તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેક મેસેજ:અમદાવાદ-સુરતમાં સૈન્ય લોકડાઉન અંગે પોસ્ટ વાઈરલ કરનાર શખ્સ સામે સાયબર ક્રાઈમ સેલે ગુનો નોંધ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકડાઉનના લંબાવવા અંગે સોશિયલ મીડિયામાં હિન્દીમાં એક ફેક મેસેજ વાઇરલ થયો હતો

સોશિયલ મીડિયામાં અમદાવાદ અને સુરતમાં સૈન્ય લોકડાઉનના અંગે ફેસબુક પર પોસ્ટ વાઇરલ કરનાર શખ્સ સામે અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. લોકડાઉનના લંબાવવા અંગે સોશિયલ મીડિયામાં હિન્દીમાં એક ફેક મેસેજ વાઇરલ થયો હતો. જેમાં આખું અમદાવાદ અને સૂરત સૈન્યને સોંપી દેવામાં આવશે અને લોકડાઉન કરવામાં અવશેમ જેથી અનાજ, કરીયાણું શાકભાજી સ્ટોક કરી લો. મુખ્યમંત્રી વિજય રૂપાણી નિયંત્રણ બહાર પાડી શકે છે.માત્ર દૂધ અને દવા જ મળશે. અમદાવાદમાં રહેતા તમારા મિત્રોને જાણ કરી દો. ગુજરાત સરકારની બેઠક ચાલે છે અને ગમે ત્યારે અમદાવાદ સંપૂર્ણ બંધ કરવાની જાહેરાત થઈ શકે છે. હિન્દીમાં વાઈરલ થયેલા આ મેસેજને અમદાવાદ સાયબર ક્રાઈમે અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તપાસ કરતાં ગુલામ હુસેન કલદાર નામના શખ્સના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ મળી આવી હતી. પોલીસે અફવા ફેલાવવા પોસ્ટ વાઈરલ કરતા તેની સામે ગુનો નોંધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...