તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આ વર્ષે 30 ટકા સિલેબસ ઓછો થયો છે જેના કારણે પેપર સ્ટાઈલ પણ બદલાઈ છે. નવી પેપર સ્ટાઈલના મટિરિયલ જલ્દી આવતાં નથી. જેના કારણે બોર્ડના વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે. કેમ કે, અત્યાર સુધી જૂની પદ્ધતિ પ્રમાણે મટિરિયલમાંથી પેપરો સરળતાથી મળતા હોવાથી બધા વિષયોના 50 પેપર્સ જાન્યુઆરી સુધીમાં સોલ્વ થઈ જાય છે. આ વખતે વિદ્યાર્થીઓએ 25 જ પેપરોની પ્રેક્ટિસ કરી છે. 50 ટકા પેપર્સ સોલ્વ નથી થયા. એક વર્ષ માટે જ આ પેપર સ્ટાઈલ હોવાથી પબ્લિશર્સને પણ નવા મટિરિયલ બનાવવામાં ઓછો રસ છે. જોકે બોર્ડની પરીક્ષા પાછળ ઠેલાઈ છે પરંતુ વિદ્યાર્થીઓમાં પેપર પ્રેક્ટિસ માટે ઓક્ટોબર મહિનાથી તાલાવેલી છે. જેથી કેટલાક ટ્યુશન ક્લાસિસ પાસેથી પેરેન્ટ્સ બોર્ડના વિદ્યાર્થીઓ માટે પેપરો પ્રેક્ટિસ માટે તૈયાર કરાવી રહ્યા છે. તેમાં પણ અંગ્રેજી માધ્યમના પેપર્સ ગુજરાતી માધ્યમ કરતા ઓછા ઉપલબ્ધ છે.
અત્યાર સુધી 4 જ પેપર સોલ્વ કર્યા છે
દર વર્ષે મળતા હતા તે રીતે ધોરણ 10ના પેપરો અત્યારે માર્કેટમાં જોવા મળતા નથી. તેથી અમારા ટીચર્સ અમને સ્કૂલમાંથી જ પેપર્સ આપી રહ્યા છે. અત્યાર સુધી ટોટલ ચાર જેટલા પેપર સોલ્વ કર્યા છે. બાકી ટ્યુશનમાંથી હેલ્પ મળી રહી છે. - ક્રિશ્નપાલસિંહ રાજપૂત, ધોરણ 10
20થી 25 ટકા પેપર્સ અત્યાર સુધી પહોંચ્યા
સિલેબસમાં 30 ટકા ઘટાડો થવાને કારણે નવી સ્ટાઇલના પેપરો માર્કેટમાં બહુ ઓછા અવેલેબલ છે. નવા મટિરિયલ આવ્યા ના હોવાથી 20થી 25 ટકા પેપર્સ જ પહોંચ્યા છે. જેથી વિદ્યાર્થીઓ ક્લાસિસ અને સ્કૂલમાંથી આ પેપર્સ મેળવી રહ્યા છે. - પુલકિત ઓઝા, શિક્ષણવિદ
સ્કૂલ, ટ્યુશનના મળીને 11 પેપર્સની પ્રેક્ટિસ કરી
અત્યાર સુધી ટ્યુશનમાં મળ્યા તેટલા પેપર સોલ્વ કર્યા છે. માર્કેટમાં સિલેબસના પેપર્સ એવેલેબલ નથી એટલા માટે સોલ્વ નથી થયા. અત્યાર સુધી ટોટલ 6 પેપર્સ ટ્યુશનમાં સોલ્વ થયા છે. જ્યારે સ્કૂલમાં યુનિક ટેસ્ટમાં મળતા 5 એમ ટોટલ 11 જેટલા પેપર્સ જ સોલ્વ થયા છે. - દેવ પટેલ, ધોરણ 12
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.