ચીટિંગ:ગ્રાહકોના ATM કાર્ડ ક્લોન કરીને છેતરપિંડી આચરતાં હોટેલના મેનેજર સહિત ત્રણ શખ્સની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

અમદાવાદએક વર્ષ પહેલા
હોટેલના મેનેજર સહિત ત્રણ શખ્સની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી - Divya Bhaskar
હોટેલના મેનેજર સહિત ત્રણ શખ્સની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
  • પોલીસે તેમની પાસેથી ત્રણ મશીન, 2 ડેટા રીડર, લેટોપ તેમજ બનાવટી અને કોરા બેનક કાર્ડ કબ્જે કર્યા
  • હોટેલ ફોર પોઈન્ટ્સ બાય શેરેટોનમાં ATM કાર્ડ ક્લોન થયા હોવાની ફરિયાદ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી

ગુજરાત કોલેજ પાસે આવેલી હોટલ ફોર પોઇન્ટ્સ બાય શેરેટોનમાં કાર્ડથી પેમેન્ટ કરતા ગ્રાહકોના કાર્ડ પર્સનલ ટર્મિનલ પેમેન્ટ મશીનથી ક્લોન કરી છેતરપીંડી કરતા હોટલના ફ્રન્ટ ડેસ્ક મેનેજર સહિત ત્રણ શખ્સની સાયબર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ત્રણ મશીન, 2 ડેટા રીડર, લેટોપ તેમજ બનાવટી અને કોરા બેનક કાર્ડ કબ્જે કર્યા હતા. આરોપી મેનેજર પર્સનલ પેમેન્ટ ટર્મિનલ મશીન દ્વારાગ્રાહકોના ચેક આઉટ દરમિયાન કાર્ડથી પેમેન્ટ કરતા લોકોનું પેમેન્ટ પોતાના મશીનમાં ક્લોન કરી નાણાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ શંકાસ્પદ વ્યવહારોની તપાસ બાબતે સીસીટીવી જોતાં ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતા દિગ્વિજયસિંગ પર શંકા જતા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પોલીસે ત્રણ મશીન, 2 ડેટા રીડર, લેટોપ તેમજ બનાવટી અને કોરા બેનક કાર્ડ કબ્જે કર્યા
પોલીસે ત્રણ મશીન, 2 ડેટા રીડર, લેટોપ તેમજ બનાવટી અને કોરા બેનક કાર્ડ કબ્જે કર્યા

ફ્રન્ટ ડેસ્ક મેનેજરની હાજરીમાં બિલ ચુકવણી થતી હતી
હોટલ ફોર પોઇન્ટ્સ બાય સેરાટોનમાં રોકાયેલ શેખ અમરુદ્દીન અને નિમિશ નાહરના એટીએમ કાર્ડ ક્લોન થયા હોવાની અને શંકાસ્પદ વ્યવહારોની જાણ કરી હતી. હોટલના ફ્રન્ટ ડેસ્ક પર આવીને સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ ફ્રન્ટ ડેસ્ક મેનેજરની હાજરીમાં બિલ ચુકવણી કરતા હતા. આ શંકાસ્પદ વ્યવહારોની તપાસ બાબતે સીસીટીવી જોતાં ફ્રન્ટ ડેસ્ક પર કામ કરતા દિગ્વિજયસિંગ પર શંકા જતા ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

આરોપી બનાવટી મશીનથી ગ્રાહકોના ડેટા ક્લોન કરી લેતો
સાયબર ક્રાઈમની ટીમે દિગ્વિજયસિંગની પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે બનાવટી મશીનથી ગ્રાહકોના ડેટા ક્લોન કરી લેતો હતો. આ મશીન દિલ્લીના યુવરાજ પરદેશી નામના યુવક પાસેથી મેળવ્યું હતું. જેથી પોલીસે યુવરાજની ધરપકડ કરી પૂછપરછ કરતા તે પોતે આ કાર્ડ વેપારીઓને અને હોટલ રિસેપશનિસ્ટને પુરા પાડે છે અને ડેટા મેળવી બનાવટી કાર્ડ કરી અને ક્લોન કરતો હતો. આ કાર્ડ સુરતના અતુલ ઘેલાણી નામના યુવકને મોકલતો હતો. જે નાણાં વિડ્રો કરી લેતો હતો. ડાર્ક વેબ પરથી પણ ડેટા ખરીદી પોતે બનાવટી કાર્ડ ખરીદી નાણાં મેળવી લેતો હતો. હાલ ત્રણેયની ધરપકડ કરી અન્ય કઈ કઈ હોટેલમાં આ મશીન આપ્યા છે તેની તપાસ શરૂ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...