તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અવ્યવસ્થા:સિવિલ હોસ્પિટલના વેક્સિનેશન સેન્ટર પર ભીડ, 5ને બદલે માત્ર 2 કાઉન્ટર ચાલુ રહેતા અવ્યવસ્થા સર્જાઈ, બંધ કાઉન્ટર તાત્કાલિક શરૂ કરાયા

અમદાવાદએક મહિનો પહેલા
વેક્સિનેશન સેન્ટર પર સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી એક જ બેંચ પર 6 લોકો બેઠા
  • જૂના ટ્રોમા સેન્ટર પરના વેક્સિનેશન સેન્ટર પર ગંભીર બેદરકારી સામે આવી
  • પહેલા કાઉન્ટર પર 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન અપાતી હતી
  • બીજા કાઉન્ટર પર સિનિયર સિટિઝનને વેક્સિન અપાતી હતી

રાજ્યમાં આજથી વેક્સિનેશનનું મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદ શહેરમાં અલગ અલગ જગ્યાએ વેક્સિનેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં પણ વેક્સિનેશન ચાલી રહ્યું છે. જેમાં જૂના ટ્રોમા સેન્ટર પરના વેક્સિનેશન સેન્ટર પર ગંભીર બેદરકારી જોવા મળી હતી. ત્યાં 5 કાઉન્ટરમાંથી 3 કાઉન્ટર બંધ જોવા મળ્યા હતા.

સોશિયલ ડિસ્ટન્સ ના જળવાયું
5 કાઉન્ટર પૈકીના પહેલા કાઉન્ટર પર 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવતી હતી. બીજા કાઉન્ટર પર સિનિયર સિટિઝનને વેક્સિન આપવામાં આવતી હતી. જેથી લોકોની ભીડ જોવા મળી હતી. લોકો વેક્સિન લેવા માટે લાઈનો લગાવી ઊભા હતા. તો બીજી તરફ એક જ બાંકડા પર 6 લોકો બેઠા હતા. જ્યાં કોઈપણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ જળવાયું ન હતું. વેક્સિનેશન સેન્ટર પર હાજર સિનિયર નર્સ પણ ત્યાં ઉભા હતા. તેઓ પણ આ બાબતને નજરઅંદાજ કરી રહ્યા હતા. ત્યાં હાજર CMD પણ રજીસ્ટ્રેશન કાઉન્ટરે બેસીને આરામ ફરમાવી રહ્યા હતા.

સિનિયર સિટિઝનને કાઉન્ટર 2 પર વેક્સિન અપાય છે
સિનિયર સિટિઝનને કાઉન્ટર 2 પર વેક્સિન અપાય છે

CMDને જાણ કરાયા બાદ તમામ વેક્સિનેશન કાઉન્સર શરૂ થયા
ઉલ્લેખનીય છે કે, કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર ઘણા પ્રયત્નો કરી રહી છે. અમદાવાદમાં રાત્રિ કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન પણ બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. જેથી લોકોમાં એન્ટીબોડી બને અને તેઓ કોરોના સામે લડી શકે. બીજી તરફ વેક્સિનેશન સેન્ટર પર જ આવી ગંભીર બેદરકારી સામે આવી હતી. જોકે ત્યાંના CMDને જાણ કર્યા બાદ તમામ વેક્સિનેશન કાઉન્ટર ચાલુ કરવામાં આવ્યા હતા અને તમામને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે બેસાડવામાં આવ્યા હતા. સાથે ત્યાં હાજર અધિકારી અને નર્સે આવી બેદરકારી ન સર્જાય તેમાટે ખાતરી આપી હતી.

45 વર્ષથી વધુ વયના લોકોને 1 નંબરના કાઉન્ટર પર વેક્સિન અપાતી હતી
45 વર્ષથી વધુ વયના લોકોને 1 નંબરના કાઉન્ટર પર વેક્સિન અપાતી હતી
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો