તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:નારણપુરા ચાર રસ્તા નજીક માસ્કના દંડથી બચવા ભીડ ભેગી કરી 3 નાસી છૂટ્યા, ટોળામાંથી 4ની ધરપકડ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

નારણપુરામાં માસ્કના દંડથી બચવા કારમાં સવાર એક મહિલા- બે પુરુષોએ પોલીસ સાથે ઝઘડો કરી બૂમો પાડી ભીડ ભેગી કરી હતી. લોકો ભેગા થયા બાદ કારમાં સવાર ત્રણેય ભાગી ગયાં હતાં. જ્યારે ભીડે પોલીસને ઘેરી લઈ કારમાં ભાગી ગયેલા લોકોનો પક્ષ લઈ પોલીસ લોકોને હેરાન કરતી હોવાનો હોબાળો કર્યો હતો, જેથી પોલીસે ટોળામાંથી ચારની ધરપકડ કરી હતી.

નારણપુરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે નારણપુરા ચાર રસ્તા તરફથી એક કાર ત્યાં આવી હતી, જેમાં એક મહિલા અને 2 પુરુષ બેઠા હતા. પાછળની સીટ પર બેઠેલા પુરુષે માસ્ક પહેર્યું ન હતંુ. આથી પોલીસે તેને ગાડીમાંથી બહાર બોલાવીને પૂછતા તેણે કહ્યું હતું કે હું પાણી પી રહ્યો હતો એટલે માસ્ક કાઢ્યું હતું. જોકે તેની પાસે પાણીની બોટલ ન હતી, જેથી પોલીસે દંડ ભરવાનું કહેતા તેમણે ઝઘડો કરી બૂમો પાડતાં લોકો એકઠાં થયા હતા અને ભીડનો ફાયદો ઉઠાવી ત્યાંથી નાસી ગયા હતા. બીજી તરફ લોકોએ પોલીસ સાથે ઘર્ષણ શરૂ કરતાં વધારાની ફોર્સ બોલાવાઈ હતી. જ્યારે સ્થળ પરથી જયમીન ઉપાધ્યાય (પ્રગતિનગર), વિશાલ પ્રજાપતિ (ચાંદલોડિયા), હર્ષવર્ધન શાહ (નારણપુરા) અને નીલેશ શાહ(ખોખરા) વિરુદ્ધ પોલીસની કામગીરીમાં દખલ કરવા અંગે તેમ જ જાહેરનામા ભંગ અંગે ગુનો નોંધી ચારેયની ધરપકડ કરાઈ હતી.

ત્રણેય સરદારના બાવલા તરફ નાસી ગયાં
મહિલા અને બે પુરુષે દંડ નહીં ભરવાના મુદ્દે પોલીસ સાથે ઝઘડો કરીને બૂમાબૂમ કરીને લોકોને ભેગા કર્યા હતા. જોકે મહિલાની બૂમો સાંભળીને લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને પોલીસને ઘેરી લીધી હતી. તેઓ પોલીસની નજર સામે જ કાર લઈને સરદાર પટેલના બાવલા બાજુ ભાગી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો