તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ:AMTS બસના નાના ચિલોડા રૂટના ઉદઘાટનમાં સાંસદની હાજરીમાં ટોળા ભેગા થયાં, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાં ઉડ્યા

અમદાવાદ3 મહિનો પહેલા
બસ રૂટના ઉદઘાટન કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ નહીં
  • અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ, AMTS ચેરમેન વલ્લભ પટેલ અને સરદારનગર વોર્ડના કોર્પોરેટર કાર્યકમમાં જોડાયા
  • મુખ્યમંત્રીએ ત્રીજી લહેરને ખાળવા નાગરિકોને સાવચેતી સાથે નિયમોનું પાલન કરવા અપીલ કરી છે

રાજ્યમાં કોરોનાનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે પરંતુ કોરોના નથી ગયો એ ખુદ શાસકો ભૂલી રહ્યા છે. નાનકડી ભૂલ પણ મોટી આફતને આમંત્રણ આપી શકે છે તે વાત શહેરના નાનાચિલોડા વિસ્તારમાં AMTS બસનો નવો રૂટ ચાલુ કરવામાં આવ્યો તેના ઉદઘાટન કાર્યક્રમમાં 50 લોકોનું ટોળું ઉમટ્યું હતું. એક બસ શરૂ કરવાના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ઘજાગરાં ઉડ્યા હતા.

સાંસદની હાજરીમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા
શહેરના નાનાચિલોડા વિસ્તારમાં AMTS બસનો નવો રૂટ ચાલુ કરવામાં આવ્યો છે. જેમાં આજે ત્યાંથી પહેલી બસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલે રિબિન કાપી હતી. આ દરમિયાન ધારાસભ્ય શંભુજી ઠાકોર, AMTSના ચેરમેન વલ્લભ પટેલ અને સરદાર વોર્ડના કોર્પોરેટર સહિતના અનેક કાર્યકરો ઉપસ્થિત હતા. આ કાર્યકમમાં ફોટો પડાવવાના ચક્કરમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભૂલ્યા હતા. લોકો આ નેતાઓ સાથે ફોટોમાં રહી ન જાય માટે 10થી 15 લોકો એક જ ફોટામાં દેખાયા હતા.

કોરોનાની બીજી લહેર માંડ કાબૂમાં આવી રહી છે ત્યારે મેળાવડો
કોરોનાની બીજી લહેર માંડ કાબૂમાં આવી રહી છે ત્યારે મેળાવડો

બસનો ઉદઘાટન કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો
2 દિવસ અગાઉ જ મુખ્યમંત્રીએ ત્રીજી લહેરને લઈને પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તમામ નાગરિકોને સાવચેતી સાથે નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી હતી. ત્યારે હવે આવા જ જન પ્રતિનિધિઓ જ નિયમો ભૂલશે. તો તેઓ કેમનું નિયમો પાલન કરવાનું કોઈ બીજાને કહી શકશે. આવો એક બસના રૂટના ઉદધાટનનો કાર્યક્રમ લગભગ લોકોએ પહેલીવાર જોયો હશે. અને એમાં પણ આવા નેતાઓ પણ કોરોનાકાળ દરમિયાન લોકોને સાવચેત રાખવા માટે અપીલ કરવા નીકળવું જોઈએ, એની બદલે તેઓ હવે આવા કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. જો આવી બેદરકારી જોવા મળશે તો આ આખા શહેર માટે જોખમી સાબિત થઈ શકશે.

બસ રૂટ શરૂ કરવામાં તંત્ર અને સત્તાધીશો દ્વારા નિયમ ભંગ
બસ રૂટ શરૂ કરવામાં તંત્ર અને સત્તાધીશો દ્વારા નિયમ ભંગ

કોરોના નથી ગયો એ નેતાઓ અને લોકોએ યાદ રાખવું પડશે
કોરોનાના કેસ ઘટ્યા છે એ રાહતની વાત છે પરંતુ હજી કોરોના ગયો નથી. હવેની પરિસ્થિતિ જો લોકો સાવચેતી નહીં રાખે તો તેઓના કારણે શહેરમાં ત્રીજી લહેર આવે તો નવાઈ નથી. અગાઉ પણ રાજકીય મેળાવડા, ધાર્મિક પ્રસંગ અને અન્ય કાર્યક્રમોના કારણે લોકોની ભીડ જોવા મળી હતી. ક્યાંકને ક્યાંક તેવામાં લોકો સંક્રમિત થયા હતા. ત્યારે ફરીથી હવે આવા ઉદઘાટન કાર્યકમમા ભેગી થયેલી ભીડ ત્રીજી લહેરને આમંત્રણ આપી રહી હોય તેમ લાગી રહ્યું છે.

ખભેખભા રાખીને કેટલાકે માસ્ક પહેર્યા વગર જ ફોટોશૂટ કરાવ્યું
ખભેખભા રાખીને કેટલાકે માસ્ક પહેર્યા વગર જ ફોટોશૂટ કરાવ્યું