અમદાવાદ સાયબર ક્રાઇમનો ઘટસ્ફોટ:નૂપુર શર્મા વિવાદ બાદ ભારત સામે સાયબર વોર છેડાયું, 2 હજારથી વધુ વેબસાઇટને નિશાન બનાવાઈ

3 મહિનો પહેલા
  • સરકારી વેબસાઇટનો ખામીઓ શોધી પીએમઓ હેઠળ આવતી NCIPCને જાણ કરી
  • સાયબર ક્રાઇમે ઘોષણાને ફેલ કરી, તેમની સરકારને ઇન્ટરપોલના માધ્યમથી જાણ કરી
  • ઇન્ડોનેશિયન 100 અને મલેશિયન 70 વેબસાઇટની ટેક્નિકલ ખામીઓ શોધી

અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે કે નૂપુર શર્માની ઘટના બાદ મલેશિયા અને ઈન્ડોનેશિયાના હેકર્સે ભારત વિરુદ્ધ સાયબર વોર શરૂ કરી દીધું છે. આ બન્ને દેશના હેકરોએ વિશ્વના તમામ મુસ્લિમ હેકરને ભારત વિરુદ્ધ ઉશ્કેરણી બાબતે એક સાયબર વોરની ઘોષણા કરી છે. ત્યાર બાદ 2000 જેટલી ભારતીય વેબસાઇટ્સ અને નેટવર્ક હેક કરવામાં આવી હતી. બે હેકર જૂથો ડ્રેગન ફોર્સ મલેશિયા અને હેકટિવિસ્ટ ઈન્ડોનેશિયા બંનેએ ભારત વિરુદ્ધ સાયબર યુદ્ધ શરૂ કર્યું છે. બંને જૂથોએ વિશ્વભરના મુસ્લિમ હેકર્સને ભારત પર સાયબર હુમલો કરવાની અપીલ પણ કરી છે. હેકર્સ ગ્રુપે 2 હજારથી વધુ વેબસાઈટ હેક કરી છે.

ઘણી માહિતી ઓનલાઈન લીક
હેકર્સે નૂપુર શર્માનું ઘર અને અંગત વિગતો ઓનલાઈન મૂકી હતી. આ સિવાય આસામની એક પ્રાદેશિક ચેનલમાં લાઈવ ટેલિકાસ્ટની વચ્ચે પાકિસ્તાનનો ધ્વજ દેખાડવામાં આવ્યો હતો. હેકર્સે થાણે પોલીસની વેબસાઈટ હેક કરી હતી. એટલું જ નહીં, આંધ્રપ્રદેશ પોલીસની અંગત વિગતો પણ આપવામાં આવી હતી. લોકોનાં આધારકાર્ડ અને પાનકાર્ડ ઓનલાઈન લીક થયા હતા. લાઈવ ટેલિકાસ્ટ દરમિયાન ન્યૂઝ ચેનલની સ્ક્રીન પર અંધારું હતું અને પાકિસ્તાનનો ધ્વજ દેખાતો હતો. આ પછી ચેનલનું ટિકર નીચે 'પવિત્ર પયગંબર હઝરત મુહમ્મદ S.A.W.W'નું સન્માન કરો. 'Hacked by Team Kranti PK

હેકર્સે યુટ્યૂબ ચેનલ હેક કરીને પાકિસ્તાનનો ધ્વજ બતાવ્યો.
હેકર્સે યુટ્યૂબ ચેનલ હેક કરીને પાકિસ્તાનનો ધ્વજ બતાવ્યો.

સાયબર ક્રાઈમે મલેશિયા અને ઈન્ડોનેશિયા સરકારને લખ્યો પત્ર
અમદાવાદ સાયબર ક્રાઈમે આ અંગે મલેશિયા અને ઈન્ડોનેશિયા સરકારને પત્ર લખ્યો છે. પત્રમાં અમદાવાદ સાયબર ક્રાઈમે બંને જૂથ માટે ઈન્ટરપોલ લુકઆઉટ નોટિસનો ઉલ્લેખ કર્યો છે.

ભારત વિરુદ્ધ મુસ્લિમ દેશોને ઉશ્કેરી સાયબર વોર જાહેર કર્યું
અમદાવાદ સાયબર ક્રાઇમના ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે નૂપુર શર્માના પ્રકરણ બાદ મલેશિયા અને ઇન્ડોનેશિયાના હેકર દ્વારા વિશ્વના મોટા ભાગના મુસ્લિમ હેકરને ભારત વિરુદ્ધ ઉશ્કેરી એક સાયબર વોરની ઘોષણા કરી હતી, જેને લીધે ઘણીબધી ભારતીય વેબસાટ્સ અને નેટવર્કને હેક કરવામાં આવ્યાં હતાં. સાયબર ક્રાઇમે ઇન્ટર્ન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના માર્ગદર્શન હેઠળ આવી ઇન્ડોનેશિયન 100 અને મલેશિયન 70 વેબસાઇટની ટેક્નિકલ ખામીઓ અથવા બગ્સ એથિકલ હેકિંગ દ્વારા શોધી કાઢી હતી. કેન્દ્ર સરકારની મદદથી તેમની સરકારને આ અંગે જાણ કરવામાં આવેલી છે અને પથ્થરનો જવાબ ફૂલથી આપેલો છે. બીજી તરફ, ભારત સરકારની 80 જેટલી સરકારી વેબસાઇટને પણ સુરક્ષિત કરવા માટે જરૂરી સૂચનો એનસીઆઇઆઇપીટીને રિપોર્ટ કર્યો હતો.

હેકે ચોરેલો ડેટા.
હેકે ચોરેલો ડેટા.

આમ, હેકર દ્વારા વેબસાઇટ નષ્ટ કરવા અથવા ડેટા ચોરી કરવા માટે થઇ શકે છે. આ બગ્સ દેશોની સરકારોની પરવાનગી લીધા બાદ મળી આવ્યા છે અને તેમને પ્રૂફ સાથે જાણ કરવામાં આવી છે, કેટલીક ભૂલો જટિલ હતી. બગ્સવાળી વેબસાઇટ સરકારનાં ઘણાં મહત્ત્વપૂર્ણ મંત્રાલયો, શૈક્ષણિક સંસ્થા, ઉદ્યોગ વગેરેને આવરી લે છે. જોકે હેકર ગ્રુપ દ્વારા સાયબર યુદ્ધ માટે મલેશિયન નેશનલ સાયબર કોઓર્ડિનેશન એન્ડ કમાન્ડ સેન્ટર દ્વારા યોગદાન માટે આભાર વ્યક્ત કર્યો હતો. અમારી ટીમ ડ્રેગન ફોર્સ મલેશિયાના હેકર્સ અને ગરુડા ઇન્ડોનેશિયાના હેક્ટિવિસ્ટ બંનેની ઓળખ શોધવા માટે તેની તકનીકી ક્ષમતાઓનો પણ ઉપયોગ કરી રહી છે. આઈપી એડ્રેસ જેવી વિગતો તેમની સામે વધુ કાનૂની કાર્યવાહી કરવા માટે ઈન્ટરપોલ સાથે સાયબર ક્રાઇમે શેર કરી હતી.

પાનકાર્ડ
પાનકાર્ડ

ભારતની 80 વેબસાઇટની ખામી પણ સાયબરે શોધી, પીએમઓને જાણ કરી
સાયબર ક્રાઇમની ટીમે 80થી વધુ ભારત સરકારની વેબસાઈટોમાં ઘણી નબળાઈઓ પણ શોધી કાઢી છે અને પીએમઓ હેઠળની નેશનલ ક્રિટિકલ ઈન્ફોર્મેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોટેક્શન સેન્ટર (NCIPC)ને એની જાણ કરી છે.

હેક કરીને ચોરેલી ગુપ્ત જાણકારી.
હેક કરીને ચોરેલી ગુપ્ત જાણકારી.

નૂપુર શર્મા વિવાદ બાદ હેકરોએ સાયબર યુદ્ધ શરૂ કર્યું
નૂપુર શર્માના વિવાદ પછી મલેશિયાના ડ્રેગન ફોર્સ અને ઇન્ડોનેશિયાના ગરુડાના હેક્ટિવિસ્ટ, વિશ્વભરના મુસ્લિમ હેકરોને ભારત અને ભારતીય લોકો સામે સાયબર યુદ્ધ શરૂ કરવા માટે હાકલ કરી હતી. આવાં હેકર જૂથો વચ્ચે સાયબર યુદ્ધ શરૂ કરવા માટેના આવા કોલ સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફેલાયેલા હતા, જેને સાયબર ક્રાઇમે શોધી કાઢ્યા છે. નૂપુર શર્માની વિગતો જેમાં સરનામું, ઈમેલ આઈડી, સંપર્ક નંબર વગેરે કેટલીક સરકારી વેબસાઈટ પરથી લીક થઈ હતી.

ડ્રેગન ફોર્સની ચીમકી.
ડ્રેગન ફોર્સની ચીમકી.

મલેશિયા ગ્રુપ 2 હજાર વેબસાઇટ હેક કરી, પાસપોર્ટ, આધાર-પાન કાર્ડ પણ લીક
મલેશિયાના ડ્રેગન ફોર્સ અને ઇન્ડોનેશિયાના ગરુડાના હેક્ટિવિસ્ટોએ 2000થી વધુ ભારતીય વેબસાઇટ્સ હેક કરવાનો દાવો કર્યો છે, જેમાં સરકારી વિભાગ, શૈક્ષણિક સંસ્થાઓ, વ્યવસાયો અને ઉદ્યોગો વગેરેનો સમાવેશ થાય છે. આવી વેબસાઇટ્સમાંથી ગોપનીય ડેટા લીક કરવામાં આવ્યો છે, જેમાં સરકારી ફાઇલો અને ડેટા, અમુક વ્યક્તિઓનાં આધારકાર્ડ, કેટલાક નાગરિકોનાં પાનકાર્ડ અને પાસપોર્ટની વિગતો, આંધ્રપ્રદેશ પોલીસના પોલીસકર્મીઓની વિગતો, ડિશ ટીવીના ડેટા સહિત અનેક વિગતો લીક કરી દીધી છે.

વન હેટ સાયબર ટીમે એક વેબસાઇટ હેક કરી હતી.
વન હેટ સાયબર ટીમે એક વેબસાઇટ હેક કરી હતી.
અન્ય સમાચારો પણ છે...