તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નરોડાના કૃષ્ણનગર બસ સ્ટેશનથી સીટીએમ થઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા, સુરત, મુંબઈ, નાસિક તરફ જતી એસટી બસોમાંથી મોટા ભાગની બસો વચ્ચે આવતાં કેટલાક સ્ટેશનો પર ઉભી રહેતી નથી તેવી ફરિયાદો મળી છે. આ રૂટ પર ઠક્કરબાપાનગર, ખોડિયારનગર, વિરાટનગર, સોનીની ચાલી અને રબારી કોલોની એમ પાંચ જેટલા સ્ટોપેજ છે પણ હાલ આ પાંચ સ્ટોપેજમાંથી વિરાટનગર અને સોનીની ચાલી સ્ટોપેજના પાટિયા નીકળી જતાં કેટલીક એસટી બસો ઉભી રહેતી નથી. તો બીજી તરફ બાકીના સ્ટોપેજના જે પાટિયા છે તે ઓવરબ્રિજ નીચે ઢંકાઈ ગયા છે કે પછી ત્યાં ગેરકાયદેસર પાર્કિંગને કારણે સ્ટેશનનું બોર્ડ મુસાફરોને દેખાતું નથી એટલે તેઓ આમ તેમ ભટકે છે.
વિરાટનગર,સોનીની ચાલીના સ્ટોપેજ નીકળી ગયા છે
શહેરના પૂર્વ વિસ્તારમાં નરોડાના કૃષ્ણનગર ડેપોથી સીટીએમ એક્સપ્રેસ વે સુધીના પટ્ટામાં લાખો લોકો વસવાટ કરે છે જેમને મુંબઈ, સુરત, વડોદરા,નાસિક તરફ જવાનું હોય. તેમને બસ સેવા મળે તે માટે 5 વર્ષ પહેલાં ઠક્કરબાપાનગર, ખોડિયારનગર, વિરાટનગર, સોનીની ચાલી પાસે બસ સેવા મળે તે માટે સ્ટોપેજ મૂકેલા હતાં. હાલમાં કોઈ પણ કારણ વિના વિરાટનગર અને સોનીની ચાલી પર મૂકેલા સ્ટોપેજના થાંભલા નીકળી ગયા છે. જેથી મુસાફરોને તકલીફ પડે છે તો ક્યારેક બસો પણ ઉભી રહેતી નથી. -રતિભાઈ પટેલ, સામાજિક કાર્યકર
મુસાફરોને અહીં બસ ઊભી રહેશે કે નહીં તેવી ખબર જ નથી
એસટીની બસ સેવા એક સમયે ગૌરવ સમાન હતી પણ ધીમે ધીમે લોકો પ્રાઈવેટ વાહનો વસાવતાં ગયા તેમ પેસેન્જર ઓછા મળતાં સેવા કથળવા લાગી. નરોડાથી એક્સપ્રેસ વે થઈ મુંબઈ, વડોદરા તરફ જવું હોય તો ચોક્કસ સ્ટોપેજ પર બસ ઉભી રહેશે તેવો વિશ્વાસ કરી શકાય નહી. કેટલાક સ્ટોપેજ નીકળી ગયા છે. જેથી બહારના મુસાફરોને અહીં બસ ઉભી રહેશે તેવી પણ ખબર પડતી નથી. શહેરના પૂર્વ વિસ્તારમાં આવા લાખો મુસાફરો છે જેમને નિયમિત રીતે બસ ન મળવાની ફરિયાદ કરી છે. - ભરત પંચાલ, રામોલ
ક્યાંક પાટિયા વંચાતા નથી તો ક્યાંક ઓવરબ્રિજ બને છે
અમદાવાદમાં ટ્રાફિક જ એટલો વધી ગયો છે કે આપણને બસના પાટિયા પણ દેખાતા નથી. ક્યારેક આ પાટિયામાં લખેલું ન વંચાય તો ક્યારેક ઓવરબ્રિજ બની રહ્યાં છે ત્યારે તેની આડશમાં આવા પાટિયા ઢંકાઈ જાય છે. સામાન્ય રીતે એવા લોકો કે જેમને વડોદરા કે મુંબઈ જવું હોય તેઓ પ્રાઈવેટ સાધનોમાં જવાનું વધારે પસંદ કરે છે કેમ કે બસોની ફ્રિકવન્સી પણ જોઈએ તેટલી નથી. નરોડાથી સીટીએમ સુધી વ્યવસ્થિત નાના બસસ્ટેન્ડ બને તે જરૂરી છે જેથી મુસાફરો પણ આવે અને બસો પણ ઉભી રહે. - અરૂણાબેન નાગર, મણિયાસા
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.