ટેક્સ ચોરી રોકવા પાઇલટ પ્રોજેક્ટ:કસ્ટમ હવે આયાતકારોનાં કન્ટેનર્સનું ટ્રેકિંગ કરી શકશે, દેશનાં તમામ બંદરો પર લાગુ થઈ શકે છે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં સીબીઆઈસીએ કસ્ટમ પોર્ટ પરથી ફેક્ટરી સુધી પહોંચતા કન્ટેનર વાહન ટ્રેકિંગ કરવાની નવી સિસ્ટમ અમલમાં મૂકી છે. આયતકારોને અપાતા આયાત પરના લાભોને લઈને ટેક્સ ચોરી કરાતી હતી. આ ગેર પ્રવૃતિઓને અટકાવવા સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે ટ્રેકિંગ સિસ્ટમનો અમલ રાજ્યના મુદ્રા સહિતના પોર્ટ પર કરાયો છે. જો આ નવી સિસ્ટમમાં સફળતા મળશે તો તેનો અમલ સમગ્ર દેશનાં બંદરો પર કરાશે.

તાજેતરમાં કસ્ટમના કાયદામાં સુુધારો કરી નિકાસકારોને પોતાનો માલ ડ્યૂટી ભર્યા વગર લાવવાની છૂટ અપાઈ છે. જે માલ ઉત્પાદનમાં વાપરી ભવિષ્યમાં તે માલ નિકાસ કરવાની જવાબદારી રહેલી છે. આવા કિસ્સામાં ઘણી વાર આયાતકાર દ્વારા માલ બીજી જગ્યાએ મોકલી દેવાતો હોય છે, જેના કારણે સરકાર દ્વારા અપાતા લાભનો ખોટી રીતે ગેરલાભ લેવામાં આવે છે અને સરકારની તિજોરીને નુકસાન થાય છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા આવા કન્ટેનરોનું ટ્રેકિંગ કરવાનું નક્કી કરાયું છે.

કસ્ટમે હાલ પાઇલટ બેઝિક પર મુદ્રા અને નજીકનાં બંદરો પર એનો અમલ શરૂ કર્યો છે. જો આમાં સફળતા મળશે તો દેશમાં આનો અમલ કરાશે. આમ આ પ્રોજેક્ટના કારણે સરકારને આયાતકારો દ્વારા ખોટી રીતે આયાતના લાભ લેવામાં આવતા અટકાવી શકાશે, જેના કારણે સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...