તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Crowds Gathered Outside Gujarat College The Night Before The Counting, And Bottles Of Whiskey Were Found In A Car With A Police Symbol From LD.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મતગણતરીની આગલી રાતે હંગામો:મધરાતે EVM બદલાયા હોવાની આશંકાથી ઉમેદવારોએ ગુજરાત કોલેજ પર હલ્લો કર્યો, LD કોલેજના કેમ્પસમાંથી પોલીસના સિમ્બોલવાળી કારમાંથી વ્હિસ્કીની બોટલો મળી

અમદાવાદ7 દિવસ પહેલા
ગુજરાત કોલેજ બહાર લોકોના ટોળા ભેગા થતા હંગામો થયો છે
 • આપ, AIMIM, કોંગ્રેસના ઉમેદવારો અને સમર્થકો ધસી ગયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનું પરિણામ આવવાની પૂર્વ રાતે સોમવારે મોડી રાતે ગુજરાત કોલેજના ઇવીએમ સ્ટ્રોંગ રૂમ માં મૂકેલા ઇવીએમ માં ચેડા કરવામાં આવી રહ્યા હોવાની અફવા ફેલાતા કેટલાક ઉમેદવાર અને તેમના ટેકેદારો ગુજરાત કોલેજના મુખ્ય ગેટ પર એકત્ર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા.

અફવા ફેલાતા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં
ગુજરાત કોલેજના સ્ટ્રોંગ રૂમમાં મૂકેલા ઇવીએમ મશીનમાં ચૂંટણીના પરિણામના પેહલા ચેડા કરી પરિણામો બદલી નાખવા માટે સત્તાધારી પક્ષમાં કેટલાક કાર્યકરો ઇવીએમની પેટીઓ વાહનોમાં નાખીને લઈ ગયા હોવાની અફવા ફેલાતા ચૂંટણી લડી રહેલા ઉમેદવારો તેમના ટેકેદારો સાથે મોટી સંખ્યામાં ગુજરાત કોલેજના ગેટ પર દોડી ગયા હતા અને ગેટ ખોલી અંદર જવા માટે પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતાં.

LD એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી વ્હિસ્કીની બોટલો મળી આવી છે
LD એન્જિનિયરિંગ કોલેજના કેમ્પસમાં પાર્ક કરેલી કારમાંથી વ્હિસ્કીની બોટલો મળી આવી છે

આ ઉપરાંત એલડી એન્જિનિયરિંગ કોલેજની બહાર પણ વિવાદ સર્જાયો છે. જમાલપુર વોર્ડની આપ પાર્ટીના ફેસબુક પેજ પરથી લાઇવ કરવામાં આવ્યું હતું. જેમાં જોઈ શકાય છે કે કોલેજ કેમ્પસમાં એક શંકાસ્પદ કાર મળી આવી છે. આ કાર પર પોલીસનો સિમ્બોલ છે અને કોંગ્રેસનો સિમ્બોલ પણ લાગેલો છે. જેમાંથી બેઠેલા તમામ શખ્સ નશાની હાલતમાં હોય તેવું લાગી રહ્યું છે. તેટલું જ નહીં ગાડીમાંથી કેટલીક શંકાસ્પદ બોટલ પણ મળી આવી છે.

આ કારમાં કેટલાક શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હોવાનો જમાલપુર વોર્ડની આપ પાર્ટીએ આક્ષેપ કર્યો છે
આ કારમાં કેટલાક શખ્સો નશાની હાલતમાં મળી આવ્યા હોવાનો જમાલપુર વોર્ડની આપ પાર્ટીએ આક્ષેપ કર્યો છે

આમ આદમી પાર્ટીની પ્રવક્તા તુલી બેનર્જીએ ટ્વીટ કરીને ભાજપ પર ઇવીએમમાં છેડછાડ કરવાનો આક્ષેપ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો