આક્ષેપ:ગુજરાતમાં રોજ કરોડોની કિંમતનો દારૂ પકડાય છે, નશાબંધીનો કાયદો માત્ર કાગળ પરઃ કોંગ્રેસ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશી - Divya Bhaskar
કોંગ્રેસ પ્રવક્તા મનિશ દોશી
  • કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ દારૂબંધીના કાયદાને લઈ સરકાર પર પ્રહારો કર્યા

ગુજરાતમાં દારૂબંધીના કાયદાને લઈને કોંગ્રેસે સરકાર પર ફરી પ્રહાર કર્યાં છે. રાજ્યમાં નશાબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. રોજ કરોડો રૂપિયાની કિંમતનો દારૂ રાજ્યમાં ઠલવાય છે. કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે નર્મદા એસપીએ પત્ર લખેલો કે પોલીસ જ દારૂ નાં ખેપિયાઓ નું પાયલોટિંગ માં કરીને મદદ કરે છે છે જે ગંભીર બાબત છે. ભરૂચના ભાજપના સાસંદે પણ પત્ર લખીને ગુજરાતમાં પણ ખૂણે ખૂણે દારૂ મળે છે તેની ફરિયાદ કરી હતી. તે ઉપરાંત પાટણના ભાજપના સાંસદનો ઓડિયો પણ જણાવે છે કે સમગ્ર ગુજરાતમાં દારૂ બેરોકટોક મળે છે.

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર છે. રોજ કરોડોની કિંમતનો દારૂ રાજ્યમાં પકડાય છે. ખુદ ભાજપના નેતાઓ જ સરકારને દારૂના વેચાણની ફરિયાદ કરે છે. એક તરફ રાજ્ય સરકાર ઉજવણીઓ કરે છે અને બીજી બાજુ દારૂ બેરોકટોક મળે છે. તેમણે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારે વિધાનસભામા આપેલા આંકડાઓ મુજબ 200 કરોડ નો દારૂ પકડાયો છે.અસામાજિક તત્વોનો ચૂંટણી જીતવા અને સત્તા ટકાવવા ભાજપે દુરુપયોગ કર્યો એટલે અસામાજિક તત્વોને બેરોકટોક દારૂ વેચવાના પરવાના મળ્યાં છે. જો સરકારમાં શરમ બચી હોય તો દારૂબંધીના કાયદાને કડક બનાવે.

બે વર્ષમાં 215 કરોડનો ગેરકાયદેસર દારુ ઝડપાયો
જણાવી દઈએ કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અગાઉ વિધાનસભામાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં એક અભિયાન શરૂ કર્યું હતું જે અંતર્ગત 215 કરોડનો ગેરકાયદેસર દારુ કબજે કર્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એપ્રિલ 2019થી ડિસેમ્બર 2020 દરમિયાન રાજ્યમાં દરરોજ 34 લાખ રૂપિયાનો ગેરકાયદેસર દારૂ પકડાયો હતો. જ્યારે રાજ્ય સરકારને છેલ્લા ત્રણ વર્ષમાં દારુ પરમિટથી 19 કરોડ રૂપિયાની આવક થઈ છે.

રાજસ્થાનમાં દારુની છૂટ, છતાં ગુજરાત કરતા ઓછું સેવન
આ સર્વે મુજબ, દારુની છૂટ ધરાવતા રાજસ્થાનમાં 2.1 ટકા લોકો, જ્યારે જમ્મુ કાશ્મીરમાં 3.5 ટકા લોકો દારુ પીવે છે. જ્યારે દારુબંધી ધરાવતા ગુજરાતમાં 3.9 ટકા લોકો દારુનું સેવન કરે છે. બીજી તરફ બિહારમાં 0.9 ટકા લોકો દારુ પીવે છે. બિહારમાં ગુજરાત બાદ 2016થી દારુબંધી લાગુ કરવામાં આવી છે. છતાં ત્યાં ગુજરાત કરતા પણ વધુ કડકપણે દારુબંધીનો અમલ થતો હોય તે સ્પષ્ટ સામે આવી રહ્યું છે. નેશનલ ડ્રગ ડિપેન્ડન્સ ટ્રિટમેન્ટ સેન્ટર, AIIMS નવી દિલ્હી દ્વારા વર્ષ 2019માં 10થી 75 વર્ષ સુધીના વ્યક્તિઓ પર આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 36 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી 2.11 લાખ લોકોને શામેલ કરાયા હતા.

દર વર્ષે 66 હજાર લોકો પાસે પરમીટ ઉપલબ્ધ હોય છે
નોંધનીય છે કે, હાલમાં જ રાજ્યમાં ઘરમાં બેસીને દારુ પીવાની છૂટ આપવા મામલે દાખલ થયેલી પિટીશનની હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન એડવોકેટ જનરલે કહ્યું હતું કે, રાજ્યમાં 6.75 કરોડની વસ્તીમાં માત્ર 21 હજાર લોકોને જ હેલ્થ પરમીટ આપવામાં આવી છે. વિઝીટર અને ટુરિસ્ટ પરમીટ જેવી ટેમ્પરરી પરમીટ થઈને પણ રાજ્યમાં દર વર્ષે માત્ર 66 હજાર લોકો પાસે પરમીટ ઉપલબ્ધ હોય છે. તેમણે રાજ્યમાં 71 વર્ષથી દારુબંધીનો કાયદો અમલમાં હોવાની પણ રજૂઆત કરી હતી.

ગુજરાતમાં 66 જગ્યાએ લાઈસન્સથી દારુ વેચાણ
રાજ્યમાં હાલ કુલ 66 જગ્યાઓ પર લાઈસન્સથી દારુનું વેચાણ થાય છે. જેમાં અમદાવાદમાં 18 હોટલો, આણંદમાં 4, અંકલેશ્વરમાં 1, ભરુચમાં 3, ભાવનગરમાં 2, ભુજમાં 4, મુદ્રામાં 2, ગાંધીધામમાં 2, ગાંધીનગરમાં 3, જામનગરમાં 2, જુનાગઢમાં 2, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, નડિયાદમાં 1, રાજકોટમાં 5, સુરતમાં 5, સુરેન્દ્રનગરમાં 1 અને વડોદરામાં 7 હોટલોનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...