તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Curfew In Surat, Vadodara And Rajkot From 9 Pm To 6 Am Tonight, The Pattern Of Corona Virus Has Changed So Serious Patients Are Increasing: Dr. Prabhakar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:આજે રાત્રે 9થી સવારે 6 સુધી સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યૂ, કોરોના વાઇરસની પેટર્ન બદલાઈ એટલે ગંભીર દર્દીઓ વધી રહ્યા છે: ડૉ. પ્રભાકર

અમદાવાદ12 દિવસ પહેલા

નમસ્કાર!

કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી કર્ફ્યૂ લાગુ કરવામાં આવશે. ગુજરાતમાં વધતા કોરોના અંગે ડો. પ્રભાકરે જણાવ્યું હતું કે કોરોના વાઇરસની પેટર્ન બદલાઈ છે એટલે ગંભીર દર્દીઓ વધી રહ્યા છે. ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઈએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ43,882.25+282.29
ડોલરરૂ.74.14-0.12
સોનું(અમદાવાદ) પ્રતિ 10 ગ્રામરૂ. 52,300-500

આ 4 ઘટના પર રહેશે નજર
1.) આજે રાત્રે 9થી સવારે 6 સુધી સુરત, વડોદરા અને રાજકોટમાં કર્ફ્યૂ લાગુ થશે.
2.) રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા, કેન્દ્રની ટીમ આજે અમદાવાદ આવશે. સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે.
3.) રાજકોટના એન્ટ્રી પોઈન્ટ પર તમામ મુસાફરોનું ચેકિંગ, ચાની હોટલો અને પાનના ગલ્લા પર ચેકિંગ કરાશે.
4.) આજે જલારામબાપાની 221મી જન્મજયંતી કોરોના મહામારીને પગલે સાદાઈથી ઊજવાશે.

હવે જોઈએ ગઈકાલના 6 ખાસ સમાચાર
1.) કોરોના વાઇરસની પેટર્ન બદલાઈ એટલે ગંભીર દર્દીઓ વધી રહ્યા છે: ડૉ. પ્રભાકર

દિવાળીના તહેવારો બાદ રાજ્યભરમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરામાં DivyaBhaskarની ટીમે શહેરના નામાંકિત ડોક્ટરો સાથે વાતચીત કરી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલના પૂર્વ નિયામક ડો. એમ.એમ. પ્રભાકરે જણાવ્યું હતું કે હાલમાં કોરોના વાઇરસની પેટર્ન બદલાઈ હોય તેવું લાગી રહ્યું છે, જેને કારણે દર્દીઓ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ થઈ રહ્યા છે.
વાંચો સમાચાર વિગતવાર

2.) કરાર કરનારા 925 MBBS ડોક્ટરોને 2 દિવસમાં AMC સમક્ષ હાજર થવા આદેશ
રાજ્યમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ છે ત્યારે અમદાવાદમાં 57 કલાકનો રાત્રિ કર્ફ્યૂ લાગુ કરાયો છે. ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 925 બોન્ડ કરનારા બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી (MBBS) ડોક્ટરોને હાજર થવાનો આદેશ કર્યો છે. હાજર ન થનારા ડોક્ટરો સામે એપેડેમિક એક્ટ મુજબ કાર્યવાહી કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.
વાંચો સમાચાર વિગતવાર

3.) અમદાવાદમાં માસ્ક નહીં તો ટેસ્ટની લાઈનમાં ઊભા રાખશે
અમદાવાદમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા માટે આજે રાત્રે 9થી સોમવાર સવાર 6 વાગ્યા સુધી કર્ફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. માસ્ક વગર ફરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. માસ્ક વગર ફરતા લોકોનો કોરોના ટેસ્ટ કરાઈ રહ્યા છે અને જો ટેસ્ટ પોઝિટિવ આવે તો સીધા હોસ્પિટલ મોકલાય છે અને નેગેટિવ આવે તો 1 હજારનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે.
વાંચો સમાચાર વિગતવાર

4.) હવે ડિસેમ્બર સુધી સ્કૂલો શરુ થાય એવી કોઈ શક્યતાઓ નથી
ગુજરાતમાં કોરોના વાઇરસના કેસ વધવાને કારણે 23 ડિસેમ્બરે સ્કૂલો ખોલવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો છે. જો હવે સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકાર 31 ડિસેમ્બર પછી સ્કૂલો શરુ કરે તેવી કોઈ શક્યતાઓ નથી. તે સંજોગોમાં ધોરણ 1થી8માં ભણતા વિદ્યાર્થીઓને ઝીરો વર્ષ ગણીને માસ પ્રમોશન આપવું પડે તેવી સ્થિતિ છે. જ્યારે ધોરણ 9 અને 11માં માત્ર ત્રણ મુખ્ય વિષયની વાર્ષિક પરીક્ષા લઈને પરિણામ જાહેર થઈ શકે તેમ છે, પરંતુ બોર્ડની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે તેમાં પણ 50 ટકા અભ્યાસક્રમ અને OMR પદ્ધતિથી લેવામાં આવે તેવી શક્યતાઓ છે.
વાંચો સમાચાર વિગતવાર

5.) વડોદરામાં બે અનાથ ભાઇને દંપતીએ દત્તક લીધા
અકસ્માતે પાણીમાં ડૂબી જવાથી એકસાથે બે પુત્રોને ગુમાવનાર વડોદરાના પ્રજાપતિ દંપતીએ દીપક ફાઉન્ડેશન દ્વારા સંચાલિત સમાજ સુરક્ષા સંકુલમાં રહેતા બે સગા ભાઇને દત્તક લઇને સામાજિક જવાબદારી નિભાવી છે. દંપતીએ જણાવ્યું હતું કે આજે અમને બે પુત્રો પરત મળી ગયા છે. આજે અમે અમારી ખુશી વ્યક્ત કરી શકતા નથી તેટલી ખુશી આજે થઇ રહી છે.
વાંચો સમાચાર વિગતવાર

બજારની હલચલ
- બીએસઈની માર્કેટ કેપ 171.71 લાખ કરોડ રૂપિયા રહી. લગભગ 51% કંપનીના શેરોમાં વધારો રહ્યો. 2978 કંપનીઓનાં શેરોમાં ટ્રેડિંગ થયું તેમાં 1532 કંપનીના શેર વધ્યા અને 1269 કંપનીના શેર તૂટ્યા.

અને દેશમાં આજે...
- 15મી જી-20 સમિટ (શિખર સંમેલન) આજથી શરૂ. 22 નવેમ્બર સુધી ચાલનારી સમિટ આ વખતે વર્ચ્યુઅલ હશે. અધ્યક્ષતા સાઉદી અરેબિયાના કિંગ કરશે.
-મધ્યપ્રદેશમાં ઈન્દોર, ભોપાલ, ગ્વાલિયર, રતલામ અને વિદિશામાં આજથી દરરોજ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.
-રાજસ્થાનના તમામ જિલ્લાઓમાં આજથી કલમ-144 લાગુ થઈ જશે. કોરોનાના વધતા કેસોને કારણે આ નિર્ણય લેવાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો