છેતરપિંડી:વડોદરાના વેપારીનું ક્રૂઝની સફર કરવાનું સપનું અધુરું રહ્યું, ભેજાબાજે લાખો રૂપિયા ચાઉં કરી લીધા

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
નવરંગપુરા પોલીસ સ્ટેશન - Divya Bhaskar
નવરંગપુરા પોલીસ સ્ટેશન
  • વેપારીએ એજન્ટ વિરૂધ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
  • અલગ અલગ પેકેજ આપવાના બહાને મુંબઈથી ક્રૂઝમાં લઈ જવા પોણા 3 લાખ પડાવ્યા

વડોદરા રહેતા વેપારીને એજન્ટે ગોવા ક્રૂઝમાં લઇ જવાની લાલચ આપી અલગ અલગ પેકેજ આપ્યા હતા. જેમાં વેપારીને 2.80 લાખ રુપિયા ક્રૂઝ કેન્સલ થયું હોવા છતાં રિફંડ ન મળતા આખરે આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

અખબારમાં જાહેરાત વાંચી ક્રૂઝનું પેકેજ લીધું
વડોદરામાં રહેતા સંતોષભાઈ કેક શોપ ધરાવે છે અને વેપાર કરે છે. તેમણે અખબારમાં જાહેરાત વાંચી હતી, જેમાં ગોવા જવા માટે અલગ-અલગ પેકેજની જાહેરાત હતી. જેમાં મુંબઇ ખાતેના કોડીકા ક્રૂઝનો નંબર લખ્યો હતો. આ નંબર પૈકી હિતેશભાઈનો નંબર મળ્યો હતો અને આ હિતેશભાઈએ એજન્ટ જીગર પટેલ સાથે સંપર્ક કરાવ્યો હતો.

પરિજનોના ડોક્યુમેન્ટ મોકલી આપ્યા
એજન્ટ જીગર પટેલ ચાર વ્યક્તિના એક રૂમમાં 1.67 લાખ ભાવ કહ્યો હતો, જેથી સંદીપભાઈ તેમની માતા, દીકરો અને દીકરી પત્ની અને ભાઇના ડોક્યુમેન્ટ મોકલી આપ્યા હતા. ત્યારબાદ જીગરે અમદાવાદ આવીને 2.84 લાખ ભરી ટિકિટ લઈ જવા કહ્યું હતું. તેથી સંદીપભાઈએ અમદાવાદની આશ્રમ રોડ ખાતે આવેલી ઓફિસે આવ્યા હતા. ત્યાં જીગર પટેલ નામના વ્યક્તિએ ટિકિટ આપી હતી અને મુંબઇ પહોંચી જઈ ક્રૂઝમાં બેસી શકશો તેમ જણાવ્યું હતું. રોકડા 2.80 લાખ લીધા હતા. પરંતુ જ્યારે સંદીપભાઈ ફેમિલીને લઈને મુંબઈ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું હતું કે કોડીકા ક્રૂઝ કેન્સલ થયું છે. જેથી તેઓએ લવ શર્માને ફોન કરતા એક ઇવેન્ટમાં હોવાનું જણાવી થોડા સમયમાં પૈસા પરત આપવાનું કહ્યું હતું...

ક્રૂઝ દ્વારા એજન્ટને રિફંડ આપી દેવાયું હતું
લવ શર્મા અને જીગર પટેલ પાસે રિફંડના પૈસા માંગવા છતાં પૈસા પરત નહોતા આપતા. જેને લઈને સંદીપભાઈએ કોડીકા ક્રૂઝ ખાતે તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, રિફંડ લવ શર્માને આપી દેવામાં આવ્યું છે. આ બાબતે અવારનવાર પૈસામાં માગવા છતાં પણ લવ શર્માએ પૈસા પરત આપ્યા નહોતા. જેને લઇને તેની સામે સંદીપભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લવ શર્મા અને જીગર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...