તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB ઇન્ટરવ્યુ:CT સ્કેન માત્ર કોરોનાની ગંભીરતા જાણવા કરાવવો, પોઝિટિવની જાણકારી માટે RT-PCR જ માન્ય છે: ડો. વી. એન. શાહ, ટાસ્કફોર્સ સભ્ય

અમદાવાદએક મહિનો પહેલાલેખક: ચેતન પુરોહિત
  • કૉપી લિંક
  • કોઈ વ્યક્તિને શ્વાસ ચઢે, ખાંસી વધુ આવે અને ઓક્સિજન સર્ક્યુલેશનમાં તકલીફ થાય ત્યારે CT સ્કેન કરાવવું
  • RT-PCR ટેસ્ટમાં જ કોરોના પોઝિટિવ છે કે કેમ એની માહિતી મળે છે
  • CT સ્કેનમાં માત્ર ફેફસાંમાં કેટલું ઇન્ફેક્શન ફેલાઈ ગયું છે એની માહિતી મળે છે

રાજયમાં કોરોના બેકાબૂ બની ગયો છે અને દિવસે દિવસે કેસોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લોકોમાં હવે કોરોનાનો મોટો ડર છે. કોન્ટેક ટ્રેસિંગ હવે અશક્ય બની ગયું છે. કોરોનાવાયરસના મિક્સ મ્યૂટેશનને કારણે લોકો પર હવે વાયરસ ઘાતક બની ગયો છે. કોરોના પોઝિટિવનાં લક્ષણો ન હોવા છતાં આજે લોકો CT સ્કેન કરાવવા દોડધામ કરે છે. એમાં જો ફેફસાંમાં ઇન્ફેકશન જણાય તો તેઓ RT-PCR ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ કરાવવા જાય છે. લોકો કોરોનાના ટેસ્ટ અને CT સ્કેનને લઈ કેટલીકવાર અસમંજસમાં હોય છે, ત્યારે દિવ્ય ભાસ્કરએ કોરોનામાં ક્યારે CT સ્કેન કરાવવું અને RT-PCR ટેસ્ટ અંગે નિષ્ણાત ડોકટર સાથે વાતચીત કરી હતી.

તસવીર પ્રતીકાત્મક છે
તસવીર પ્રતીકાત્મક છે

દર્દી પોઝિટિવ છે કે નહીં એ RT-PCRથી જ સ્પષ્ટ થાય
ઝાયડસ હોસ્પિટલના અને કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો. વી.એન. શાહે જણાવ્યું હતું કે કોરોના થયો છે કે નહીં એ RT-PCR ટેસ્ટ પરથી જ નક્કી થાય છે. કોરોના શરીરમાં કેટલો ફેલાયો છે એની અસર અને ગંભીરતા જાણવા માટે જ CT સ્કેન કરવામાં આવે છે. અત્યારે લોકો CT સ્કેન કરાવવા માટે દોડે છે, એનું કારણ RT-PCR ટેસ્ટના રિઝલ્ટમાં 3થી 5 દિવસ લાગે છે ત્યાં સુધી કોરોના અંગે જાણકારી નથી મળતી. કોરોના ફેફસાંમાં ફેલાઈ ગયો હોય છે અને એ વધી ગયો હોય, જેથી કોરોના હોવાની જાણકારી મળી જ જાય છે. જોકે એની ગંભીરતા એના પરથી જણાય છે. કોરોના પોઝિટિવ છે કે કેમ એ RT-PCR ટેસ્ટ પરથી જ સ્પષ્ટ થાય છે અને એમાં પણ કેવા સ્ટેજ પર છે એ પણ સ્કોર વેલ્યુ પરથી જાણી શકાય છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

રેપિડ નેગેટિવ હોય છતાં RT-PCR પોઝિટિવ આવે છે
કોઈપણ વ્યક્તિને જ્યારે કોરોનાનાં લક્ષણો દેખાય ત્યારે પહેલા રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવે છે, જેમાં ક્યારેક પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ આવે છે. જો નેગેટિવ આવે અને કોરોનાનાં લક્ષણો હોય તો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવે છે, જેમાં 70 ટકા પોઝિટિવ અને 30 ટકા નેગેટિવની માહિતી મળે છે. RT-PCR ટેસ્ટ રિપોર્ટમાં CT વેલ્યુ સ્કોર આવે છે, જેમાં 1થી 35માં સ્કોર હોય તો પોઝિટિવ ગણવામાં આવે છે, જ્યારે 35થી ઉપર હોય તો નેગેટિવ રિપોર્ટ હોય છે. RT-PCR ટેસ્ટના CT વેલ્યુ સ્કોરમાં 1થી 15નો સ્કોર હોય તો કોરોના ગંભીર પરિસ્થિતિમાં છે, 15થી 25 સ્કોર હોય તો મધ્યમ અને 25થી 35માં હોય તો કોરોના સામાન્ય છે. આ વેલ્યુ સ્કોરના આધારે RT-PCR ટેસ્ટમાં કોરોના હોવા અંગે સ્પષ્ટતા થઈ જાય છે.

તસવીર પ્રતીકાત્મક છે.
તસવીર પ્રતીકાત્મક છે.

જેટલી સ્કોર વેલ્યુ વધારે એટલું જ ઇન્ફેક્શન વધુ
CT સ્કેન કરાવવાની જરૂર ક્યારે પડે છે એ અંગે તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિને શ્વાસ ચઢે, ખાંસી વધુ આવે અને ઓક્સિજન સર્ક્યુલેશનમાં તકલીફ થાય ત્યારે CT સ્કેન કરાવવામાં આવે છે. ફેફસાંમાં ઇન્ફેક્શન અને કોરોનાની ગંભીરતા વિશે જાણવા મળે છે. CT સ્કેનમાં 0થી 25નો સ્કોર હોય છે અને રિપોર્ટમાં જેટલી સ્કોર વેલ્યુ વધારે એટલું જ ઇન્ફેક્શન વધુ હોય છે. કોરોના પોઝિટિવ દર્દી હોય, પરંતુ સ્કોર વેલ્યુ 0/25 આવે તો કોઈ જ તકલીફ નથી. જો સ્કોર 25/25 આવે તો ફેફસાંમાં ઇન્ફેક્શન ખૂબ જ ફેલાઈ ગયું છે અને દર્દી સિરિયસ છે. કોરોનાના દર્દીને આ બીમારીની કેટલી અસર છે એની જાણકારી આ CT સ્કેન પરથી ખબર પડે છે. ગાઈડલાઈન્સ મુજબ, જો કોરોનાની સારવાર કરવાની હોય તો RT-PCR ટેસ્ટ પરથી જ સારવાર નક્કી થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો