તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હંગામો:300 લોકોનાં ટોળાંનો ભોજન માટે કોર્પોરેટરની ઓફિસ બહાર હોબાળો

અમદાવાદ 10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોર્પોરેટર-પોલીસે સમજાવ્યા બાદ તમામને પરત મોકલાયા

અમરાઈવાડીમાં શાકભાજી અને રાશન ન મળતા ભોજન આપવાની માગ સાથે કોર્પોરેટરની ઓફિસ બહાર ટોળાએ હોબાળો મચાવ્યો હતો. હાથમાં બેનરો સાથે સૂત્રોચાર કરી વિરોધ કરેલી રહેલા લોકોને સમજાવવા પોલીસ બોલાવવી પડી હતી. સ્થાનિક કોર્પોરેટર અને પોલીસની ટીમે તમામને ભોજન અપાશે તેવી ખાતરી અપાતા અંતે મામલો શાંત પડ્યો હતો. 
કોરોનાના કેસો વધતા શહેરમાં દૂધ અને દવા સિવાયની વસ્તુઓના વેચાણ પર 15મી મે સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેના પગલે અમરાઈવાડીના સ્લમ ક્વાટર્સમાં રહેતા લોકોના ઘરમાં શાકબાજી અને કરિયાણું ખાલી થઇ જતા તેઓ વિરોધ કરવા રસ્તા પર ઊતરી આવ્યા હતા. એક ટાઈમ જમવાનું ન મળતું હોવાના આરોપ સાથે ભોજન આપવાની માગ કરી હાથમાં બેનરો અને સૂત્રોચાર કરી સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડની ઓફિસે પહોંચ્યા હતા. ઓફિસની બહાર ટોળું વિરોધ કરી રહ્યું હોવાની જાણ થતા પોલીસનો કાફલો મામલો થાળે પાડવા સ્થળ પર પહોંચ્યો હતો. કોર્પોરેટર જગદીશ રાઠોડ અને પોલીસે તમામ સાથે વાતચીત કરી હતી અને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ જગદીશ રાઠોડે મ્યુનિ.ના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી તમામ માટે ફૂડપેકેટની વ્યવસ્થા કરવા રજૂઆત કરી હતી અને તમામને પરત મોકલ્યા હતા.
અમરાઈવાડીમાં દેખાવોમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું
અમરાઇવાડીમાં રવિવારે  300થી વધુ લોકોએ કોર્પોરેટર ઓફિસે દેખાવો યોજ્યા હતા. જોગમાયાનગર, સોમેશ્વરના છાપરા, મહાલક્ષ્મીનગર સહિતના વિસ્તારમાં રહેતા શ્રમજીવીઓએ આરોપ લગાવ્યો હતો કે,કેટલાક દિવસથી એક ટાઈમનું ભોજન પણ મળતું ન હોવાથી રાશન કિટ આપવી જોઇએ. 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો