તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ધોલેરા તાલુકાના દરિયાકાંઠાના 11 ગામને આપત્તિ સમયે રાહત આપતું ચક્રવાત કેન્દ્ર

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાહતળાવ ખાતે 2017માં નવનિર્માણ થયું : સરકાર આપે છે આપત્તિમાં આશરો
  • કુદરતી આફત સમયે 550 લોકોને એક સાથે રાખી શકાય તેવી ઉત્તમ સગવડતા : તાઉતે વાવાઝોડા સમયે આશીર્વાદરૂપ સાબિત થયું

ગુજરાત અને ગુજરાતીઓની આગવી એક વિશેષતા છે. જ્યારે જ્યારે ગુજરાત પર કુદરતી આફતો આવી છે ત્યારે ગુજરાતની ખમીરવંતી પ્રજા ફિનિક્સ પક્ષીની માફક પીડામાંથી ત્વરિત જ બેઠા થઈને વટભેર ઉભા રહ્યા છે. કુદરતી હોનારત સમયે જાન-માલ સાથે લોકોને જરાં પણ નુકશાન ન થાય તેનું સતત ધ્યાન રાજ્ય સરકાર દ્વારા રાખવામાં આવ્યું છે, અને તેના ભાગરૂપે અમદાવાદ જિલ્લાનાં ધોલેરા તાલુકાના રાહતળાવ ગામના પાદરે બહુહેતુક ચક્રવાત કેન્દ્ર એટલે કે મલ્ટીપર્પઝ સાઈક્લોન સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ બહુહેતુક ચક્રવાત કેંદ્રમાં 550 લોકો એક સાથે રહી શકે તેવી ઉત્તમ વ્યવસ્થા છે.

અહી 11 રૂમમાં પીવાના પાણી માટે આર.ઓ કુલર, શૌચાલય, ફાયર સેફ્ટીના સાધનો, લાઈટ, પંખા અને સામાન મુકવા માટે કબાટની સારી સગવડતાઓ આપવામાં આવી છે. ધોલેરા ખંભાતના અખાતનું પ્રાચીન બંદર-નગર હતું, જે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરથી 30 કિમી દૂર આવેલું છે.

18મી સદીમાં દરિયાકાંઠાથી થોડા જ કિલોમીટર અંદર આવેલું ધોલેરા શહેર એક સમયે ધમધમતું બંદર હતું. ધોલેરા બંદરેથી કચ્છ અને ગુજરાતની સામગ્રી નિકાસ થતી હતી. 19મી સદીના અંત સુધીમાં દરિયાંકાંઠે કાંપનો ભરાવો થતો ગયો તેમ તેમ દરિયો દૂર થતો ગયો અને સમય વિતતા ધોલેરા બંદર બંધ થયું. દરિયાઈ ખારું પાણી અને ખારી જમીન સદાયને માટે અહીં છોડતું ગયું. અહીંની જમીન ખારી હોવાથી વૃક્ષોનો વિકાસ કે અન્ય કોઇપણ પ્રકારના છોડ- ઝાડ ઉગી શકતા નથી.

અન્ય સમાચારો પણ છે...