તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ:અમદાવાદથી હોળી પર વતન જતા લોકોની બસ સ્ટેન્ડ પર ભીડ,મહારાષ્ટ્રથી આવતા લોકોનો રિપોર્ટ ચેક કરવાની કોઈ વ્યવસ્થા નહીં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ભીડ વધુ ભારે પડશે - Divya Bhaskar
આ ભીડ વધુ ભારે પડશે
  • બસના ડ્રાઈવર અને કંડક્ટર પણ બિન્ધાસ્ત માસ્ક વગર જ જોવા મળ્યા
  • સેનેટાઈઝર કે સોશિયલ ડિસ્ટન્સ માટેની પણ કોઈ વ્યવસ્થા જોવા મળી નહીં

દેશમાં કોરોનાના કેસ સતત વધતા જઈ રહ્યા છે. કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દરેક રાજ્યને કોરોનાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે સૂચના આપવામાં આવી છે. આ વખતે પણ હોળીના તહેવારને ગ્રહણ લાગ્યું છે. લોકો આ પર્વની ઉજવણી તેમના વતનમાં કરતા હોય છે. જેમાં મોટાભાગના લોકો રાજસ્થાન અને પંચમહાલમાં તેઓની પરંપરા મુજબ હોળીનો પર્વ ઉજવવા જતા હોય છે. જેને ધ્યાનમાં રાખીને એસ.ટી વિભાગે અમદાવાદથી 100 વધારાની બસો લોકો માટે મૂકી છે.વતન જવા માટે લોકોની ભીડ સેન્ટ્રલ બસ સ્ટેશન પર ઉમટી છે. જ્યાં લોકો કોરોનાનુ ભાન ભૂલીને માસ્ક વગર ફરતા જોવા મળ્યા છે.

સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર ટેમ્પરેચરનું ચેકિંગ માત્ર દેખાડો
કોરોના ગાઈડલાઈન મુજબ એસ.ટી વિભાગે સ્ટેશન પર આવતા તમામ મુસાફરોનું સેનેટાઈઝિંગ અને થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવું આવશ્યક છે. જેથી સંક્રમણને ફેલાતા રોકી શકાય. પરંતુ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પર મુસાફરોનું ટેમ્પરેચર ચેક કરવાનો માત્ર દેખાડો જ કરવામાં આવે છે. મુસાફરનું ટેમ્પરેચર કેટલું આવ્યું તે પણ ધ્યાનમાં લેવામાં આવતું નથી. સાથે લોકો લાઇન કરીને ઉભા રહે છે જેમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાતું જ નથી.

માત્ર ટેમ્પરેચર ગનથી ચેકિંગ કરવામાં આવે છે અન્ય કોઈ વ્યવસ્થા નથી
માત્ર ટેમ્પરેચર ગનથી ચેકિંગ કરવામાં આવે છે અન્ય કોઈ વ્યવસ્થા નથી

મહારાષ્ટ્રથી આવતા લોકો માટે કોઈ વ્યવસ્થા નહીં
રાજ્ય સરકારે મહારાષ્ટ્રથી આવતા તમામ મુસાફરો માટે RT- PCR કોરોના ટેસ્ટ ફરજિયાત કરી દીધો છે. સાથે એસ.ટી, રેલવે અને એરપોર્ટ પર આવતા મહારાષ્ટ્રના મુસાફરો માટેની ગાઈડલાઈન પણ જાહેર કરી છે. એસ.ટી બસ સ્ટેન્ડ પર તો કોરોના ટેસ્ટિંગ ડોમ તો શું મહારાષ્ટ્રથી આવતા લોકોનો રિપોર્ટ ચેક કરવા માટે કોઈ અધિકારી કે કર્મચારી પણ નથી દેખાતા. આ મામલે એ.સ ટી વિભાગ ના પ્રવક્તા કે.ડી.દેસાઈ એ જણાવ્યું કે બસનું ચેકીંગ બોર્ડર પર થાય છે. અહીયા બસ સ્ટેશન પર અમે શક્ય એટલી વ્યવસ્થા કરી છે. લોકોનો ધસારો વધારે હોવાના કારણે વ્યવસ્થા જળવાતી નથી. સાથે મહારાષ્ટ્રથી આવતા બસના કન્ડકટર અને ડ્રાઈવરનો પણ RT-PCR ટેસ્ટ થાય છે.

બસના ડ્રાઈવર અને કંડક્ટરો પણ માસ્ક વિના જોવા મળ્યા
બસના ડ્રાઈવર અને કંડક્ટરો પણ માસ્ક વિના જોવા મળ્યા
બસમાં પણ નિયમોના ધજાગરા, કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડ્યા
બસમાં પણ નિયમોના ધજાગરા, કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડ્યા

બસમાં કેપેસિટી કરતાં વધુ મુસાફરો બેસાડ્યા
બસના ડ્રાઈવર અને કંડક્ટર પણ બિન્ધાસ્ત માસ્ક વગર જ જોવા મળ્યા હતાં. કેટલીક બસમાં તો કેપિસિટી કરતા પણ વધારે લોકોને બેસાડવા આવ્યા હતાં.રાજયમાં વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી રહી છે. લોકોએ વેક્સિન તો લેવી જોઈએ સાથે માસ્ક પહેરવું પણ એટલું આવશ્યક છે. પોલીસ પણ માસ્ક ન પહેરનાર પાસેથી એક હજાર રૂપિયા દંડ વસૂલી રહી છે. ત્યારે એસ ટી બસ સ્ટેન્ડ પર ડ્રાઈવર, કંડક્ટર અને અન્ય સ્ટાફ માસ્ક વગર જોવા મળ્યો હતો. આવી જાહેર જગ્યાએ માસ્ક વગર ફરવું ઘણું જોખમી છે. પરંતુ લોકો જો હજી પણ આવી ઢીલાશ દાખવશે તો આ કોરોનાનું સંક્રમણ ફેલાવતા કેવી રીતે રોકી શકાશે?

એસ.ટી. સ્ટેન્ડ નજીકના દુકાનદારો પણ સુપર સ્પ્રેડર બની શકે છે
એસ.ટી. સ્ટેન્ડ નજીકના દુકાનદારો પણ સુપર સ્પ્રેડર બની શકે છે

દુકાનદારો સુપર સ્પ્રેડર બની શકે છે.
સેન્ટ્રલ બસ સ્ટેશન પર રોજના અંદાજીત 20 હજાર લોકોની અવરજવર હોય છે. બહારગામથી આવેલ મુસાફરો બસ સ્ટેશન પરની દુકાનોમાં ચા-નાસ્તો કરતા હોય છે. ત્યારે આ બસ સ્ટેન્ડ પરના મોટાભાગના દુકાનદારો માસ્ક વગર વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ તેમના સંપર્કમાં આવેતો તેઓ સુપર સ્પ્રેડર બની શકે છે. તેઓની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. માત્ર બસ સ્ટેન્ડના સિક્યુરિટી કર્મચારીઓ લોકોને માસ્ક પહેરવા અપીલ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો