તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિયમોનો ઉલાળિયો:અમદાવાદના ઓઢવમાં કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરી દુકાનો પર ભીડ જામી, તંત્ર સહિત પોલીસ વિભાગના આંખ આડા કાન

અમદાવાદ2 મહિનો પહેલા
 • પોલીસ અને કોર્પોરેશનને હવે ક્યાંય ‘દો ગજની દૂરી’ ગાઇડલાઇનમાં ન હોય તેમ નિષ્કાળજી દાખવે છે

શહેરમાં માસ્ક વિના ફરતા લોકોને પોલીસ પકડી પકડીને રૂ. 1000નો મેમો ફાડી અને દંડ ફટકારી રહી છે. પરંતુ શહેરના પૂર્વ વિસ્તારમાં દુકાનોની બહાર ભીડ જામે છે. લોકો ટોળામાં ઉભા રહી ભીડ કરે છે, તેમાં પોલીસ દંડની કાર્યવાહી નથી કરતી. પૂર્વ વિસ્તારમાં આવેલા ઓઢવ ફાયર સ્ટેશન પાસે ખારીકટ કેનાલ રોડ પર આવેલી ત્રણથી ચાર નોનવેજની દુકાનની બહારના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે. જેમાં દુકાનની બહાર અનેક લોકોના ટોળા ભેગા થયાં છે અને એકતરફનો રોડ પણ બંધ થઈ જાય તેટલી સંખ્યામાં વાહનો ઉભા રાખી અને લોકોની ભીડ થઈ છે.

કોર્પોરેશનને કાર્યવાહીમાં રસ નથી

કોરોનાની ગાઇડલાઇનના ચુસ્ત પાલન માટે રાજ્ય સરકારને હાઇકોર્ટ દ્વારા આદેશ આપ્યા બાદ શહેર પોલીસ અને કોર્પોરેશનની પાલન કરાવવાની જવાબદારી હોય છે. જેમાં પોલીસ હવે માસ્કના નામે લોકોને દંડ તો ફટકારી રહી છે, પરંતુ ખરેખર જે ભીડ થાય છે. તેમાં પોલીસ અને કોર્પોરેશન કાર્યવાહી કરવામાં રસ નથી દાખવતી. જેનો ઉદાહરણરૂપ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જે ઓઢવ વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે ખારીકટ કેનાલ રોડ પરનો છે. જ્યાં ત્રણથી ચાર નોનવેજની દુકાનો પર લોકોના ટોળા જામેલા છે. મોટી સંખ્યામાં લોકો વાહન લઈને ત્યાં ઉભા છે અને કોરોનાની કોઈ જ ગાઇડલાઇનનું પાલન થતું જોવા મળતું નથી. શું ઓઢવ પોલીસ અને કોર્પોરેશન તંત્ર આ બાબતે ધ્યાન આપશે કે પછી લોકોને માસ્કના જ દંડ લેશે??

નવરંગપુરામાં પણ કોરોના ગાઇડલાઇનનો ભંગ
આ ઉપરાંત નવરંગપુરા વિસ્તારમાં એ.જી પોલીસ ચોકી પાછળ આવેલા એચ એલ. કોલેજ રોડ પરનો પણ એક વીડિયો વાઇરલ થયો છે જેમાં એચ.એલ કોલેજની સામે જ રોડ પર 10થી 15 લારીઓ અને રોડ પર આવેલી અન્ય ખાણીપીણીની દુકાનોમાં લોકોની ભીડ જામી છે કોઈપણ પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ કે કોરોનાની ગાઇડલાઇનનું પાલન થતું જોવા નથી મળતું. લોકો બિન્દાસ રીતે કોરોનાને ભૂલી અને ભીડમાં ભેગા થઈ ફરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો