તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકારી ભારે પડશે:અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં લોકોની ભીડ ઉમટી, ના માસ્ક કે ના સોશિયલ ડિસ્ટન્સ, તમામ નિયમોના લીરેલીરા ઉડયા

અમદાવાદ5 મહિનો પહેલા
કેરીની ખરીદી કરવા માટે નરોડા ફ્રૂટ માર્કેટમાં કીડીયારુ ઉભરાયું
  • કોરોના મહામારી વચ્ચે અમદાવાદીઓને આવી બેદરકારી ભારે પડી શકે છે, જો આવી જ સ્થિતિ રહી તો કઈ રીતે કોરોના સામે જંગ જીતાશે?
  • લોકો કોરોના મહામારી ફ્રૂટની ખરીદી વધારે કરી રહ્યા છે સાથે કેરીની સિઝન પણ છે એટલે માર્કેટમાં ભીડ રહે છે

અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં આ લોકોની ગંભીર બેદરકારી સામે આવી છે. સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયોની ધણી ટીકા થઈ રહી છે. શહેરમાં એક બાજુ કોરોનાના કારણે લોકો પોતાના સ્વજનોને ગુમાવી રહ્યા છે તો બીજી બાજુ લોકો બિન્દાસ કોરોનાના ડર વગર તમામ નિયમોનું ઉલ્લંઘન કરતા નજરે પડ્યા છે. આ વીડિયોમાં કેટલાક લોકોએ તો માસ્ક પણ નહતું પહેર્યું અને સોશિયલ ડિસ્ટન્સ ના તો લીરેલીરા ઉડ્યા હતા. આ માર્કેટમાં લોકો હવે હોલસેલમાં ફ્રૂટની ખરીદી કરવા માટે આવી રહ્યા છે જેથી અહીયા ભીડ વધારે થાય છે.

લોકો કેરીની ખરીદી કરવા ઉમટતા કોરોના સંક્રમણનું જોખમ
નરોડા ફ્રૂટ માર્કેટમાં મોટાભાગના લોકો કોરોનાના દર્દી માટે તેમજ પોતાની ઇમ્યુનિટી જાળવી રાખવા માટે ફ્રૂટની ખરીદી કરી રહ્યા છે તથા હવે કેરીની સિઝન પણ આવી ગઈ છે. ત્યારે ફેરિયાઓ પણ મોટાભાગે કેસર કેરી ખરીદવા અહીયા આવે છે. આ તમામ લોકો ની બેદરકારી આખા અમદાવાદ માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ ભીડમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઇ રહી છે. આ તમામ લોકો એક જ અપીલ છે મહેરબાની કરીને આવી બેદરકારી ન દાખવો. તમારી ભૂલના કારણે તમામ શહેરીજનોને હાલાકી ભોગવવાનો વારો આવી શકે છે.

કોરોનાના કપરાં કાળમાં કોરોના ગાઈડલાઈન્સના ઘજાગરા ઉડતા જોવા મળ્યા
કોરોનાના કપરાં કાળમાં કોરોના ગાઈડલાઈન્સના ઘજાગરા ઉડતા જોવા મળ્યા

ઓક્સિજન, ઈન્જેક્શનની અછત વચ્ચે ભીડ
રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે અને સતત રાજ્યમાં વધતા કેસ નવા લઈને રાજ્ય સરકાર પણ ઘણી ચિંતિત છે અને પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. સ્થિતિ એટલી ભયાવહ છે કે હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાઈનો, ઓક્સિજનની અછત, ઈન્જેકશન અને દવાની પણ અછત સર્જાઈ છે. સરકારે આ પરિસ્થિતિને કાબુમાં લેવા 29 શહેરોમાં કેટલાક પ્રતિબંધો સાથે રાત્રિ કર્ફ્યૂ લાદી દીધો છે. જેથી લોકો ઘરની બહાર ન નીકળે અને સંક્રમણ વધે નહીં, પરંતુ માત્ર સરકારના પ્રયત્નોથી સ્થિતિ કાબુમાં નહીં આવે, આના માટે લોકો એ પણ સહકાર આપવો પડશે.

ફ્રૂટ માર્કેટમાં શંકાસ્પદ વ્યક્તિથી કોરોના સંક્રમણ વકરવાનો ડર
ફ્રૂટ માર્કેટમાં શંકાસ્પદ વ્યક્તિથી કોરોના સંક્રમણ વકરવાનો ડર
અન્ય સમાચારો પણ છે...