તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કરોડના MD ડ્રગ્સ કેસનો વોન્ટેડ મુંબઈથી ઝડપાયો, ડ્રગ્સ અમદાવાદ લાવ્યો હોવાનું કબૂલ્યું

અમદાવાદ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શાહીબાગમાં ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો

એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે ગત જાન્યુઆરીમાં પકડેલા એક કરોડની કિંમતના એમડી ડ્રગ્સ કેસમાં નાસતા ફરતા આરોપીની મુંબઈના જોગેશ્વરી વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. એટીએસની ટીમે ગત 19 જાન્યુઆરીએ શાહીબાગ વિસ્તારમાં રેલવે ઓવરબ્રિજ પાસેથી મો. સુલતાન મો. ફિરોઝ શેખ (રહે. ન્યૂ મસ્જિદ ગલી, પ્રેમનગર, જોગેશ્વરી, મુંબઈ)ને એક કિલો મેથામ્ફેટામાઇન નામના માદક પદાર્થ સાથે ઝડપી લીધો હતો. આ ડ્રગ્સ સપ્લાય કરનારા નાસતા ફરતા આરોપી શાબીર હનીફખાન પઠાણ (ઉં.35, યુસુફ બાવાની ચાલી, જોગેશ્વરી, મુંબઈ)ને એટીએસની ટીમે મુંબઈથી ઝડપી લીધો હતો.

આરોપીની પૂછપરછ દરમિયાન તેણે અગાઉ પણ અમદાવાદમાં એમડીનો જથ્થો અમદાવાદ મોકલાવ્યો હોવાની કબૂલાત કરી હતી. આરોપી અગાઉ મુંબઈના એનડીપીએસના ગુનામાં પકડાયો છે તથા હાલમાં જામીન પર મુક્ત થયો હતો. એટીએસે આરોપીનો કોરોના ટેસ્ટ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો