તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ‘ટેસ્ટ’ ડ્રાઇવ!:ડોમમાં ટેસ્ટ ઓછા થતા ડ્રાઈવથ્રૂ ટેસ્ટમાં ભીડ ઊમટી

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ શહેરમાં કોરોના ટેસ્ટ ડોમમાં ટેસ્ટ કિટની અછતના કારણે અહીં કરાતા ટેસ્ટ ઘટી ગયા છે. બીજી તરફ, શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ પર થતાં ડ્રાઈવ થ્રૂ ટેસ્ટમાં મોટી સંખ્યામાં ભીડ ઊમટી પડવાથી કારોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. ત્યાં લોકો રૂ. 700 આપીને ટેસ્ટ કરાવવા મજબૂર બન્યા હતા. ડ્રાઈવથ્રૂ ટેસ્ટમાં રોજના બે હજારથી વધુ લોકો ટેસ્ટ કરાવી રહ્યા છે.

બીજી તરફ, અમદાવાદ શહેરમાં ગુરુવારે 5142 નવા કેસ મળ્યા હતા. એટલે કે દર મિનિટે ત્રણ વ્યક્તિ સંક્રમિત થઈ. આ ઉપરાંત ગુરુવારે 23નાં મોત થયાં અને 976 લોકો સાજા થયા.

ICU ઓન વ્હીલ
બીજી તરફ હોસ્પિટલ બહાર કેટલાક લોકો ખાનગી વાહનોમાં ઓક્સિજન પર સારવાર લેતા જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...