લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષના પર્સનલ ટ્વિટર એકાઉન્ટની પોસ્ટને રિટ્વિટ કરી લોકરક્ષક ભરતી અંગે ખોટી પોસ્ટ કરનાર સામે સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી આ મામલે તપાસ હાથ ધરી છે.
હેડ કોન્સ્ટેબલે ફરિયાદ નોંધાવી
લોકરક્ષક ભરતી બોર્ડમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દાનસિંહ પ્રતાપભાઈ બારડે સાયબર સેલમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, લોક રક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે આઇપીએસ હસમુખ પટેલ છે. તેઓના પર્સનલ ટ્વિટર એકાઉન્ટ પર ભરતી બોર્ડના નિર્ણયો અંગેની જાણકારી મુકવામાં આવે છે. આ કામગીરી અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમમાં રહેલા વાયરલેસ પીએસઆઈ પી.કે.દેત્રોજા કરે છે.
અધ્યક્ષના પર્સનલ ટ્વિટર એકાઉન્ટને રિટ્વિટ કરી
ગત તા.11-4-2022ના રોજ અધ્યક્ષના પર્સનલ ટ્વિટર એકાઉન્ટના ફોલોઅર્સે રિટ્વિટ કરી પોસ્ટ કરી હતી કે, આજે લેવાયેલી લોકરક્ષક પરીક્ષામાં જે ઉમેદવારોને 40થી વધુ અને શારીરિક કસોટીમાં 10થી વધુ માર્ક્સ હશે, તેઓને ટૂંક સમયમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. જોકે આવો કોઈ નિર્ણય ભરતી બોર્ડ દ્વારા લેવાયો ન હતો કે, જાહેરાત પણ થઈ ન હતી. તેમ છતાં આરોપીએ પોતે ભરતી બોર્ડ કમિટીનો સભ્ય ના હોવા છતાં અધિકૃત વ્યક્તિ હોવાનો દેખાવ કરી સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર મૂકી ઉમેદવારોને ભ્રમિત કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.