તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેન્ડ:‘સાઇકલ ઓન રેન્ટ’નો ટ્રેન્ડ: મહિને 50 હજાર રાઇડ, 1 લાખ રજીસ્ટર્ડ સાઇકલીસ્ટ

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હેલ્થ અંગે જાગૃતિ આવવાની સાથે રેન્ટલ સાઈકલની ડિમાન્ડમાં વધારો નોંધાયો

કોરોના બાદ લોકો વધુ હેલ્થ કોન્શિયસ બન્યા છે. હવે સાઇકલિંગ એ ટ્રેન્ડ બની ગયો છે. જેના ભાગરુપે અમદાવાદમાં રેન્ટેન્ડ સાઇકલની ડિમાન્ડમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે. અમદાવાદમાં અત્યારે રેન્ટેડ સાઇકલ માટેના કુલ 130 સેન્ટર્સ છે જેમાં 2000થી પણ વધારે સાઇકલ છે. જેમાં દરમહિને અંદાજે 50,000 રાઇડ અમદાવાદીઓ દ્વારા કરવામાં આવે છે. નોંધનીય છે કે તેના 1 લાખ જેટલાં રજીસ્ટર્ડ યુઝર્સ પણ છે. આવનારા એક જ વર્ષમાં આ સેન્ટર્સમાં 10 હજાર સાઇકલનો સમાવેશ કરી લેવામાં આવશે. ત્યારે અમદાવાદ ઇન્ડિયાનું સાઇકલિંગ કેપિટલ બનશે તેમ કહેવામાં અતિશયોક્તિ નહીં હોય.

ઓફિસ સાઇકલ પર જતો હોવાથી વર્કઆઉટ માટે મારે એકસ્ટ્રા ટાઈમ ફાળવવો પડતો નથી
આપણે ડેઇલી રૂટિનમાં વર્કઆઉટ માટે એક્સ્ટ્રા સમય ફાળવવો પડતો હોય છે. ક્યારેક વર્ક કમિટમેન્ટ કે અન્ય કોઈ કારણસર વર્કઆઉટ ન કરીએ એવું પણ બને. જેથી ઘરેથી ઓફિસ જવા માટે વાહનનો ઉપયોગ કરવાને બદલે દરરોજ 15થી 16 કિલોમીટર સાયકલનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું. એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી અપ્રોચ અપનાવવો જરૂરી બન્યો છે. જો દરેક લોકો એન્વાયરમેન્ટ બચાવવા નાના મોટા કોઈપણ ઇનિશિયેટિવ લે તો ‘સેવ ધ નેચર’ના સૂત્રને સાર્થક કરવું સરળ બને. - શ્વેતાંગ કાેટલા, સિનિયર બિઝનેસ ડેવલપર

1 વર્ષથી દર અઠવાડિયે 4 વખત સાઇકલ પર ઓફિસ જવાની શરૂઆત કરી, હવે આદત છે
સાઇકલ ચલાવવી મને ખૂબ જ પસંદ છે. મારો શોખ છે. જેના માટે મે 2019માં સાયકલિંગ ગ્રુપ જોઇન્ટ કર્યુ. ગત વર્ષથી અઠવાડિયે 4 વખત સાઇકલ પર ઓફિસ જવાની શરૂઆત કરી હતી. આજે એ વાતને એક વર્ષથી વધારેનો સમય થઇ ગયો છે. ઓફિસ સાઇકલ પર જવા માટે 25 મિનિટ જલ્દી નિકળુ છું. જેથી ઓફિસ આરામથી પહોંચી શકાય. મારા મતે સવારમાં તો લોકો સાયકલિંગ કરે જ છે પરંતુ સાઇકલીંગને જો રૂટિન બનાવવામાં આવે તો હેલ્થ ચોક્કસ સારી રહે છે. -અમિત મહેતા, સેલ્સ સ્પોર્ટ

અમદાવાદ સાઇકલિંગ કેપિટલ બનવા તરફ
કોરોના પેન્ડેમિક બાદ લોકોમાં હેલ્થ અવેરનેસ વધતા MyBykની ડિમાન્ડમાં વધારો થયો છે. આવનારા એક વર્ષમાં કુલ 10,000 MyBykસાથે અમદાવાદ ઇન્ડિયાનું સાઇકલિંગ કેપિટલ બને તેવો પ્રયાસ થઇ રહ્યો છે. ‘સાયકલ ટુ કમ્યુટ’ પ્રોજેક્ટથી આવનારા સમયમાં લોકોને ઘર અને વર્ક પ્લેસથી નજીક સાયકલ હબ પરથી સાયકલ મળી શકશે.ભવિષ્યમાં દરેક એરિયામાં સાઇકલિંગ લેન બનશે તો લોકો માટે ‘સાયકલ ટુ કમ્યુટ’ સરળ બનશે. - અર્જિત સોની (CEO-MYBYK)

7 મહિનાથી રોજ ભૂયંગદેવથી આરટીઓ સુધી સાયકલ પર જાઉં છું, 35 કિલો વજન ઉતાર્યુ છે
2016માં અકસ્માત થતા 18 મહિના સુધી બેડ રેસ્ટ હતો. જેને કારણે મારું વજન 115 કિલો થઇ ગયુ હતું. જેથી મે વજન ઉતારવા ઓફિસ સાઇકલ પર જવાનું નક્કી કર્યુ. 7 મહિનાથી હું દરરોજ ભૂયંગદેવથી આરટીઓ ઓફિસ સાયકલ પર જ જાઉં છું. અંદાજિત દરરોજની 10 કિલોમીટર જેટલી સાઇકલ ચલાવુ છું. સાયકલિંગ સાથે નહિવત ડાયટ ફોલો કરીને મે મારું 35 કિલો જેટલું વજન ઉતાર્યુ છે. ‘અથાગ પરિશ્રમ એ સફળતાની ચાવી છે.’ વાક્ય મારા માટે મોટીવેશન હતું. મારા મતે દરેક વ્યકિતએ સાઇકલ ચલાવી જોઇએ - કિર્તન દરબાર, કોમ્યુટર ઓપરેટર

નિકોલ રીંગરોડથી બાપુનગર ટોલનાકા સુધી અઠવાડીયે 3 વાર ઓફિસ સાઇકલ પર જાઉં છુ
છેલ્લા કેટલાંક વર્ષોથી મંગળવાર, ગુરુવાર અને શનિવારે નિકોલ રીંગરોડથી લઈને બાપુનગર ટોલ નાકા પાસે આવેલી મારી ઓફિસ ખાતે સાયકલ પર જ જાઉં છું. સાયકલ ચલાવવાને કારણે ઇમ્યૂનિટી વધે છે. રોજ ૩૦ મિનિટ સાઇકલ ચલાવવાથી હાઇ બીપી, બ્લડ સુગર, હ્વદયરોગ જેવી સમસ્યાઓ દૂર થઇ જાય છે. જો ઘર અને ઓફિસ વચ્ચે માત્ર 4 કિલોમીટરનું અંતર હોય તો સાયકલનો ઉપયોગ જ કરવો જોઇએ. જેને કારણે ફયૂઅલ બચાવીને પ્રદૂષણને રોકી શકાય છે અને હેલ્થ પણ વધુ સારી બનાવી શકાય છે. હેલ્થ બચાવી ખુદને અને પર્યાવરણ બચાવી સમાજને મદદરૂપ થવું જોઇએ. - મુકેશ પડસાણા, ગ્રાફિક્સ ડિઝાઇનર

જુની સાઇકલ રિપેર કરી જરૂરિયાતમંદને આપશે
સોસાયટીમાં પાર્કિંગ એરિયામાં પડેલી જૂની સાઇકલને રિપેર કરીને હિલટાઉન ગ્રુપ તેને જરૂરિયાતમંદ સુધી પહોચાડશે. જેના માટે સાયકલનો ફોટો અને લોકેશન વોટ્સએપ કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...