માગણી:8મીથી ટેન્ડર નહીં ભરવાની સરકારી કોન્ટ્રાક્ટર્સની ચીમકી; સિમેન્ટ, સ્ટીલ, મજૂરીના દર વધારવા રજૂઆત

અમદાવાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
AMC - ફાઇલ તસવીર - Divya Bhaskar
AMC - ફાઇલ તસવીર
  • માગ ન સ્વીકારાય તો હડતાળ પર જવાની તૈયારી

કોરોનાકાળ દરમિયાન સિમેન્ટ, સ્ટીલ, મજૂરીના દરમાં 30થી 40 ટકાનો વધારો થયો છે ત્યારે કોન્ટ્રાક્ટર એસોસિએશને જૂના ટેન્ડરમાં પણ સીમેન્ટ, સ્ટીલ સહિતના ભાવ વધારો આપવા માટે માગ કરી છે, જો તેમની માગ નહીં સ્વીકારાય તો 8 જાન્યુઆરીથી કોન્ટ્રાકટર એક પણ ટેન્ડર ભરશે નહીં અને હડતાળ પણ પાડશે.

ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશનના પ્રમુખ અરવિંદ પટેલે જણાવ્યું 7 ડિસેમ્બરે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતીકે, છેલ્લા કેટલાક સમયમાં જ સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી, ઇંટો સહિતના અન્ય બિલ્ડિંગ મટીરીયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન અને કારીગરો- મજૂરોના ભાવમાં વધારો થયો છે. જે ટેન્ડરમાં ભાવ વધારો આપવાની જોગવાઇ ન હોય અને કોરોના - લોકડાઉનને કારણે કામમાં વિલંબ થયો હોય તો તેવા કિસ્સામાં પણ આ ભાવવધારો આપવામાં આવે.

પ્રધાનમંત્રી આવસ યોજનાના કામ બંધ
અમદાવાદ શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામો છેલ્લા 15 દિવસથી બંધ કરી દેવામાં આવ્યા છે. તમામ ભાવ વધારો ન આપવામાં આવે ત્યાં સુધી કામ નહી ચાલુ કરવા માટે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...