ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદમાં ત્રણ મહિના જિમ બંધ હોવાથી સાઇક્લિંગ અને વોકિંગ કર્યું, હવે ફિટનેસ જાળવવા જિમમાં લોકોનો ધસારો

અમદાવાદએક વર્ષ પહેલા
ત્રણ મહિના બાદ આજથી જિમ શરૂ.
  • લોકોએ અત્યારસુધી ઘરે અને ઓફિસમાં રહીને આરામ કર્યો છે, જેને કારણે ફિટનેસ ઘટી છે
  • હવે જિમ ખૂલતાં લોકો ફરી ફિટનેસ જાળવવાનો પ્રયત્ન કરશે

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશમાં ઘાતક સાબિત થઈ હતી. રાજ્ય સરકારે 18મી માર્ચથી જ કોરોનાને કાબૂમાં લેવા માટે નિયંત્રણો લગાવી દીધાં હતાં. ત્યારે હવે બીજી લહેર ઝડપથી કાબૂમાં આવતાં ફરીવાર રાજ્ય અનલૉક તરફ આગળ વધી રહ્યું છે. સરકારે આજથી અનેક પ્રકારની છૂટછાટો આપી છે. શહેરમાં બાગ-બગીચા, લાઇબ્રેરી, હોટલ, રેસ્ટોરાં, મંદિરો અને જિમ નિયમો સાથે શરૂ થયાં છે. જિમ ખૂલતાં જ એના માલિક અને મેમ્બર્સે રાહત અનુભવી છે.

લોકોએ ઘરે અને ઓફિસમાં રહીને આરામ કર્યો
કોરોનાની શરૂઆતમાં પણ 6 મહિના સુધી જિમ બંધ રહ્યાં હતાં. ત્યાર બાદ અનલૉકની પ્રક્રિયામાં નિયમો સાથે જિમ ખોલવામાં આવ્યાં હતાં, પરંતુ શરૂ થયાના થોડાક જ સમયમાં બીજી લહેર ઘાતક સાબિત થવા માંડી અને સરકારે ફરીવાર મિની લોકડાઉન જેવાં નિયંત્રણો લાગુ કરી દીધાં હતાં. આજે ફરીવાર જિમ ખૂલ્યાં છે. પ્રથમ દિવસે જ જિમમાં 50 ટકા કેપેસિટી રાખવામાં આવતાં તમામ લોકો હાજર રહ્યા હતા. લોકોએ અત્યારસુધી ઘરે અને ઓફિસમાં રહીને આરામ કર્યો છે અને જેના કારણે ફિટનેસ ઘટી છે જે હવે જિમ ખૂલતાં ફરી જાળવવાનો પ્રયત્ન કરશે.

જિમમાં 80ની કેપેસિટી છે, એની જગ્યાએ 40ને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.
જિમમાં 80ની કેપેસિટી છે, એની જગ્યાએ 40ને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

અગાઉ ભરવામાં આવેલી ફી હવે સેટલમેન્ટ કરાશે
લાઈફ ફિટનેસ જિમના મેનેજર સૂરજભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તમામ તકેદારી અને હાઇજીન સાથે અમે જિમ ખોલ્યું છે. તમામ મેમ્બરને સેનિટાઈઝ અને માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. અત્યારે જિમમાં 80ની કેપેસિટી છે, એની જગ્યાએ 40ને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. બીજી લહેર બાદ હવે લોકોને ફિટનેસ સાથે હેલ્થ માટે પણ ટિપ્સ આપીશું. એક્સર્સાઇઝને કારણે હાડકાં મજબૂત બને અને નિયમિત ખોરાક અંગે ધ્યાન આપવામાં આવશે ઉપરાંત હાર્ટ માટે પણ ટિપ્સ આપવામાં આવશે. મેમ્બર દ્વારા અગાઉ ભરવામાં આવેલી ફી હવે સેટલમેન્ટ કરવાનો પણ વિચાર છે.

તમામ નિયમોના પાલન સાથે જ જિમમાં પ્રવેશ આપવામાં આવશે.
તમામ નિયમોના પાલન સાથે જ જિમમાં પ્રવેશ આપવામાં આવશે.

જિમમાં આવતા મેમ્બરની હેલ્થ અંગે ધ્યાન અપાશે
નવરંગપુરામાં આવેલ જિમના માલિક હાર્દિક પટેલે જણાવ્યું હતું કે લાંબા સમય બાદ આજથી જિમ શરૂ થયાં છે. આર્થિક રીતે જિમના માલિકોએ ઘણું નુકસાન સહન કર્યું છે, પરંતુ હવે જિમ શરૂ થતાં આંશિક રાહત મળશે. પ્રથમ દિવસથી લોકોનો ધસારો વધુ છે. લોકોની ઈન્કવાયરી પણ શરૂ થઈ છે. તમામ નિયમોના પાલન સાથે જ જિમમાં પ્રવેશ આપવામાં આવશે. જિમમાં આવતા મેમ્બરની હેલ્થ અંગે પણ હવે ધ્યાન રાખવામાં આવશે, એ અંગે પણ જરૂરી ટિપ્સ આપવામાં આવશે.

ઘરે અને ઓફિસમાં આરામ જ કર્યો છે, જેને કારણે વજન વધ્યું છે ને ફિટનેસ ઘટી છે.
ઘરે અને ઓફિસમાં આરામ જ કર્યો છે, જેને કારણે વજન વધ્યું છે ને ફિટનેસ ઘટી છે.

જિમમાં એક્સર્સાઇઝ કરીને ફિટ રહેવા પ્રયત્ન કરીશું
જિમના મેમ્બર મહેન્દ્રસિંહ જણાવ્યું હતું કે આજથી જિમ શરૂ થતાં રાહત અનુભવી છે. અત્યારસુધી ઘરે અને ઓફિસમાં આરામ જ કર્યો છે, જેને કારણે વજન વધ્યું છે ને ફિટનેસ ઘટી છે, જેથી હવે જિમ શરૂ થતાં ફિટનેસ જાળવવા પ્રયત્ન કરીશું. ઇમ્યુનિટી પણ વધે એ માટે પણ પ્રયત્ન કરીશ અને નિયમિત હવે જિમમાં એક્સર્સાઇઝ કરીને ફિટ રહેવા પ્રયત્ન કરીશું.

ટ્રેનર પાસેથી હવે ઇમ્યુનિટી કઈ રીતે વધે એ માટે પણ ટિપ્સ લઈશું.
ટ્રેનર પાસેથી હવે ઇમ્યુનિટી કઈ રીતે વધે એ માટે પણ ટિપ્સ લઈશું.

નિયમિત જિમમાં આવીને ફિટનેસ જાળવીશું
જિજ્ઞેશભાઈ નામના મેમ્બરે જણાવ્યું હતું કે અત્યારસુધી જિમ બંધ હોવાને કારણે સાઇક્લિંગ અને વોકિંગ જ કર્યું હતું. ફિટનેસ જાળવવા ઘરે પણ પ્રયત્ન કર્યા હતા, પરંતુ જિમ જેવી ફિટનેસ ઘરે જાળવી શકાતી નથી, જેથી હવે જિમ શરૂ થતાં નિયમિત જઈને ફિટનેસ જાળવીશું. જિમમાં આવીને ટ્રેનર પાસેથી હવે ઇમ્યુનિટી કઈ રીતે વધે એ માટે પણ ટિપ્સ લઈશું. ત્રીજી લહેર પહેલાં કઈ રીતે કોરોના સામે લડી શકાય એ અંગે બનતા તમામ પ્રયત્નો કરીશું.

સરકારે જીમ ખોલવાની પરવાનગી આપતા જીમ સંચાલકોએ હવે રાહતનો શ્વસ લીધો
સરકારે જીમ ખોલવાની પરવાનગી આપતા જીમ સંચાલકોએ હવે રાહતનો શ્વસ લીધો

જીમ સંચાલકોએ હવે રાહતનો શ્વસ લીધો
સરકારે જીમ ખોલવાની પરવાનગી આપતા જીમ સંચાલકોએ હવે રાહતનો શ્વસ લીધો છે સાથોસાથ પ્રોપર્ટી ટેકસ અને વીજબીલમાં છૂટ મળતાં સરકારનો આભાર વ્યક્ત કરીએ છીએ. અમને છૂટ મળી છે તો અમે અમારા કલાઈન્ટને પણ છૂટ આપશું તેવું જણાવ્યું હતું. એક મહીનો જીમ બંધ હોવાથી ગ્રાહકોની એ સમયમાં વેલીડીટી પુરી થવાની હતી તેમને વેલીડીટી વધારી આપશું. ઉપરાંત સરકારની ગાઈડલાઈન મુજબ જીમમાં 45 મીનીટનો વર્કઆઉટ સેશન રાખવામાં આવશે