ઓનલાઈન ચાઈનીઝ દોરી વેચતા પકડાયા:સાયબર ક્રાઈમે ઈન્સ્ટાગ્રામ પર ચાઈનીઝ દોરી વેચતા વિદ્યાર્થીને 17 રીલ સાથે પકડ્યો, સપ્લાયર પણ પકડાયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ચાઈનીઝ દોરીના ફોટા અને વીડિયો મૂકીને વેચાણ કરી રહેલા 19 વર્ષીય વિદ્યાર્થીને સાયબર ક્રાઈમની ટીમે 17 ચાઈનીઝ દોરીના રીલ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા કારંજ ખાતે રહેતા યુવક પાસેથી દોરીનો જથ્થો લાવ્યો હોવાનું સામે આવતા પોલીસે તેને પણ પકડી પાંચ ટેલર જપ્ત કર્યા હતા. બાદમાં આ બન્નેના વિરુદ્ધમાં ગુનો નોંધી તેમની ધરપકડ કરીને 22 ચાઈનીઝ દોરીના રીલ જપ્ત કર્યા છે.

સાયબર ક્રાઈમની સોશિયલ મીડિયા પર વોચ
ચાઈનીઝ દોરીનું વેચાણ ઓનલાઈન થતું હોવાના કારણે સાયબર ક્રાઈમ પોલીસની ટીમ પણ સોશિયલ મીડિયા પર વોચ ગોઠવીને બેઠી હતી. આ દરમિયાન એક ઈન્સ્ટાગ્રામ આઈડી પર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાના ફોટો અને વીડિયો અપલોડ થયા હતા, અને આઈડી ધારકનું નામ ઝહીન ફઝલભાઈ મન્સુરી પોતે અભ્યાસ કરતો અને મીઠાખળી છ રસ્તા પાસે રહેતો હોવાનુ જાણવા મળ્યુ હતુ. જેથી પોલીસે તેના ઘરેથી ઝહીનને ઝડપી પાડ્યો હતો.

કારંજ ખાતે રહેતા રમીઝને ઝડપી પાડ્યો
પોલીસને તેની પાસેથી 17 નંગ ચાઈનીઝ દોરીની રીલ મળી આવતા જપ્ત કરવામાં આવી હતી. આરોપીની પુછપરછ કરતા ચાઈનીઝ દોરીનો જથ્થો રમીઝ મન્સુરી નામના યુવક પાસેથી લાવ્યો હોવાનુ જણાવતા પોલીસે કારંજ ખાતે રહેતા રમીઝ મન્સુરીને પાંચ ચાઈનીઝ દોરીના ટેલર સાથે ઝડપી પાડ્યો હતો. બાદમાં બન્નેના વિરુદ્ધમાં આઈપીસી કલમ 188 મુજબનો ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...