તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાયબર ક્રિમિનલ સાવધાન:સાયબર ફ્રોડ આચરતા ગૂનેગારોને પછાડવા સાયબર ક્રાઈમ પોલીસ તૈયાર, 9 કર્મીઓને એથિકલ હેકિંગની તાલીમ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સાયબર ક્રાઇમ પોલીસના 9 કર્મચારીઓમાં 6 પુરૂષ અને 3 મહિલા પોલીસકર્મીઓ તાલીમ લઈ રહે છે
  • સાયબર ક્રાઈમ પોલીસે અગાઉ કેસ સોલ્વ કરવા માટે બહારથી એક્સપર્ટની મદદ લેવી પડતી હતી
  • સાયબર ક્રાઇમ ખાતે ઇન્ટર્નશિપની 700 એપ્લિકેશન પૈકી એક્સપર્ટ પેનલે 7 લોકોનું સિલેક્શન કર્યું

રાજ્યમાં લોકોના ઘરેઘરે સ્માર્ટ ફોન, લેપટોપ અને કોમ્યુટર છે. હવે આ ડિજિટલ યુગના જમાનામાં આ અદ્યતન ટેક્નોલોજીથી કોઈ દૂર રહી શકતું નથી. લોકોને ઈન્ટરનેટનો સદઉપયોગ અને દૂરઉપયોગ પણ મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. જેમાં ઘણા લોકો જોડે છેતરપિંડી અને બદનામીના કિસ્સા સામે આવતા હોય છે. ત્યારે તેને ડામવા કે આરોપીને પકડવા માટે પોલીસે એક્સપર્ટની મદદ લેવી પડતી હોય છે. ત્યારે સાયબર પોલીસે પોતાના જ 9 કર્મચારીઓને એથિકલ હેકિંગની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું છે.

બેંક ફ્રોડ, હેકિંગ, બ્લેકમેઈલિંગ સહિતના સાયબર ક્રાઈમ
હાલની પરિસ્થિતિમાં ક્રેડિટ કે ડેબિટ કાર્ડ ફ્રોડ, બેકિંગ ફ્રોડ, ફિશિંગ અટેક, વેબસાઈટ હેકિંગ, ડેટા ચોરી, સાયબર બુલિંગ, સાયબર સ્ટોકિંગ, બ્લેકમેઈલિંગ, અશ્લીલતાનો પ્રચાર, ફેક પ્રોફાઈલ, ચાઈલ્ડ પોર્નોગ્રાફી વગેરે જેવી ફરિયાદો વધી રહી છે. આ તમામ ફરિયાદની તપાસ દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસને ટેક્નિકલ ઘણી તકલીફ પડતી હોય છે. જેથી તેઓને બહારથી એક્સપર્ટની મદદ લેવી પડતી હતી. આ તમામ પ્રકારની ફરિયાદનો ઝડપી નિકાલ લાવવા માટે સાયબર ક્રાઇમ પોલીસને ટેક્નિકલ નોલેજ પૂરતું હોવું જરૂરી છે. જેથી આરોપી તેમને ચૂક આપે તેના પહેલા જ તેની લોકેશન, ડિજિટલ ફૂટ પ્રિન્ટ વગેરે મેળવીને તેમને પકડી શકાય. આથી હવે સાયબર ક્રાઇમ પોલીસને આ બાબતે ટેક્નિકલ નોલેજ મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પોલીસકર્મીઓને લેટેસ્ટ ટેક્નોલોજીથી એથિકલ હેકિંગની ટ્રેનિંગ
સાયબર ક્રાઇમ ગુન્હાઓની ટેક્નિકલ સમસ્યાઓ દૂર થાય તે માટે સાયબર ક્રાઇમ સેલ, અમદાવાદ શહેર ખાતે ટેક્નિકલ અને ફોરેન્સિક કામગીરી માટે ટેક્નિકલ બેકગ્રાઉન્ડ તેમજ કોમ્યુટર વિષેની જાણકારી ધરાવનાર કુલ 9 પોલીસ કર્મચારીઓ પૈકી 6 પુરુષ અને 3 મહિલા કોન્સ્ટબલો કાર્યરત છે. આ કર્મચારીઓને હાઇલી ટેક્નિકલ બનાવવા તથા લેટેસ્ટ ટેક્નોલોજીના ઉપયોગથી બનતા ગુનાઓને ઉકેલવા માટે જરૂરી ટેક્નોલોજીને આવરી લેતો એથિકલ હેકિંગનો કોર્ષની તાલીમ લઇ રહેલા છે. આ પોલીસ કર્મચારીઓને માલવેર એનાલિસિસ, વેબસાઇટ વર્ટેબ્લિટી, ફ્રિશિંગ નેટવર્ક પેનિટ્રેશન, પોર્ટ એકસપ્લોઇટેશ ઇન્ક્રિપ્શન, ટોર, સોશિયલ એન્જિનિયરિંગ વગેરે જેવા વિષયો શીખવવામાં આવી રહ્યા છે. આ એથિકલ હેકિંગનો કોર્ષના સમયગાળો કુલ 2 મહિનાનો છે

ટેક્નિકલ સ્કિલમાં વધારો થશે
સાયબર ક્રાઈમ ગુનાઓનાં મૂળ સુધી પહોંચીને આરોપીઓની ડિજિટલ ફૂટ પ્રિન્ટ શોધીને તેઓને પકડવા માટે પોલીસ કર્મચારીઓ પોતાના શિક્ષણ અભ્યાસનાં અનુભવ એથિકલ હેકિંગ કોર્ષ ટેક્નિકલ અને ફોરેન્સિકની મદદથી આવા ગુનાઓને શોધવા માટે તૈયાર થઇ રહેલા છે . એથિકલ હેકિંગનો કોર્ષ કરવાથી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓની ટેક્નિકલ સ્કિલમાં વધારો થશે. જે ઉપરોક્ત કોઇ પણ પ્રકારના સાયબર ક્રાઈમને લગતા ડિટેશનની કામગીરીમાં મદદરૂપ થશે.

ઇન્ટર્નશિપ માટે એડ આપતા 700 એપ્લિકેશન આવી
હમણાં થોડા સમય પહેલા લોક રક્ષકોએ 50 વેબસાઇટોમાં બગ ખામીઓ શોધી કાઢ્યા હતા અને તેને NCIPC નામની PMOની દેખરેખ હેઠળ આવતી સંસ્થામાં રિપોર્ટ કર્યો છે. જે આ વેબસાઇટોની સિક્યોરિટી વધારવામાં ખૂબ જ મદદરૂપ થશે અને ભવિષ્યમાં હેક થતી બચશે. સાયબર ક્રાઇમ ખાતે ઇન્ટર્નશિપ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ ઉપર એડવર્ટાઈઝ આપીને ઓનલાઇન એપ્લિકેશનો મંગાવવામાં આવેલી કુલ 700 એપ્લિકેશનો આવી હતી. આ માટે ઇન્ટરવ્યૂના 3 રાઉન્ડ યોજવામાં આવેલા હતા. જેમાં સાયબર ક્રાઇમ અમદાવાદ, એન.એફ.એસ.યુ. રક્ષા શક્તિ યુનિવર્સિટી અને GTUની એક્સપર્ટ પેનલ દ્વારા 7 લોકોનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જે લોકો સાયબર ક્રાઇમ અમદાવાદ ખાતે પ્રોજેક્ટ કરશે અને ટુલ્સ બનાવશે જે સાયબર ઇન્વેસ્ટિગેશનમાં મદદરૂપ થશે.