ટ્રેનો હાઉસફૂલ:જનરલ ટિકિટ શરૂ ન થતાં સ્ટેશને પેસેન્જરોની ભીડ

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્કૂલોમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં શહેરીજનો ફરવા તેમજ સામાજિક પ્રસંગોમાં જઈ રહ્યા છે. સાથોસાથ અન્ય રાજ્યના લોકો મોટી સંખ્યામાં વતન જઇ રહ્યા છે. જેને પગલે ટ્રેનોમાં ભારે ભીડ રહે છે. ટ્રેનોમાં હાલ રિઝર્વેશન ટિકિટ વગર મુસાફરી કરવાની છૂટ નથી છતાં અનેક લોકો છેલ્લી ઘડીએ મુસાફરી માટે લગેજ સાથે સ્ટેશને પહોંચે છે, પરંતુ તેમને જનરલ ટિકિટ મળતી નથી. તેમ છતાં તેઓ ટીટીઈને દંડ સહિત ભાડું ચૂકવી સ્લીપર કે સીટિંગ કોચમાં બેસીને મુસાફરી કરી રહ્યા છે.

અમદાવાદથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેનોમાં લોકોને ટિકિટ મળતી નથી. ઈન્ડિયા કોલોની વિસ્તારમાં રહેતા પ્રકાશ સોનીએ જણાવ્યું કે, તેઓ સપરિવાર ઉજ્જૈન જવા માગે છે, ટિકિટ માટે એક સપ્તાહથી પ્રયત્ન કરે છે પરંતુ તેમને ટિકિટ મળતી નથી. તેમણે જનરલ કોચની સુવિધા શરૂ કરવાની માગ કરી છે.

અમદાવાદથી ઉપડતી ટ્રેનોમાં વેઈટિંગની સ્થિતિ

સ્ટેશનસીટિંગસ્લીપરથર્ડસેકન્ડ
ACAC
દિલ્હી782029254
લખનઉ1294589136
વારાણસી1113559836
ગોરખપુર1123639946
પટના12843212746
હાવરા392238444
મુંબઈ3119413057
ચેન્નઈ1513713121

અનેક ટ્રેનોમાં 400થી વધુ વેઈટિંગ
તમામ ટ્રેનોમાં હાલ વેઈટિંગ ચાલે છે, પેસેન્જરોને કન્ફર્મ ટિકિટ મળતી નથી. તેમાં પણ ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી ટ્રેનોમાં વેઇટિંગ 400ને પાર પહોંચ્યું છે.

અન્ય સમાચારો પણ છે...