તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
લોકડાઉનનો ડર અમદાવાદીઓને સતાવી રહ્યો છે, ત્યારે દિલ્લી દરવાજા માધુપુરા માર્કેટ અને કાલુપુર માર્કેટ ખાતે ખરીદી કરવા માટે શહેરીજનો ઉમટ્યો છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ અને વિસ્તારોમાં ખરીદી માટે લોકોના ટોળા ઉમટ્યા છે. DivyaBhaskar શહેરીજનોને ખોટો પેનિક ન લેવા અપીલ કરે છે. કોરોના સામે એલર્ટ બનો પણ અધીરા ન બનશો.
જીવન જરૂરિયાતનું વસ્તુ ખરીદવા દોટ
શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા માધુપુરા અને કાલુપુરના બજારમાં કરિયાણા, તેલ, ચોખા અને શાકભાજીની ખરીદી માટે લોકો મોટી સંખ્યામાં ઉમટ્યાં છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટે લોકોની ભીડ ઉમટી છે. સરકારને માત્ર 3 કે 4 દિવસની વાત છે તેમ લોકો એક મહિનાનું કરીયાણું ભરવા લાગ્યા છે.
ગૃહિણીની ચિંતા 4ના 15 દિવસ કરી દે તો વસ્તુ ક્યાંથી લાવવી
કરિયાણું લેવા આવેલા જયાબેને જણાવ્યું હતું કે, લોકડાઉન આવશે જે કેટલા દિવસનું હશે તે નક્કી નથી. આજે 4 દિવસ કહે છે પછી 15 દિવસ કરી દેશે તો બીજી વસ્તુઓ લેવાની ક્યાંથી? એટલે બને એટલું અત્યારે લઈ લેવું સારું છે. શહેરમાં જે રીતે ખરીદી શરૂ થઈ છે તેને જોતા રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન અંગે નિર્ણય કરવામાં આવે તે બાદ બજારમાં હજુ પણ ખરીદી માટેની વધવાની શક્યતા છે...
હાઈકોર્ટનું 3-4 દિવસ લોકડાઉનનું સૂચન છે
રાજ્યમાં કોરોનાની ગંભીર પરિસ્થિતિ થઈ છે અને આજે ગુજરાત હાઇકોર્ટે સરકારને કોરોનાના વધતા કેસને લઈને 3થી 4 દિવસ લોકડાઉન કરવા સરકારને સૂચન કર્યું છે. સરકાર દ્વારા લોકડાઉન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે ત્યારે લોકડાઉનનું નામ સાંભળતા શહેરના બજારોમાં ખરીદી માટે ઉમટી પડ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.