બે દિવસમાં બે હજારનાં ટોળાં:સરકારે વાઇબ્રન્ટ તો મોકૂફ રાખી, પણ આજે યોજાયેલી સાયન્સસિટીની ઇવેન્ટમાં ઊમટેલા હજારોનાં ટોળાં અમદાવાદમાં સંક્રમણ વધારી શકે છે

અમદાવાદ19 દિવસ પહેલા
  • સાયન્સસિટી ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમિક ઈન્સ્ટિટ્યૂશનના નામે ભીડ ભેગી થઈ હતી
  • આ ઈવેન્ટમાં ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે સહિતના ડેલિગેટ પણ ભાગ લેવા આવ્યા હતા

રાજ્ય સરકારે આજે વાઇબ્રન્ટ ગુજરાત મોકૂફ રાખવાની જાહેરાત તો કરી પરંતુ તેની સામે બીજીતરફ સાયન્સ સિટી ખાતે યોજાયેલી ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડમિક ઈન્સ્ટિટ્યૂશનના નામે ભીડ ભેગી કરી હતી. બે દિવસની આ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં ન માત્ર ગુજરાત, પરંતુ અન્ય રાજ્ય અને વિદેશના ડેલિગેટ પણ ભાગ લેવા આવ્યાં હતાં, જેમાં ઓસ્ટ્રેલિયા કેનેડા, યુકે વગેરેનો સમાવેશ થાય છે.

વાિબ્રન્ટ ગુજરાત સંદર્ભે પ્રિવેન્ટ તરીકે આ મોટી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.
વાિબ્રન્ટ ગુજરાત સંદર્ભે પ્રિવેન્ટ તરીકે આ મોટી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

બે દિવસમાં બે હજારથી વધારે લોકો આવ્યા
કોન્ફરન્સના સ્થળ પર મોટી સંખ્યામાં લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. એક્ઝિબિશન હોલ અને જમવાના સ્થળ પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. જોકે મોટાભાગના લોકો માસ્ક સાથે જોવા મળ્યા,પરંતુ સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું. એક તરફ રાજ્ય સરકારે વાઇબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઈવેન્ટ મોકૂફ રાખી છે, ત્યારે બીજી તરફ વાયબ્રન્ટ ગુજરાત સંદર્ભે પ્રિવેન્ટ તરીકે આ મોટી કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં અંદાજે બે દિવસ દરમિયાન બે હજારથી વધારે લોકોની હાજરી જોવા મળી હતી.

બે દિવસ દરમિયાન બે હજારથી વધારે લોકોની હાજરી જોવા મળી હતી.
બે દિવસ દરમિયાન બે હજારથી વધારે લોકોની હાજરી જોવા મળી હતી.

આ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે અમદાવાદ સહિત વિવિધ જિલ્લાના શાળા અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રના શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે તેઓ પણ હાલ વધી રહેલ કોરોનાના કેસને જોતા અહીં આવતાં ખચકાઈ રહ્યા હતા. પરંતુ વિભાગના આદેશ હોવાના કારણે ન છૂટકે હાજર રહેવાની ફરજ પડી છે.

ગુજરાત સહિત અન્ય રાજ્ય અને વિદેશનાં ડેલિગેટ ભાગ લેવા આવ્યા હતા.
ગુજરાત સહિત અન્ય રાજ્ય અને વિદેશનાં ડેલિગેટ ભાગ લેવા આવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...