તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદ:CTM વિસ્તારમાં દારૂ અને કોરેક્ષ બોટલ પી નશો કરવાની ટેવ ધરાવતી મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના સીટીએમ વિસ્તારમાં સનરાઈઝ પાર્કમાં રહેતી મહિલાએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતક મહિલાને દેશી દારૂ પીવાની, કોરેક્ષ બોટલ અને ટેક નામની નશાની ગોળીઓ ખાઈ નશો કરવાની ટેવ હતી. મહિલા તેના પતિથી અલગ રહેતી હતી. આ ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. હાલ રામોલ પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ શરૂ કરી છે.

નશાને કારણે પતિએ તરછોડી હતી
રામોલ- સીટીએમ પાસે આવેલા સનરાઈઝપાર્કમાં વૈશાલી મારવાડી નામની મહિલાના 14 વર્ષ અગાઉ લગ્ન થયા હતા અને એક પુત્ર અને પુત્રી છે. નશાની ટેવ હોવાને કારણે ચાર વર્ષ પહેલાં પતિએ તેને તરછોડી અન્ય મહિલા સાથે લગ્ન કરી લીધા હતાં. ત્યારથી બંને અલગ રહેતા હતા. ત્યારે મંગળવારે સવારે વૈશાલીએ તેના ઘરે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે મૃતકના પતિને તેના ભાભીએ જાણ કરી હતી. તેમજ પોલીસને જાણ કરી હતી. રામોલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તેઓના નિવેદન નોંધી આત્મહત્યાના કારણ અંગે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...