અમદાવાદમાં ક્રાઈમ:લોકડાઉનમાં અમદાવાદમાં થોડીઘણી ગુનાખોરી કાબુમાં આવી હતી, અનલોક-3ને પગલે ક્રાઈમ વધવાનો ભય

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ ચોપડે નોંધાયેલા ગુનામાં હત્યા, લૂંટ, ધાડ જેવા ગુના પણ લોકડાઉનમાં બન્યા
  • લોકડાઉનના કારણે ઉદભવેલી બેરોજગારી અને આર્થિક સંકડામણ ગુના થવા પાછળનું કારણ હોઈ શકે

શહેરમાં નાની નાની બાબતોમાં પણ ગુનાઓ બનતા હોય છે. તેવા સમયમાં અમદાવાદમાં લોકડાઉન સમયે ગુના થોડે અંશે કાબુમાં હતા. જો કે, આ સમયગાળા દરમિયાન પણ લૂંટ, ધાડ અને હત્યા જેવા ગુના તો બન્યા જ હતા. હવે અનલોક 3 લાગુ થવા જઈ રહ્યું છે . તેવામાં ફરી ગુના અને ગુનેગાર માથું ઉચકી રહ્યા છે.

લોકડાઉનના કારણે આર્થિક સંકડામણ ગુનાનું કારણ બન્યું
કોરોના વાઇરસના વધતા સંક્રમણના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં 21 માર્ચથી લોકડાઉનની શરૂઆત થઈ હતી. લગભગ 60 દિવસ કરતા વધુ સમય લોકડાઉન રહ્યું હતું, જે બાદ આંશિક છૂટછાટ આપવામાં આવી હતી. લોકડાઉનમાં લોકોએ આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે કેટલાક ગુનાઓ પણ બન્યા હતા. પરંતુ સામાન્ય દિવસો કરતા લોકડાઉનમાં ગુનાઓ ઓછા બન્યા હતા.

પરપ્રાંતિયનું ગુજરાતમાંથી પલાયન ગુનાખોરી ઘટવાનું એક કારણ
કેટલાક ગુનાઓમાં પરપ્રાંતિય આરોપીઓની સંડોવણી વધુ જોવા મળતી હોય છે. પરંતુ લોકડાઉનમાં રોટી,કપડા અને મકાનની અછતના કારણે ઘણા બધા પરપ્રાંતિય લોકો પોતાનાં વતન જતા રહ્યા હતા. જેના કારણે સામાન્ય દિવસોમા બનતા ગુના કરતા લોકડાઉનમાં બનેલા ગુનાઓનું પ્રમાણ ઘટ્યું છે.

પોલીસનું પેટ્રોલિંગ પણ ગુનાના ઘટાડા માટે કારણભૂત
પોલીસ પણ સક્રિય રહી હતી અને પોલીસ દ્વારા 24 કલાક પેટ્રોલિંગ કરવામાં આવતું હતું. તેમજ બહારથી પણ વધારાની ફોર્સ મંગાવવામાં આવી હતી. જેના કારણે પોલીસને પોતાની કામગીરી આસાન રહી હતી. લોકડાઉન દરમિયાન શહેરના તમામ ખૂણામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ ચાલુ હતું. જેના કારણે ગુનામાં ઘટાડો થયો તેવું કહી શકાય.

અમદાવાદ શહેરમાં માર્ચ-એપ્રિલથી જૂન સુધી બનેલા ગુનાઓ

ગુનાનો પ્રકારમાર્ચએપ્રિલથી જૂન
હત્યા417
હત્યાનો પ્રયાસ1026
ધાડ33
લૂંટ2010
ચેઈન સ્નેચિંગ10
કુલ ચોરી210198
છેતરપિંડી54101
રાયોટિંગ1335
મારામારી107267
સરકારી કર્મી પર હુમલો1017
અપહરણ4050
મારામારી107267
જુગાર120199
પ્રોહિબિશન24373548

એપ્રિલથી જૂનમાં ગુના ઓછા
ઉપરોક્ત આંકડા મુજબ કેટલાક ગુનાઓ એવા પણ છે. જે માર્ચ મહિનો એટલે કે, લોકડાઉન શરૂ થયું તે પહેલા બનેલા છે. તેની સરખામણીએ લોકડાઉન શરૂ થયું તે બાદના 1 એપ્રિલથી 30 જૂન સુધીના સમયગાળામાં ગુના ઓછા છે. સરખામણી કરવામાં આવે તો અગાઉના મહિના કરતા લોકડાઉન બાદ બનેલા ગુના ઓછા છે.

લોકડાઉન બાદ ફરી ગુના વધવા લાગ્યા
હવે ફરીથી બધું શરૂ થતાં ગુનાઓનું પ્રમાણ ધીરેધીરે વધવા લાગ્યું છે. જેમાં ચોરી, લૂંટ જેવા બનાવો વધવા લાગ્યા છે, તેની પાછળ લોકડાઉનના કારણે આવેલી બેરોજગારી અને આર્થિક સંકડામણ હોઈ શકે છે.