તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Curfew, Closure Of 250 Hotels Without Staff Returning Home In Holi; About 50 Per Cent Of The Artisans Who Went To Rajasthan Have Not Returned

કોરોના ઇફેક્ટ:કર્ફ્યૂ, હોળીમાં વતન ગયેલો સ્ટાફ પાછો ન આવતા 250 હોટેલો બંધ; રાજસ્થાન ગયેલામાંથી 50 ટકા કારીગરો પરત ફર્યા નથી

અમદાવાદ5 મહિનો પહેલાલેખક: સંકેત ઠાકર
  • કૉપી લિંક
  • હોટેલોમાં મુખ્ય ઘરાકી રાતની હોવાથી આવક બંધ થઈ ગઈ

શહેરમાં 3 હજારથી વધુ નાનીમોટી હોટેલો છે, જેમાં આશરે 200થી વધુ નાની- મોટી હોટલો હાલની સ્થિતિને કારણે બંધ થઈ ગઈ છે. અમદાવાદ ફૂડ અને રેસ્ટોરાં એસોસિએશન (રાજસ્થાની)ના સભ્ય નરેન્દ્ર ટેલીએ જણાવ્યું કે, કોરોના પહેલાં શહેરમાં 9 જગ્યાએ અમારી હોટેલ ચાલતી હતી, પરંતુ કોરોનાની બીજી લહેરમાં અને નાઇટ કર્ફ્યૂને કારણે હવે માત્ર 4 આઉટલેટ હોટેલ ચાલુ છે. વસ્ત્રાપુરમાં મારી હોટેલ હમણાં જ 25 દિવસ પહેલા બંધ કરી છે. શહેરભરમાં આશરે 200થી 250 હોટેલો બંધ થઈ ગઈ છે.

નાઇટ કર્ફ્યૂ પણ હોટેલ બંધ થવાનું મુખ્ય કારણ
હોટલ માલિક વિજયભાઈએ જણાવ્યું કે, વસ્ત્રાપુરમાં અમારી હોટેલ છે, પરંતુ મહિનાનું ભાડું આશરે 50 હજારથી 80 હજાર સુધી હોય છે. સાથે સાથે દર મહિને હોટેલમાં કામ કરતા કારીગરોને આશરે 1 લાખ સુધીનો પગાર પણ આપવાનો હોય છે. હોટેલની મુખ્ય ઘરાકી રાતનાં સમયની હોય છે, પણ કર્ફ્યૂને કારણે આવક બંધ હોવાથી હોટેલ બંધ કરવી પડી છે.

કોરોનાના ડરને લીધે કારીગરો આવ્યા નથી
એક હોટેલ માલિકે જણાવ્યું કે, સરકાર દ્વારા એક હોટેલમાં કેટલા કારીગરો રાખવા તે અંગે કોઈ મર્યાદા નક્કી કરાઈ નથી. શહેરની મુખ્ય હોટેલોના જેટલા કારીગરો હોળીનો તહેવાર ઊજવવા રાજસ્થાન ગયા હતા તેમાંથી હજી 50 ટકા સ્ટાફ પાછો આવ્યો નથી.

કોરોનાને કારણે મહિને 40 હજાર આવક ઘટી
એક સામાન્ય હોટેલને ઊભી કરવાનો આશરે 7થી 8 લાખ ખર્ચ થાય છે. એક સામાન્ય હોટેલ મહિનામાં આશરે 50 હજારથી 70 હજારની કમાણી કરી આપે છે. કોરોના દરમિયાન એક હોટેલ મહિનાના માત્ર 10 હજાર કે 12 હજાર જેટલી કમાણી કરી રહી હોવાનું હોટેલ માલિકે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...