કાર્યવાહી:ગ્રેચ્યુઇટી નહીં ચૂકવનારી 4 કંપની સામે ફોજદારી ગુનો, શહેરની 4 ઉપરાંત કુલ 8 કંપની સામે કાર્યવાહી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કસૂરવાર કંપનીઓને એક વર્ષ સુધીની જેલની સજા અથવા 20 હજાર સુધી દંડ થઈ શકે છે

કર્મચારીઓને ગ્રેચ્યુઇટી નહીં ચૂકવવા બદલ શ્રમ અને રોજગાર વિભાગે અમદાવાદની 4 સહિત 8 કંપની સામે ફોજદારી ગુનો દાખલ કર્યો છે. 8માંથી બાકી રહેલી 4 કંપની સુરત, વડોદરા અને વલસાડની છે.

વિવિધ કંપનીઓના કર્મચારીએ તેમજ સંગઠનો દ્વારા પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટ 1972 હેઠળ કંપનીઓ દ્વારા ગ્રેચ્યુઇટી નહીં ચૂકવાતી હોવાની ફરિયાદ શ્રમ વિભાગને મળી હતી. જે અંગે અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવતા જણાયું હતું કે 8 એકમો દ્વારા ગ્રેચ્યુઇટીની રકમ ચૂકવવામાં વિલંબ કરાયો છે કે ચૂકવણી કરાઈ નથી.

આ કંપનીઓ સામે દંડની જોગવાઇઓ સહિત પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઇટી એક્ટની કલમ 9-11 હેઠળ ફોજદારી કેસ કરાયો છે. જેમાં ઓછામાં ઓછી ત્રણ મહિના અને વધુમાં વધુ એક વર્ષની કેદ અથવા ઓછામાં ઓછા 10 અને વધુમાં વધુ 20 હજાર સુધીના દંડ અથવા દંડ અને સજા બંનેની જોગવાઇ છે. અમદાવાદની 4 કંપનીમાં પેસ સેન્ટર્સ બિઝનેસ સોલ્યુશન, નિંબ્સ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ, રોઝબેલ બાયોસાયન્સ અને પરફેક્ટ બોરિંગનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...