવી જતા હતાં.> દિપક પટેલ, સાંસદના મીડિયા પ્રવક્તા,દાનહ
ડેલકરની રાજકીય સફર - સરપંચ કે સ્થાનિક ચૂંટણી લડ્યા વિના સીધા લોકસભાની બેઠક પર ચૂંટાયા હતા
દાનહ સાંસદ મોહન ડેલકરનો જન્મ 19 ડિસેમ્બર 1962માં બાલદેવી દાનહ ખાતે થયો હતો. માત્ર 27 વર્ષની ઉમંરમાં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 1989માં પ્રથમ વખત સીધા દાનહના સાંસદ તરીકે ચૂંટાઇને લોકસભામાં પહોંચ્યા હતાં. લોકોની વચ્ચે રહેવાની આદતના કારણે તેઓ અત્યાર સુધીમાં કુલ 7 વખત સાંસદ તરીકે ચૂંટાઇને આવ્યાં હતાં. જેમણે ભાજપ,કોંગ્રેસ, અને અપક્ષના સહારે લોકસભામાં દાનહનું પ્રતિનિધિત્વ કર્યું છે.
અપક્ષ- ભાજપ-કોંગ્રેસમાં પણ ચૂંટાયા
ઉમંર વર્ષ કેટલો સમય પક્ષ
27 વર્ષ 1989 2 વર્ષ અપક્ષ
29 વર્ષ 1991 5 વર્ષ કોંગ્રેસ
34 વર્ષ 1996 2 વર્ષ કોંગ્રેસ
36 વર્ષ 1998 1 વર્ષ ભાજપ
37 વર્ષ 1999 5 વર્ષ નવશકિત પાર્ટી
42 વર્ષ 2004 5 વર્ષ નવશકિત પાર્ટી
57 વર્ષ 2019 2 વર્ષ અપક્ષ
ધારદાર વક્તા તરીકે તેઓ જાણીતા હતા
સાંસદ મોહન ડેલકરે મુંબઇની હોટલમાં આપઘાત કર્યાની ઘટનાની જાણ સોમવારે બપોરે 4 કલાકે લોકોને થવા લાગી હતી, પરંતુ મોહન ડેલકર મજબુત ભાષણ આપવા માટે જાણીતા હતાં. જેમણે દરેક પડકારોનો રાજકીય કરિયરમાં સામનો કર્યો હતો. જેથી એક સમયે સાંસદ આપઘાત કરી લે તે વાત લોકો માનવા તૈયાર થયા ન હતાં. આ માહિતીની ખાતરી કરવા લોકોએ અનેક ફોનો એક-બીજાને કર્યા હતાં. જો કે આપઘાત કરવા અંગેની પોલીસે જાહેરાત કરતાં લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.