ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (જીપીએસસી)ની ક્લાસ 1, 2ની 102 જગ્યા માટે રવિવારે રાજ્યના 21 જિલ્લામાં પ્રાથમિક કસોટી લેવાઈ હતી, જેમાં 60 ટકા ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.ઉમેદવારોના મતે, આ વર્ષે કરન્ટ અફેર્સના પ્રશ્નો કોઈ પબ્લિકેશનની બુકમાંથી બેઠા પુછાયા ન હતા.
ઉપરાંત સરકારી યોજનાઓના પ્રશ્નોમાં પણ ખૂબ જ ઊંડાણથી પ્રશ્નો પુછાયા હતા. જ્યારે સરકારી યોજનાઓમાં સરકારની સિદ્ધિઓની માહિતી પણ પેપરમાં પૂછવામાં આવી હતી. ઉમેદવારોના જણાવ્યા પ્રમાણે, આ વર્ષનું પેપર પણ આગળનાં વર્ષો જેવું જ કડક રહ્યું છે. મેથ્સના 5થી 7 પ્રશ્ન સમયના અભાવે મોટા ભાગના ઉમેદવારોએ છોડવા પડ્યા હતા. જે ઉમેદવારોએ કોઈ પબ્લિકેશનની બુકને આધારે કરન્ટ અફેર્સ તૈયાર કર્યા હતા, તે તમામ માટે અમુક પ્રશ્નો સરપ્રાઇઝ જેવા હતા. સામાન્ય રીતે કરન્ટ અફેર્સના પ્રશ્નો સ્કોરિંગ કરવા માટે સરળ હોય છે, પણ આ પેપરમાં કરન્ટ અફેર્સના પ્રશ્નોએ ઉમેદવારોને વિચારવા મજબૂર કરી દીધા હતા. બંધારણ, ઇતિહાસ, કલ્ચર વિષયના પ્રશ્નો સરળ રહ્યા હતા. જોકે પેપરમાં ઓવરઓલ મોટા ભાગના પ્રશ્નો ફેરવીને પુછાયા હતા.
સરકારી યોજનાઓના આ પ્રશ્નો પુછાયા
મેરિટ 130થી 150ની વચ્ચે રહેવાની શક્યતા
ક્લાસ 1, 2ની પ્રીલિમ્સના 400 ગુણના બે પેપરમાં ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જેવા વિષયોના પ્રશ્નો સરળ રહ્યા હતા. જ્યારે કરન્ટ અફેર્સ અઘરું રહ્યું હતું. આ વખતની ભરતીમાં જગ્યાઓની સંખ્યા પણ ઓછી છે, તેથી મેરિટ 130થી 150 વચ્ચે રહેવાની શક્યતા છે. - બલરામ ચંદેલા, તજજ્ઞ, સ્પર્ધાત્મક પરીક્ષા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.